GSTV

જિયોએ બદલ્યો ટૈરિફ પ્લાન, 149 રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા

Last Updated on October 2, 2017 by

રિલાયન્સ જિયો સતત પોતાના પ્લાનમાં ફેરફાર કરી રહ્યું છે. કંપની બજારમાં જિયો ફોન પણ લાવી ચૂકી છે, જેનો ઉપયોગ પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે. કંપનીએ ફેસ્ટિવલ સીઝનને જોતા JioFi ડિવાઇસ પર ઓફર ચલાવી રહ્યું છે. આ ઉપરાંત કંપનીએ પોતાના ટૈરિફ પ્લાનમાં પણ કેટલાક બદલાવ કર્યા છે.

સૌથી મોટો ફેરફાર 149 રૂપિયાવાળા પ્લાનમાં કરવામાં આવ્યો છે. 149 રૂપિયાવાળા પ્લાનમાં 2 GB 4 જી ઇન્ટરનેટ, અનલિમિટેડ વોઇસ કૉલિંગ, 300 એસએમએસ અને જિયો એપ્સનું સબ્સક્રિપશ્ન આપવામાં આવ્યું છે. જો કે, 2 GB ડેટા લિમિટ ખતમ થઇ ગયા બાદ પણ તમારી ઇન્ટરનેટ સર્વિસ ચાલુ રહેશે. અલબત્ત, ઇન્ટરનેટ સ્પીડ 4 જીથી ઘટીને 64kbpsની થઇ જશે પરંતુ, ઇન્ટરનેટનો ઉપયોગ ફરી પણ કરી શકાશે.

જૂના 149 રૂપિયાવાળા પ્લાનમાં લિમિટ ખતમ થયા બાદ કોઇપણ પ્રકારના ડેટા આપવામાં આવતા ન હતા. ઉલ્લેખનીય છે કે, કંપનીના મોટાભાગના બીજા પ્લાનમાં પણ આ સુવિધા હતા. પરંતુ, 149 રૂપિયાવાળા પ્લાનમાં આવું ન હતું. જો કે, અન્ય પ્લાનમાં લિમિટ ખતમ થયા બાદ 128kbps ની સ્પીડ મળે છે. રિલાયન્સ જિયો 19 રૂપિયાથી માંડીને 1999 રૂપિયા સુધીના પ્લાનની સુવિધા આપે છે.

 

Related posts

iPhone 13 ખરીદનારાઓને જોરદાર ઝટકો! Apple બોક્સમાં ચાર્જરની સાથે સાથે નહીં મળે આ જરૂરી વસ્તુ

Bansari

iPhone 13 / આજથી ભારતમાં મળતા થનારા ફોનમાં અધધધ… 1000 ગિગાબાઈટ જેટલી સ્ટોરેજ ક્ષમતા, અન્ય ફિચર્સ પણ છે આવા

Vishvesh Dave

Case study / વર્ષો પુરાણી ઑટોમોબાઇલ કંપની FORD કેમ ભારતમાંથી ઉચાળા ભણી રહી છે?

Lalit Khambhayata
Do NOT follow this link or you will be banned from the site!