દેશભરના 15 શહેરોમાં કરાવવામાં આવેલા સર્વે મુજબ જુલાઈ-ડિસેમ્બર 2018 દરમ્યાન Airtelની ડેટા સ્પીડ સૌથી ઝડપી રહી. તો 4G નેટવર્ક કવરેજ મામલે Reliance Jio સૌથી અગ્રેસર રહ્યું. સ્પીડ ટેસ્ટિંગ એજન્સી ઉકલાની એક રીપોર્ટમાં મંગળવારે આ માહિતી સામે આવી છે.
રીપોર્ટમાં કહેવામાં આવ્યું, એરટેલ 2018ના ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં દેશનું સૌથી ઝડપી મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર રહ્યું. ડેટા સ્પીડ મામલામાં પણ એરટેલ ટૉપ પર રહ્યું. ડાઉનલોડ અને અપલોડની કુલ સ્પીડની સાથે દરેક નેટવર્ક કેટેગરીમાં કંપનીનો સ્કોર 10.34 રહ્યો. તો 4G કેટેગરીમાં એરટેલે 11.23 ટકા સ્કોર કર્યો.
એરટેલ બાદ બીજા ક્રમાંકે વોડાફોન રહ્યું. વોડાફોનની બંને કેટેગરીમાં સ્કોર 8.19 અને 9.13, જિયોનો 7.11 અને 7.11, તો આઈડિયા સેલ્યુલરનો સ્કોર 6.2 અને 7.2 રહ્યો. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નેટવર્ક કવરેજની દ્રષ્ટિએ રિલાયન્સ જિયોએ દરેક મોટી કંપનીઓને પાછળ ધકેલી દીધી. રીપોર્ટ મુજબ, જે ક્ષેત્રોમાં સર્વે કરવામાં આવ્યો તેમાં 99.3 ટકામાં જિયોની હાજરી રહીં.
સામાન્ય રીતે જિયોની ઉપલબ્ધતા સારી છે. યૂઝર્સને 99.3 ટકા સ્થાનો પર જિયોની સેવા મળી. એરટેલનુ નેટવર્ક 99.1 ટકા, વોડાફોનનુ 99 ટકા અને આઈડિયા સેલ્યુલરનુ નેટવર્ક 98.9 ટકા સ્થાનો પર જોવા મળ્યું. 4G સેવાના આધારે જિયોનુ નેટવર્ક સર્વેની 98 ટકા સ્થાનો પર હાજર રહ્યું. જ્યારે એરટેલનુ નેટવર્ક 90 ટકા, વોડાફોન (84.6 ટકા) અને આઈડિયા (82.8 ટકા) સ્થાન પર રહ્યું.
ગયા વર્ષે ઓગષ્ટમાં વોડાફોન અને આઈડિયાનુ મર્જર થયુ હતું, પરંતુ હજી પણ આ બંને બ્રાન્ડ અલગ-અલગ પોતાની સેવાઓ આપી રહી છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે, ‘જો તેમાં (વોડાફોન આઈડિયા ઓપરેશન) ફેરફાર થયો હોત તો દરેક ગ્રાહકો માટે 4G ઉપલબ્ધતા સારી હોત.’
READ ALSO
- કામની વાત / યુટ્યુબે લોન્ચ કર્યા ઘણા ફીચર્સ, ઉપયોગ કરવાની રીત બદલાશે, જાણો સંપૂર્ણ વિગતો
- 31 મે ના લોન્ચ થશે નવી પાવરફૂલ 8 સીટર SUV, ખૂબ જ જલદી ચાલુ થઈ જશે બુકિંગ, જોઈ લો ખાસિયત
- વાહન ચાલકો ચેતજો / હવે હેલ્મેટ પહેર્યું હશે છતાં 2 હજાર રૂપિયાનું કપાઈ શકે છે ચલણ, વાહન ચલાવતા પહેલા જાણી લો નિયમ
- ગજબ ટ્રિક/ આ ડિવાઇસ ઘરે લઇ આવો અને પછી મન ફાવે એટલું ચલાવો AC, ઓછુ આવશે વીજળીનું બિલ
- Hyundai ભારતમાં ખુબ જ જલ્દી લોન્ચ કરશે ધાકડ લુક વાળી SUV, મળશે ઘણા શાનદાર ફીચર