GSTV
Home » News » Vodafone-Airtel કરતાં હજું પણ સસ્તું છે Reliance Jio, લૉન્ચ કર્યા આ બે ધાંસૂ પ્લાન

Vodafone-Airtel કરતાં હજું પણ સસ્તું છે Reliance Jio, લૉન્ચ કર્યા આ બે ધાંસૂ પ્લાન

વોડાફોન-આઇડિયાએ અન્ય નેટવર્ક પર કરવામાં આવતા કૉલ માટે પ્રતિ મિનિટ 6 પૈસા ચાર્જીસ લગાવવાની ઘોષણા કરી છે. વોડાફોન-આઇડિયાએ કહ્યું છે કે ઓન-નેટ કૉલિંગની FUP લિમિટ પૂરી થયા બાદ દરેક કૉલ માટે 6 પૈસા પ્રતિ મિનિટના દરે ચાર્જ લેવામાં આવશે. આ રિલાયન્સ જિયોના IUC જેવો જ છે.

પરંતુ જ્યારે આવા ચાર્જ રિલાયન્સ જિયો તરફથી વધારવામાં આવ્યાં હતા, ત્યારે અન્ય કંપનીઓ તરફથી સવાલ ઉઠાવવામાં આવ્યાં હતાં, પરંતુ હવે તેમણે પણ આ જ પ્રકારના ચાર્જીસ વધાર્યા છે. જે સમયે ટેરિફ વધારવામાં આવ્યાં તે સમયે પણ રિલાયન્સ જિયો, અન્ય સર્વિસ પ્રોવાઇડરના મુકાબલે 20 ટકા સસ્તુ હતુ. હવે નવા ટેરિફ બાદ પણ જિયો અન્ય પ્રોવાઇડર કરતાં 25 ટકા સસ્તુ હશે.

વોડાફોન આઇડિયા ત્રણ ડિસેમ્બરથી મોબાઇલ સેવાઓના દર વધારશે. વોડાફોન-આઇડિયા સાથે એરટેલે 1 ડિસેમ્બરથી દરો વધારવાની ઘોષણા પહેલાં જ કરી હતી. પરંતુ રવિવારે જણાકારી આપવામાં આવી કે 3 ડિસેમ્બરથી આ દર વધારવામાં આવશે. વોડાફોન-આઇડિયાએ પ્રીપેડ પ્લાન્સ માટે 2 દિવસ, 28 દિવસ, 84 દિવસ, 365 દિવસની વેલીડીટી સાથે નવી યોજનાઓની ઘોષણા કરી છે.

એક ગણતરી અનુસાર નવા પ્લાન્સ પહેલાના પ્લાન્સની તુલનામાં 42 ટકા મોંઘા હશે. વોડાફોન આઇડિયા લિમિટેડે કહ્યું કે 2 ડિસેમ્બર રાતે 12 વાગ્યાથી નવા ટેરિફ લાગૂ થશે.

રિલાયન્સ જિયોના બે નવા પ્લાન્સ

રિલાયન્સ જિયોએ બે નવા પ્લાન ઉતાર્યા છે. તેમાં એક પ્લાન 351 રૂપિયાનો છે અને બીજો 199 રૂપિયાનો છે. આ બંને પ્લાન પ્રીપેડ છે. જો તમારા વર્તમાન પ્લાનમાં ઇસ્પીડ ડેટા પૂરો થઇ ગયો હોય તો તમે આ પ્લાન યુઝ કરી શકો છો.

જિયોના આ પ્લાનમાં ડેટા સાથે ટીવી વીડિયો કૉલિંગ અને અનલિમિટેડ વૉઇસ કૉલિંગની સુવિધા મળે છે. 351 રૂપિયાના પ્લાનમાં 10 એમબીપીએસની સ્પીડે 50 જીબી ડેટા છે. જિયો ફાઇબરનું રિચાર્જ 30 દિવસ માટે વેલીડ છે.

સાથે જ 199 રૂપિયાના પ્લાનમાં 100 એમબીપીએસની સ્પીડથી અનલિમિટેડ ડેટાનો લાભ મળશે. તેની વેલીડીટી માત્ર 7 દિવસની છે. 351 રૂપિયાનો પ્લાન ટેસ્સ સાથે તમને 414.18 રૂપિયામાં મળશે.

Read Also

Related posts

શું તમે કેન્ડલ લાઈટ ડિનર પર વારંવાર જાવ છો? તો આ ભોજન બની શકે છે મોતનું કારણ? જાણો કંઈ રીતે

Mansi Patel

ધરતી પરની એક જગ્યા જેના પર કોઈ દેશનો નથી અધિકાર, એક ભારતીય બન્યો હતો આ દેશનો “રાજા”

pratik shah

મંદીના અજગર ભરડા પર રઘુરામરાજન બોલ્યા, ‘વડાપ્રધાનના મંત્રીઓ પાસે કોઈ શક્તિ નથી’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!