રિલાયન્સ જિયો, વોડાફોન આઈડિયા, એરટેલ આપી રહ્યાં છે આ સ્માર્ટ રિચાર્જ પ્લાન

રિલાયન્સ જિયો, વોડાફોન આઈડિયા, એરટેલ દરેક કંપનીઓ અનલિમિટેડ પ્લાન ઑફર કરી રહી છે. યૂઝરની જરૂરિયાત મુજબ દરેક પ્રકારના પ્લાન હવે માર્કેટમાં તૈયાર છે. પોતાની જરૂરીયાત મુજબ તમે પોતાના પ્લાનને પસંદ કરી શકો છો. આ પ્લાન દિવસ, કલાક અને મહિનાની વેલિડિટીની સાથે મળે છે. અહીં અમે તમને દરેક કંપનીઓના સ્માર્ટ રીચાર્જ પ્લાન વિશે જણાવીશું.

રિલાયન્સ જિયો

જિયો 149 રૂપિયાથી 1699 રૂપિયા સુધીની કિંમતના પ્લાન ઑફર કરે છે. ડેટાની વાત કરીએ તો 1.5GBથી 5GB સુધીનો ડેટા પ્લાન આપે છે. બૂસ્ટર પેક્સની વાત કરીએ તો જિયો 11 રૂપિયાના રિચાર્જ પર જિયો અનલિમિટેડ ડેટા આપે છે, સાથે જ 400MB એડીશનલ ડેટા પણ મળે છે. 21 રૂપિયાના બૂસ્ટર પેકમાં 1GB 4G ડેટા મળે છે. 51 રૂપિયાના ડેટા પેકની વાત કરીએ તો તેમાં 3GB ડેટા મળે છે. 101 રૂપિયાના રિચાર્જ પર 6GB ડેટા મળે છે. આ ચાર ડેટા પેક સિવાય જિયો 149 રૂપિયાથી 1699 રૂપિયા સુધીનો પ્લાન આપે છે. આ પ્લાન પર 91 દિવસથી લઇને 365 દિવસની વેલિડિટી મળે છે. આ બધા પ્લાનમાં 100 એસએમએસ દરરોજ મળે છે.

વોડાફોન આઈડિયા

વોડાફોન આઈડિયાનો પણ સૌથી સસ્તો ડેટા પેક 11 રૂપિયાનો છે. આ પ્લાનમાં 1 દિવસની વેલિડિટીની સાથે 60MB ડેટા મળે છે. 21 રૂપિયાના રિચાર્જ પર એક કલાક માટે અનલિમિટેડ ડેટા મળે છે. 33 રૂપિયાના રિચાર્જ પર રાત્રે 1 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા મળે છે. 92 રૂપિયાના રીચાર્જ પર 6GB ડેટા તમને 7 દિવસ માટે આપવામાં આવે છે. આ સિવાય કંપની 199 રૂપિયા, 255 રૂપિયા અને 348 રૂપિયા અને 349 રૂપિયાના અનલિમિટેડ પ્લાન આપે છે.

એરટેલ


એરટેલ 49 રૂપિયાના રિચાર્જમાં 3GB ડેટા એક દિવસ માટે આપે છે. 92 રૂપિયાના રિચાર્જ પર 6GB ડેટા 7 દિવસ માટે મળે છે. 98 રૂપિયાના રિચાર્જ 28 દિવસની વેલિડિટીની સાથે 3GB હાઈ-સ્પીડ ડેટા મળે છે. આ સિવાય કંપની 5 અન્ય સ્માર્ટ રિચાર્જ પ્લાન 34 રૂપિયા, 64 રૂપિયા, 94 રૂપિયા, 144 રૂપિયા અને 244 રૂપિયામાં ઑફર કરે છે. આ બધા પ્લાનની વેલિડિટી 28 દિવસ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter