મોટી સ્ક્રીનવાળો સસ્તો સ્માર્ટફોન લાવશે Jio, ફીચર અને યૂઝર્સ પર એક નજર

રિલાયન્સ જિયો (Reliance Jio) મોટી સ્ક્રીનવાળો સસ્તો સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે. મોટી સ્ક્રીનવાળો કિફાયતી સ્માર્ટફોન લાવવા માટે રિલાયન્સ જિયો ભાગીદારો સાથે મળીને કામ કરી રહી છે. આ સ્માર્ટફોન દ્વારા રિલાયન્સ જિયો એવા ગ્રાહકોને ટાર્ગેટ કરવા ઈચ્છે છે, જે ફીચર ફોનથી 4G સ્માર્ટફોનમાં અપગ્રેડ થવા માંગે છે. એટલેકે કંપની એવા ગ્રાહકોને ટાર્ગેટ કરશે, જેની પાસે અત્યારે ફીચર ફોન છે, પરંતુ તેઓ 4G સ્માર્ટફોન ખરીદવા ઈચ્છે છે. આ માહિતી કંપનીના એક ટૉપ એક્ઝિક્યૂટીવે આપી છે.

રિલાયન્સ જિયોમાં ચેનલ ડેવલપમેન્ટના હેડ સેલ્સ સુનીલ દત્તે ઈકોનૉમિક ટાઈમ્સને જણાવ્યું, ‘અમે ભાગીદાર સાથે મળીને કામ કરવાના પ્રયત્ન કરી રહ્યાં છે, જે 4G સ્માર્ટફોનમાં શિફ્ટ થવાની ઈચ્છા રાખનારી એક મોટી આબાદી માટે લૉર્જ સ્ક્રીનવાળા સસ્તા સ્માર્ટફોન લાવી શકે. જેનાથી લોકો કિફાયતી સ્માર્ટફોન પર શાનદાર કનેક્ટિવિટી અને સારા કન્ટેન્ટનો અનુભવ કરી શકે. તેમણે કહ્યું કે અમે કેટલાંક મહિનાના અંતરાલમાં કઈક નવુ લઇને આવીશું.

ઈકોનૉમિક ટાઇમ્સે હાલમાં એક સમાચાર પ્રકાશિત કર્યા હતા કે રિલાયન્સ જિયો ઘરેલુ સ્તર પર 10 કરોડ સ્માર્ટફોન તૈયાર કરવા માટે અમેરિકાની કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરર Flex સાથે વાતચીત કરી રહી છે. અત્યારે ફીચર ફોન ઉપયોગ કરનારા લોકો સુધી પહોંચ બનાવીને રિલાયન્સ જિયો ઝડપથી પોતાની માર્કેટ હિસ્સેદારી વધારવા ઈચ્છે છે. રિલાયન્સ જિયો Apple, Samsung, Xiaomi, અને Oppo જેવી ટૉપ કંપનીઓ સહિત કેટલીક હેન્ડસેટ બ્રાન્ડ્સ સાથે મળીને કામ કરે છે. આ પાર્ટનરશિપ હેઠળ રિલાયન્સ જિયો ફર્સ્ટ ટાઇમ બાયર્સ માટે સ્માર્ટફોનની કિંમત ઘટવા માટે ઑફર્સ આપે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter