જલ્દી કરો! Jioએ આપી આ શાનદાર ન્યૂ યર ગિફ્ટ, બીજી વાર નહી મળે આવી તક

Reliance jio

રિલાયન્સ જિયો નવા વર્ષે પોતાના ગ્રાહકો માટે અનેક ઑફર્સ લઇને આવ્યું છે. 399 રૂપિયાના રિચાર્જ પર 100 ટકા કેશબેક તો મળી જ રહ્યું ચે પરંતુ સાથે જ જો તમે નવા કસ્ટમર બનવા માગતા હોય તો તમારી પાસે સારી તક છે. રિલાયન્સ જિયો ‘જિયોફોન ન્યૂ યર ઑફર’ લઇને આવ્યું છે. જેમાં યુઝર્સને નવા જિયોફોનની સાથે ફ્રી ડેટા અને કૉલિંગ મળશે.

જિયોફોન ન્યૂ યર ઑફરમાં નવા કસ્ટમર્સને ફક્ત 501 રૂપિયામાં જિયો ફોન મળશે અને આગામી 6 મહિના માટે ફક્ત 99ના વાઉચર આપવામાં આવશે. આ રીતે નવા જિયોફોનની સાથે 6 મહિના સુધી વૉઇસ કૉલિંગ અને ડેટા ફક્ત 1095 રૂપિયામાં મળશે. જો કે આ સ્કીમ મોનસૂન હંગામા ઑફર સાથે સંબંધિત છે તેથી નવા જિયોફોનના બદલે તમારે કોઇપણ જૂનો ફિચર ફોન એક્સચેન્જ કરાવાનો રહેશે.

આ રીતે મેળવો ન્યૂ યર ઑફરનો લાભ

આ ઑફરનો લાભ લેવા માટે તમારે જિયોની ઑફિશિયલ વેબસાઇટ પરથી 1095 રૂપિયાનું જિયો ફેસ્ટિવ કાર્ડ ખરીદવું પડશે. તે બાદ કંપની તમને કાર્ડ ડિલિવર કરશે અથવા તો ઑફિશિયલ સાઇટ પર જઇને તમારે તેને કલેક્ટ કરવાનું રહેશે. આ કાર્ડ સાથે તમારે તમારો કોઇ જૂનો ફિચર ફોન (ચાર્જર સાથે) એક્સચેન્જ કરવાનો રહેશે. તો જ તમે આ ઑફરનો લાભ લઇ શકો છો.

12 મહિના માટે માન્ય છે કાર્ડ

જિયો ફેસ્ટિવ ગિફ્ટ કાર્ડ 12 મહિના માટે માન્ય હશે અને આ દરમિયાન તેની મદદથી નવો જિયો ફોન લઇ શકાશે. તમારા ફેમિલી મેમ્બર્સ અથવા મિત્રને નવા વર્ષની ભેટ આપવા માટે આ એક સારો વિકલ્પ કહી શકાય. આ ઑફર વિના પણ તમે 501 રૂપિયામાં જિયોફોન એક્સચેન્જ સાથે ખરીદી શકો ચો પરંતુ 1095 રૂપિયામાં 6 મહિનાની સર્વિસ તમને નહી મળે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter