GSTV
Home » News » રિલાયન્સ જિયો યુઝર્સને મોબાઈલમાં મળશે હવે ખાસ પ્રકારની સેવાનો લાભ

રિલાયન્સ જિયો યુઝર્સને મોબાઈલમાં મળશે હવે ખાસ પ્રકારની સેવાનો લાભ

રિલાયન્સ જિયો ભારતની દિગ્ગજ ટેલીકોમ કંપનીઓમાંથી એક છે. જિયો સતત વપરાશકર્તાને લાભ મળે તે માટે સેવાઓને વધારે સારી બનાવવાની કોશિશ કરી રહી છે. એટલું જ નહીં કંપનીએ થોડા વર્ષોમાં વધારેમાં વધારે ઈંટરનેટ લોકો સુધી પહોંચાડ્યું છે.

હવે જિયોએ તેની લેડસાઈન સેવા અપડેટ કરી છે, જેને ફાઈબર સાથે લેન્ચ કરી હતી. આ અપડેટના માધ્યમથી યુઝર્સ લેન્ડલાઈનના કોલનો જવાબ ફોનથી આપી શકશે. રિલાયન્સ જિયોએ જિયો કોલ એપ શરૂ કરી છે, જેના કારણે લેડલાઈનના કોલનો જવાબ મોબાઈલથી આપી શકશો. તેની સાથે વપરાશકર્તાને લેડલાઈનના નંબરથી વીડિયો કોલની સુવિધા પણ મળશે.

જિયો કોલ એપ

જિયોના ગ્રાહક આ એપની મદદથી લેડલાઈન નંબરથી ઓડિયો અને વીડિયો કોલ કરી શકશે. કોલિંગ કરવા માટે યુઝરને તેની પાસે એક સિમ અને જિયો ફાઈબર કનેક્શન હોવું અનિવાર્ય રહેશે. જિયોકોલ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ છે.

જિયોકોલ એપથી આ રીતે થાય છે કોલ

કોલ કરવા માટે તમારે સૌથા પહેલા જિયોકોલ એપમાં જઈને ફિક્સ્ડલાઈન પ્રોફાઈલ ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે. તેના પછી તમારે દસ આંકડાનો લેંડલાઈન નંબર કોન્ફિગર થઈ જશે. હવે તમે લેંડલાઈન નંબરથી કોલ કરવાની સાથે કોલનો જવાબ પણ આપી શકો છો. તે ઉપરાંત જિયો ટીવી ફાઈબરથી વીડિયો કોલની સુવિધા મળશે.

જિયોકોલ એપમાં મળશે એસએમએસ અને ગ્રૂપ ચેટની સુવિધા

જિયો તેના ગ્રાહકોને આ એપમાં આસસીએસની સેવા આપશે, જેમાં એસએસએસ, રિચ કોલ, ગ્રૂપ ચેટ, ફાઈલ શેયરિંગ અને સ્ટિકર્સ જેવા ફીચર સામેલ છે. પરંતુ આ સેવાનો ઉપયોગ કરવા માટે અન્ય કોન્ટેક્ટ્સ પાસે પણ આરસીએસ સર્વિસ હોવી જરૂરી છે.

Read Also

Related posts

ભારતમાં ડાઉન થયુ વોટ્સએપ, સ્ટિકર્સ અને મીડિયા ફાઈલ્સ મોકલવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

Ankita Trada

નવા વર્ષ પર Mahindraની કાર ખરીદવા પર થશે ફાયદો, મળી રહ્યુ છે 2.90 લાખ રૂપિયા સુધીનું બંપર ડિસ્કાઉન્ટ

Mansi Patel

હવે 179 રૂપિયાનાં રિચાર્જ પર મળશે 2 લાખનો ઈન્શ્યોરન્સ, આ કંપની આપી રહી છે શાનદાર ગિફ્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!