GSTV

મોટી ભેટ/ રિલાયન્સે લૉન્ચ કર્યો સસ્તો 5G સ્માર્ટફોન Jio Phone Next, આ તારીખથી માર્કેટમાં થશે ઉપલબ્ધ

jio

Last Updated on June 24, 2021 by Bansari

રિલાયન્સ એજીએમની 44 મી બેઠક ચાલી રહી છે. કંપનીના અધ્યક્ષ મુકેશ અંબાણી આને સંબોધન કરી રહ્યા છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, કંપની સમય પહેલા નેટ ડેબ્ટ ફ્રી થઈ ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું બેલેન્સ ક્લીન છે. સાઉદી અરામકોના અધ્યક્ષ યાસીર અલ રૂમયાનને આજે રિલાયન્સ બોર્ડમાં શામેલ કરવામાં આવ્યા છે. મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સે એક વર્ષમાં 44.4 અબજ ડોલરની મૂડી એકઠી કરી હતી. એક વર્ષમાં વિશ્વની કોઈપણ કંપની દ્વારા આ સૌથી મોટી મૂડી એકત્ર કરવામાં આવી છે.

Jio Phone Next લોન્ચ

રિલાયન્સ જિયો અને ગુગલે સંયુક્ત રીતે Jio Phone Next  સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તેની ઓપરેટિંગ સિસ્ટમ જિઓ અને ગૂગલે સંયુક્ત રીતે ડેવલપ કરી છે. Jio Phone Next નું વેચાણ ગણેશ ચતુર્થી એટલે કે 10 સપ્ટેમ્બરથી શરૂ થશે.

રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડીરેક્ટરે મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે, ગૂગલ અને Jioએ JioPHONE NEXT ફોન વિકસાવ્યો છે, જેનું નામ JioPhone Next રાખવમાં આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44 મી વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો અને ગૂગલની ભાગીદારીમાં બનાવેલા નવા સ્માર્ટફોન JioPhone-Next ની જાહેરાત કરી. નવો સ્માર્ટફોન Jio અને Googleના ફીચર્સ અને એપ્લિકેશંસથી સજ્જ હશે. આ એન્ડ્રોઇડ આધારિત સ્માર્ટફોનની operating સિસ્ટમ જિઓ અને ગૂગલે સંયુક્ત રીતે વિકસિત કરી છે. મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે નવો સ્માર્ટફોન સામાન્ય લોકોના ખિસ્સા માટે બનાવવામાં આવ્યો છે. તે ખૂબ જ સસ્તો હશે અને 10 સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થીથી બજારમાં ઉપલબ્ધ થશે.

રિલાયન્સ

Jio Phone Nextની કિંમતનો ખુલાસો નહીં

Jio Phone Nextની કિંમત જાહેર કરાઇ નથી, પરંતુ નિષ્ણાતો માને છે કે તેની કિંમત ખૂબ ઓછી રાખવામાં આવશે. જિઓ-ગૂગલનો એન્ડ્રોઇડ બેસ્ડ સ્માર્ટફોન જિઓફોન-નેક્સ્ટ ગેમ ચેન્જર સાબિત થશે. તે 30 કરોડ લોકોનું જીવન બદલી શકે છે, જેમના હાથમાં હજી 2G મોબાઇલ સેટ છે. જિઓ-ગૂગલનો નવો સ્માર્ટફોન ઉમદા સ્પીડ, સારી ઓપરેટિંગ સિસ્ટમ અને પોસાય તેવા ભાવના આધારે કરોડો નવા ગ્રાહકો સાથે રિલાયન્સ જિઓની જોલી ભરી શકે છે.

jio

JIO AGMની મહત્વની જાહેરાતો

મુકેશ અંબાણીએ કહ્યું કે 2016માં અમે ડિજિટલ ડિવાઈડને ભરવા માટે જિઓની શરૂઆત કરી હતી. રિલાયન્સ 2021 માં પોતાનો નવો એનર્જી બિઝનેસ શરૂ કરવા જઈ રહી છે. અમારો હેતુ આ દ્વારા ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનો છે. રિલાયન્સ આગામી 15 વર્ષમાં નેટ શૂન્ય-કાર્બન કંપની બનશે.જામનગરમાં ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી કોમ્પલેક્સ બનશે. જે દુનિયાનું સૌથી મોટું ગ્રીન એનર્જી હબ હશે.ધીરૂભાઈ અંબાણી ગીગા કોમ્પલેક્સમાં કામ શરૂ થશે. જામનગર ખાતેના Giga Complexમાં કામ શરૂ થશે. ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સમાં 4 ફેક્ટરી હશે. રિન્યૂએબલ એનર્જમાં 60,000 કરોડનું રોકાણ કરીશું. આ આજે આ મીટિંગમાં સૌથી મોટી જાહેરાત છે.

  • ગ્લોબલ ન્યૂ એનર્જી એજન્ડા પર ફોકસ થઈ રહ્યુ છે
  • 2021માં NEW ENERGY BIZ લોન્ચ કરીશું
  • NEW ENERGY BIZ માં RIL ની લિડરશીપ હશે
  • NEW ENERGY BUSINESSમાં RIL આગેવાની કરશે
  • 15 વર્ષોમાં NET ZERO કાર્બન કંપની બનીશું

2030 સુધીમાં ગ્રીન એનર્જીનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે

ગ્રીન એનર્જીનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રાપ્ત થશે. આ સિવાય કંપની ન્યુ મટિરિયલ અને ગ્રીન કેમિકલ્સ પર પણ વિચાર કરી રહી છે. રિલાયન્સ હાઇડ્રોજન અને સોલર ઇકોસિસ્ટમ્સને ટેકો આપવા માટે વર્લ્ડ સ્કેલ કાર્બન ફાઇબર પ્લાન્ટ્સનો વિકાસ કરશે.

100 ગિગાવોટ સોલાર એનર્જી ઉત્પન્ન કરવાનું લક્ષ્યાંક

ગ્રીન એનર્જી તરફ એક પગલું ભરતાં, રિલાયન્સ ન્યૂ એનર્જી કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી છે. જામનગરમાં 5000 હજાર એકરમાં ધીરૂભાઇ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ બનાવવાની તૈયારી ચાલી રહી છે. રિલાયન્સનું લક્ષ્ય છે 100 ગિગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન.

Read Also

Related posts

Smartphone Tips And Tricks: Photo અને Videoથી ભરાઈ ગયો છે તમારો ફોન, સમાપ્ત થઈ ગયુ છે સ્ટોરેજ? તો આ ધમાકેદાર Trickથી કરો જગ્યા

Vishvesh Dave

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!