GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

અનાજ-કરિયાણા માટે લાઇનમાં નહીં ઉભુ રહેવુ પડે, રિલાયન્સ જિયોમાર્ટે 200 શહેરોમાં શરૂ કરી ઓનલાઇન સર્વિસ

જિયોમાર્ટ

રિલાયન્સે આજે જિયોમાર્ટ દ્વારા દેશના ૨૦૦ શહેરોમાં અનાજ-કરિયાણું વેચવાની શરૂઆત કરી દીધી હતી. હાલના તબક્કે ઓનલાઈન શોપિંગ માટે જિયોમાર્ટની સાઈટ પર જવાનું રહેશે, હજુ સુધી તેની મોબાઈલ એપ લૉન્ચ નથી થઈ. એ કદાચ આગામી દિવસોમાં થશે. થોડા સમય પહેલા જ અનાજ-કરિયાણું અને ઘરેલું દૈનિક જરૂરિયાતની ચીજો પુરી પાડતી આ સેવા નવી મુંબઈ, કલ્યાણ, થાણે વગેરે વિસ્તારમાં શરૂ કરી દેવાઈ હતી.

હવે તેનો દેશવ્યાપી પ્રારંભ થયો છે. રિલાયન્સના આ પગલાંથી અત્યારે ઓનલાઈન શોપિંગમાં જેની બોલબાલા છે એ એમેઝોન અને ફ્લિપકાર્ટને મજબૂત હરિફાઈ મળશે. જોકે પહેલા જ દિવસે ગ્રાહકોને ખરીદીમાં થોડી-ઘણી મુશ્કેલી પણ પડી હતી, જે ટ્વિટર પર લોકોએ રજૂ કરી હતી.

થોડા સમયે જ ફેસબૂકે જિયોમાં જંગી રોકાણ કર્યું હતું. તેનો ઉદ્દેશ ફેસબૂકની માલિકીની વૉટ્સઅપ દ્વારા લોકોને ખરીદીનો વિકલ્પ આપવાનો છે. એટલે હવે વૉટ્સઅપ દ્વારા પણ ઑર્ડર આપી શકાય એવી સુવિધા ટૂંક સમયમાં આવશે. લૉકડાઉનના સમયમાં લોકોએ ઓનલાઈન શોપિંગ પર વિશેષ ભાર આપ્યો છે. પરંતુ ઓનલાઈન શોપિંગના માંધાતા એવા એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે લૉકડાઉનમાં છૂટછાટ પછી પણ શહેરી વિસ્તારમાં ડિલિવરી સમયસર કરવામાં નિષ્ફળ રહ્યાં છે.

આખા દેશમાં નેટવર્ક હોવા છતાં સમયસર સ્ટોક કરવો, ડિલિવરી કરવી, ડિલિવરી માટે પૂરતો સ્ટાફ રાખવો વગેરે જેવા પગલાં આ બન્ને કંપનીઓ લઈ શકી નથી. પરિણામે ગ્રાહકો જરૂરી ચીજો ખરીદી શકતાં નથી અને જોખમ હોવા છતાં નજીકની દુકાનો કે ફેરિયા પાસે જાય છે.

લૉકડાઉન દરમિયાન ડિલિવરી મળી રહે એ માટે ડી-માર્ટ, બિગ બાજાર જેવી કંપનીઓએ પણ સ્થાનિક સત્તાધિશો સાથે કરાર કર્યા હતા. તો વળી બિગ બાસ્કેટ, ગ્રોફર્સ, સ્વીગી, ઝોમેટો વગેરે પરથી પણ જીવનજરૂરી ચીજો મળી રહેશે એવી ખાતરી સરકાર દ્વાર આપવામાં આવી હતી. પરંતુ આ મોટા ભાગની કંપનીઓ પાસે સામગ્રી કે ડિલિવરીની વ્યવસ્થા જ ન હતી. પરિણામે લૉકડાઉન હળવું થયાના ઘણા દિવસો પછી પણ ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યાં છે. એવા સમયે જિયોમાર્ટ શરૂ કરીને મુકેશ અંબાણીએ માસ્ટર સ્ટ્રોક ગણાઈ રહ્યો છે.

Read Also

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!