GSTV
Home » News » Jioનો Airtelને જડબાતોડ જવાબ, હવે ફક્ત 149 રૂપિયામાં દરરોજ મેળવો 3GB ડેટા

Jioનો Airtelને જડબાતોડ જવાબ, હવે ફક્ત 149 રૂપિયામાં દરરોજ મેળવો 3GB ડેટા

રિલાયન્સ જિયોએ એરટેલના 149 રૂપિયા અને 399 રૂપિયાના પ્લાનને અપડેટ કરીને એરટેલને જડબાતોડ જવાબ આપ્યો છે. સાથે જ જિયોએ પોતાના અન્ય પ્લાન્સ પણ અપડેટ કર્યા છે. રિલાયન્સ જિયોએ ભારતીય ટેલિકોમ સેક્ટરનો સૌથી સસ્તો પ્લાન લૉન્ચ કર્યો છે. જિયો હવે ફક્ત 149 રૂપિયામાં 3જીબી ડેટા આપી રહ્યું છે.

રિલાયન્સના 149,349,399 અને 499 રૂપિયાના પ્લાનમાં હવે દૈનિક 3જીબી ડેટા મળશે. અગાઉ આ પ્લાનમાં દેનિક 1.5 જીબી ડેટા આપવામાં આવતો હતો. આ પ્લાનની વેલિડિટી અનુક્રમે 28,70,84 અને 91 દિવસની છે. આ ઉપરાંત 198,398,448 અને 498 રૂપિયાના પ્લાનમાં હવે દૈનિક 3.5 જીબી ડેટા આપવામાં આવશે. અગાઉ આ પ્લાનમાં દૈનિક 2જીબી જેટા આપવામાં આવતો હતો. આ પ્લાનની વેલિડીટી અનુક્રમે 28,70, 84 અને 91 દિવસની છે. સાથે જ જો 299 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો આ પ્લાનમાં હવે દૈનિક 4.5 જીબી ડેટા મળશે અને આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. અગાઉ આ પ્લાનમાં દૈનિક 3જીબી ડેટા આપવામાં આવતો હતો. આ ઉપરાંત 509 રૂપિયાના પ્લાનમાં હવે દૈનિક 5.5 જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે. અગાઉ આ પ્લાનમાં દૈનિક 4જીબી ડેટા આપવામાં આવતો હતો.

કંપનીના 799 રૂપિયાના પ્રિ-પેઇડ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી સાથએ દૈનિક 6.5 જીબી ડેટા આપવામાં આવશે જ્યારે અગાઉ તેમાં 5જીબી ડેટા આપવામાં આવતો હતો. આ ઉપરાંત 300 અથવા તેનાથી વધુના રિચાર્જ પર 100 રૂપિયાનું કેશબેક અને 300થી ઓછાનું રિચાર્જ કરવા પર 20 ટકા કેશબેક આપવામાં આવશે. તેના માટે માય જિયો એપ માંથી રિચાર્જ કરવાનું રહેશે અને ફોનપે વૉલેટ દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે. આ પ્લાનનો લાભ તમે 30 જૂન સુધીમાં લઇ શકો છો.

Related posts

પાટણ: નગરપાલિકાનાં 13 સભ્યોને જીવતદાન, પક્ષાંતર ધારાની કોંગ્રેસની અરજી ફગાવાઈ

Riyaz Parmar

ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, વિપક્ષનેતા સહીત આ અધિકારીઓ રહ્યા હાજર

Path Shah

પત્ની સાથે ઝઘડાથી પાયલોટ ડિપ્રેશનમાં હતો, પછી ચાલુ વિમાને પાઇલોટે…

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!