GSTV
Home » News » એરટેલને પછાડી આ કંપની બની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

એરટેલને પછાડી આ કંપની બની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

રિલાયન્સ ઈન્ડ્સ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જીયો દેશની બીજા નંબરની કંપની બની છે. જીયો યુઝર્સ બેઝના મામલે ભારતી એરટેલને પછાડી દેશની બીજા નંબરની ટેલિકોમ કંપની બની ગઈ છે. જીયોનાં 30.6 કરોડ યુઝર્સ છે. જ્યારે આઈડિયા-વોડાફોન જીયોથી આગળ છે. એરટેલ પાસે 28.4 કરોડ સબસ્ક્રાઈબર્સ છે. જ્યારે વોડાફોન-આઈડિયાએ ડિસેમ્બર 2018માં 38.7 કરોડ સબસ્ક્રાઈબર્સની જાહેરાત કરી હતી.

ટેલિકોમ ઈન્ડ્સ્ટ્રીઝનાં એક્સપર્ટ્સનું માનવું છેકે, જીયો જલ્દીથી વોડાફોન-આઈડિયાથી આગળ નીકળી જશે. અમુક ક્વાર્ટર બાદ જીયો વોડાફોન-આઈડિયાને પાછળ છોડી દેશે. ભારતીય ટેલિકોમ સેક્ટરમાં સતત બે વર્ષ સુધી સ્થાન ટકાવી રાખનારી એરટેલના ગ્રાહકોમાં ઘટાડો ચિંતાજનક છે. ગયા વર્ષનાં મધ્ય સુધી એરટેલ જ દેશની નંબર 1 ટેલિકોમ કંપની હતી. તો વોડાફોન-આઈડિયાનાં મર્જર બાદ બનેલી કંપનીને કારણે એરટેલ બીજા નંબર પર પહોંચી ગઈ હતી.

રિલાયન્સ જીયોનો તેજ ગ્રોથ સસ્તા ટેરિફ પ્લાન્સના દમ પર છે. 2016માં લોન્ચિંગ સાથે જ કંપનીએ નજીવી કિંમત પર ટેરિફ પ્લાન્સ અને ફ્રી વોઈસ કોલની સેવા આપી હતી. જેપી મોર્ગનનાં રિપોર્ટ મુજબ, જીયોએ જાન્યુઆરી-માર્ચ 2019માં 2.7 કરોડ નવા ગ્રાહકો જોડ્યા હતા.

Related posts

થરાદમાં ગટરનાં પાણીનાં ત્રાસને લઈને સ્થાનિક મહિલાઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

Mansi Patel

દિવાળીનાં તહેવારમાં ફટાકડાની ખરીદીમાં મંદીનો માહોલ

Mansi Patel

કોંગ્રેસના સંકટમોચક ડી.કે.શિવકુમારને મની લોન્ડ્રિંગ કેસમાં મોટી રાહત, દિલ્હી હાઇકોર્ટે આપ્યાં જામીન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!