રિલાયન્સ જિયોએ નવા વર્ષે વધુ એક ધમાકો કરવાની તૈયારી કરી લીધી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર હેપ્પી ન્યુ યર 2018 ઓફર હેઠળ દૈનિર 1 GB ડેટા ના પ્લાનની કિંમતમાં રૂ.60 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. તાજેતરમાં કરવામાં આવેલા ઘટાડા બાદ 1 જીબી દૈનિક 4જી ડેટાનો રૂ.199નો પ્લાન ગ્રાહકોને માત્ર રૂ.149માં મળશે. રસપ્રગ વાત એ છે કે ટેરિફમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ રિચાર્જ પેક ઓક્ટોબર મિના પહેલા જે દરે મળતા હતાં તે જ દરે મળશે.
જિયો પ્રિપેઇડ પેકને સસ્તા કરવા ઉપરાંત કંપની દૈનિક 1.5 જીબી ડેટાના અનેક નવા પ્લાન્સ પણ લોન્ચ કરશે. ટેરિફમાં આ ફેરફાર અને નવા પ્લાન મંગળવારથી લાગુ થશે. કંપની આગામી દિવસોમાં આવા અનેક પ્લાન્સ અને ઓફર્સ પણ લોન્ચ કરશે.
મંગળવારે રૂ.199, 399, 459 અને 499ના જિયો પ્લાન હવે ગ્રાહકોને અનુક્રમે રૂ.149,349,399 અને 449માં મળશે. પ્લાનમાં મળતી ફ્રી વોઇસ કોલ અને ફ્રી એસએમએસની સુવિધાઓમાં કોઇ ફેરફાર કરવામાં નહી આવે.
હાલ હજુ સુધી એ સ્પષ્ટતા કરવામાં નથી આવી કે રિચાર્જ પેક સસ્તી કિંમતે ક્યાં સુધી ઉપલબ્ધ રહેશે. મંગળવારે આ અંગે સ્પષ્ટતા થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે જિયો યુઝર્સ માટે સરપ્રાઇઝ કેશબેક ઓફર પહેલાંથી જ ઉપલબ્ધ છે. જિયો પાસે ભારતના આશરે 16 કરોડ ગ્રાહકો છે. જિયો લોન્ચ થયાં પછી ટેલિકોમ ક્ષેત્રમાં કંપનીઓ વચ્ચે કટ્ટર હરિફાઇ શરૂ થઇ છે.