GSTV
Home » News » રિલાયન્સ જિયો પર અબજ ડોલરનું દેવું, ઋણ ચૂકવે તેના પર આપ્યો આ જવાબ

રિલાયન્સ જિયો પર અબજ ડોલરનું દેવું, ઋણ ચૂકવે તેના પર આપ્યો આ જવાબ

રિલાયન્સ જિયોની સંપત્તિઓ સાથે ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેંટ ટ્રસ્ટીસમાં હસ્તાંતરિત થનાર ઋણ પર રિલાયન્સ ઇંડસ્ટ્રી (આરઆઈએલ) કોઈ ગેરન્ટી આપશે નહિ. વાસ્તવમાં બેંકોને વચગાળાના સમય માટે રિલાયન્સ જિયો તરફથી ફક્ત લેટર ઓફ કમ્ફર્ટ પ્રાપ્ત થશે.

Jio tariff plan

પોતાની જબરજસ્ત ક્રેડિટ રેટિંગ સાથે આઈઆઈએલએ પોતાની દૂરસંચાર સહાયક એકમ રિલાયન્સ જિયોને શરૂ કરવા માટે ભારતીય ઋણદાતા પાસેથી ઉધારી લીધી હતી અને તે ઋણ પર કંપનીએ ગેરન્ટી આપી હતી. આરઆઈએલે 1 એપ્રિલે કહ્યું હતું કે તે પોતાના બે ઇનબિટાસને પોતાના ફાઈબર ઓપ્ટિક કેબલ ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ ટાવર ઇન્ફ્રાસ્ટ્રકચર હસ્તાંતરિત કરવાનો નિર્ણય લીધો છે.

jio fiber syndicated loan

મીડિયામાં જણાવ્યા મુજબ કંપની ઇનવિટાસને ટાવર સંપત્તિઓનું હસ્તાંતરણ 36,000 કરોડ રૂપિયાના મૂલ્યાંકન પર કરી શકે છે જ્યાં કેનેડાના ફંડ બ્રુકફિલ્ડ એક ઇનવેસ્ટર તેમજ પ્રાયોજક હશે. આરઆઈએલના ખાતામાંથી ઋણ હસ્તાંતરિત થવા સાથે લેણદારોને પુનઃચૂકવણી માટે ઇનવિટાસ સાથે વાત કરવી પડશે. ઇનવિટાસ મ્યુચ્યુઅલફંડ જેવા હોય છે. જેના હેઠળ સંપત્તિમાં રોકાણ માટે વિભિન્ન ઇન્વેસ્ટરો પાસેથી રકમ એકત્રિત કરવામાં આવે છે જેથી સમયસીમાની અંદર નકદ પ્રવાહ સુનિશ્ચિત થઈ શકે.

જિયો હાલમાં 26 અબજ ડોલરના ઋણભાર હેઠળ દબાયેલ છે. રિયાયન્સ ઇંડસ્ટ્રીઝ અને બ્રુકફીલ્ડ વચ્ચે સંભવિત ડીલ અંગે સૂત્ર માહિતી આપતા જણાવે છે કે ઇનવિટાસને સંપત્તિઓ સાથે-સાથે હસ્તાંતરિત કરનાર ઋણ પર બેંકોને આરઆઈએલ પાસેથી કોઈ બેંક ગેરંટી નહી મળે. આ પહેલા આરઆઈએલની કંપનીઓએ ઇસ્ટ વેસ્ટ ગેસ પાઈપલાઈનને બ્રુકફીલ્ડ દ્વારા પ્રાયોજિત એક ઇનબિટને વેચાણ કર્યું હતું.

આરઆઈએલ સાથેના હસ્તાતંરણ પામેલા તમામ ઋણમાં બદલાવ કરવામાં આવશે. આરઆઈએલ પ્રવક્તા જણાવે છે કે અમે મીડિયા તેમજ અફવાઓ પર કોઈપણ પ્રકારની ટીપ્પણી કરીશું નહિ. અમારી કંપની સતત તમામ સંભાવનાઓનું આકલન કરતી રહેશે.

Read Also

Related posts

મંગળ પર માનવ વસાહત: વર્ષ 2050 સુંધી 10 લાખ લોકોને મોકલવાનું એલોન મસ્કનું લક્ષ્ય

Bansari

ગુડિયા ગેંગરેપ કેસ: દિલ્હીમાં પાંચ વર્ષની બાળકી પર આખો દિવસ ગેંગરેપ કરનારા બે દોષિત

Bansari

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી યથાવત હિમાચલ, ઉત્તર પ્રદેશમાં વરસાદ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!