GSTV
Gujarat Government Advertisement

Reliance Jio નો વધુ એક મોટો ધમાકો, હવે આવશે સિમ કાર્ડ વાળા લેપટોપ

Last Updated on August 7, 2019 by Alap Ramani

ટેલીકોમ ઉદ્યોગમાં ઉથલપાથલ કર્યા બાદ Reliance Jio હવે વધુ એક મોટો ધમાકો કરવા માટે તૈયાર છે. હવે કંપનીની તૈયારી સીમ કાર્ડ વાળા લેપટોપ લોન્ચ કરવાની છે. કંપની પોતાના એવરેજ રેવેન્યૂ પર યૂઝર વધારવાની કોશિશ કરી રહી છે. રિલાયન્સ જીયોએ ગયા વર્ષે જ 4જી ફીચર ફોન લોન્ચ કર્યો હતો. જીયોના લોન્ચ બાદ રિલાયન્સને ત્રીજા ત્રણમહિનામાં જ 500 કરોડનો ફાયદો થયો. અમેરિકાની સૌથી મોટી ચિપ નિર્માતા કંપની ક્વાલકોમ સાથે જીયોની વાતચીત ચાલી રહી છે. આ લેપટોપ વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે અને ભારતીય બજાર માટે તેને બિલ્ટ-ઇન સેલ્યુલર કનેક્શન સાથે લોન્ચ કરવામાં આવશે.

ક્વાલકોમ ટેકનોલોજીના પ્રોડક્ટ મેનેજમેન્ટ, સીનિયર ડાયરેક્ટર Miguel Nunes એ જણાવ્યું કે, ‘અમે જીયો સાથે વાતચીત કરી રહ્યા છીએ. તે અમારા ડિવાઇઝ લઇ તેને ડેટા અને કન્ટેન્ટ સાથે જોડી શકે છે.’ આ ઉપરાંત ચિપનિર્માતા Internet of Things બ્રેંડ સાથે સેલ્યૂલર કનેક્તિવિટી વાળા સ્નેપડ્રેગન 835 વાળા લેપટોપ લાવવા માટેની વાત પણ ચાલી રહી છે.

ક્વાલકોમ પહેલાથી જ દુનિયાની દિગ્ગજ કંપનીઓ એચપી, આસુસ અને લેનેવો જેવા લેપટોપ બનાવવા વળી કંપનીઓ સાથે મળીને કામ કરી રહી છે. આ ઉપરાંત દુનિયાના 14 મોટા ઓપરેટર્સે પણ આ નવી પહેલ સાથે જોડવામાં રૂચી બતાવી છે. જોકે જોયો દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

Gujarat Government Advertisement

Related posts

મોકો/ Honda Activa પર શાનદાર ઑફર! ડાઉન પેમેન્ટ ભર્યા વિના ઘરે લઇ આવો સ્કૂટર અને મેળવો બંપર કેશબેક

Bansari

ટેકનોલોજી: માઈક્રોસોફ્ટે Windows 11 કર્યું લોન્ચ, સ્ટાર્ટ મેન્યુ સહિત આટલા કર્યા છે ફેરફાર

Pravin Makwana

સાવધાન / શું તમે તમારા બેંક સંબંધિત કામ ફોનથી કરો છો? જો જવાબ હાં હોય તો આ ટ્રિકથી રહો સચેત, થઇ શકે છે રૂપિયાની ઉચાપત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!