GSTV

Jioનો ધડાકો : લૉન્ચ કર્યા એવા પ્લાન કે વારંવાર રિચાર્જની ઝંઝટ નહી રહે, હાઇસ્પીડ ડેટા સાથે મળશે આ ફાયદા

Reliance jio

Last Updated on January 24, 2019 by Bansari

જો તમે પણ જિયો યુઝર હોવ તો જિયોએ પોતાના યુઝર્સને એક ભેટ આપી છે. રિલાયન્સ જિયોએ જિયોફોન યુઝર્સ માટે વધુ વેલિડીટી વાળા ટેરિફ પ્લાન લૉન્ચ કર્યા છે. જિયોફોન મોનસૂન હંગામા ઑફર હેઠળ જિયોફોન માટે લૉન્ચ કરવામાં આવેલા બે પ્લાનની વેલીડીટી 6 મહિના અને 3 મહિના છે.

જણાવી દઇએ કે આ બે પ્લાનમાંથી એક જ પ્લાન નવો છે જ્યારે 594 રૂપિયાનો પ્લાન અગાઉ જેવો જ છે. જિયોએ 594 રૂપિયા અને 297 રૂપિયાના બે પ્લાન લૉન્ચ કર્યા છે. તેમાંથી 594 રૂપિયાના પ્લાનની વેલીડીટી 6 મહિના અને 297 રૂપિયાના પ્લાનની વેલીડીટી 3 મહિના છે.

594 રૂપિયાના પ્લાનની વેલીડીટી 168 દિવસની હશે. આ અનલિમિટેડ ડેટા પ્લાનમાં દરરોજ અડધો જીબી હાઇસ્પીડ ડેટા મળશે. તે બાદ ગ્રાહકને 64 કેબીપીએસની સ્પીડ પર ડેટા મળશે.

297 રૂપિયાના પ્લાનમાં પણ દરરોડ અડધો જીબી ડેટા જ મળશે. આ પ્લાનની વેલીડીટી 84 દિવસની રહેશે. બંને પ્લાન્સમાં ગ્રાહકોને ફ્રી વૉઇસ કોલિંગ, ફ્રી એસટીડી, દર મહિને 300 એસએમએસ અને જિયોની તમામ એપ ફ્રી મળશે.

જિયો ફોન માટે લૉન્ચ થયેલા બંને પ્લાનને જિયોની વેબસાઇટ, માય જિયો એપ અને સ્ટોર પરથી રિચાર્જ કરાવી શકાશે. જણાવી દઇએ કે બંને પ્લાન્સ ત્યારે જ કામ કરશે જ્યારે જિયોનું સિમ કાર્ડ જિયોના જિયો ફોન અથવા જિયોફોન 2માં હશે.

Read Also

Related posts

Dark circles/ આંખ નીચે બનેલ ડાર્ક સર્કલ અને પિમ્પલ્સનો ઈલાજ છે બટાકા, બસ આ રીતે કરવાનો રહેશે ઉપયોગ

Damini Patel

જૂનાગઢે રંગ રાખ્યો, ટાર્ગેટ કરતા વધારે ટકા રસીકરણ : તમારા જિલ્લામાં કેટલાં ટકા થયું vaccination? જાણો સંપૂર્ણ વિગત

Dhruv Brahmbhatt

હથેળીમાં આ બદલાવ દેખાય તો સમજો મૃત્યુ છે નજીક, મરતા પહેલા મળે છે આવા સંકેત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!