GSTV

હવે વાત કરવી પણ મોંઘી થઈ: એરટેલ- VI પછી રિલાયન્સ જિયોનો મોબાઇલ રિચાર્જ પ્લાન થયો મોંઘો, આટલા રૂપિયા વધ્યા ભાવ

Jio

Last Updated on November 28, 2021 by GSTV Web Desk

એરટેલ અને વોડાફોન-આઇડિયા (VI)ની જેમ રિલાયન્સ જિયોનું મોબાઇલ રિચાર્જ મોંઘુ થઈ ગયું છે. એક રિપોર્ટ અનુસાર દેશની સૌથી મોટી પ્રાઈવેટ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર રિલાયન્સ જિયોએ તેના ટેરિફમાં 21 ટકાનો વધારો કર્યો છે. રિચાર્જ પ્લાનના નવા દર 1 ડિસેમ્બરથી લાગુ થશે.

જિયો

તાજેતરમાં ભારતી એરટેલ અને વોડાફોન-આઈડિયાએ ટેરિફ દરોમાં વધારો કર્યો છે. આ વધારા સાથે એવી અટકળો ચાલી રહી હતી કે રિલાયન્સ જિયો પણ આવું પગલું ભરી શકે છે. એવું જોવામાં આવ્યું છે કે જ્યારે કોઈ સર્વિસ પ્રોવાઈડર કંપની ટેરિફના દરમાં વધારો કરે છે, ત્યારે અન્ય કંપનીઓ પણ તે જ પગલાને અનુસરે છે. તેથી Jio પણ દર વધારાની આ રેસમાં જોડાઈ ગયું છે. પહેલા એરટેલ અને પછી વોડા-આઈડિયાએ ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો.

કેટલો વધ્યો ભાવ

તેની સાથે જિયોના અલગ-અલગ પ્લાનમાં 31 રૂપિયાથી લઈ 480 રૂપિયા સુધીનો વધારો થઈ ગયો છે. જીયોફોન માટે ખાસ લાવવામાં આવેલા 75 રૂપિયાના જૂના પ્લાનની નવી કિંમત હવે 91 રૂપિયા હશે. જ્યારે અનલિમિટેડ પ્લાન માટે 129 રૂપિયાનો ટેરિફ પ્લાન હવે 155 રૂપિયામાં ઉપલબ્ધ થશે. એક વર્ષની વેલિડિટી પ્લાનમાં દરોમાં સૌથી વધુ વધારો થયો છે. પહેલા આ પ્લાન 2399 રૂપિયામાં ઉપલબ્ધ હતો, પરંતુ હવે ગ્રાહકે તેના માટે 2879 રૂપિયા ખર્ચવા પડશે.

ડેટા એડ-ઓન પ્લાન્સ પણ મોંઘો

રિલાયન્સ જિયોના ડેટા એડ-ઓન પ્લાનના દરમાં પણ વધારો થયો છે. હવે 6 જીબીવાળા 51 રૂપિયાના પ્લાન માટે 61 રૂપિયા અને 101 વાળા 12 જીબીવાળા એડ-ઓન પ્લાન માટે 121 રૂપિયાનો ખર્ચ થશે. સૌથી મોટો 50 જીબી પ્લાન પણ 50 રૂપિયા મોંઘો થઈ 301 રૂપિયાનો થઈ ગયો છે.

એરટેલ અને વીઆઈના પ્લાન્સ 500 રૂપિયા સુધી મોંઘુ

એરટેલ અને વીઆઈના ગ્રાહકો માટે હવે કોલ અને ઈંટરનેટ સર્વિસ મોંઘી થઈ ગઈ છે. કંપનીના તમામ 12 પ્રિપેડ પ્લાન મોંઘા કરી દીધા છે. આ પ્લાન્સમાં ઓછામાં ઓછા 20 રૂપિયાનો વધારો થયો છે. તો વળી 500 રૂપિયા સુધી તેનો ભાવ વધી ગયો છે. જો વાર્ષિક પ્લાનની સરખામણી કરીએ તો, આપ ઈયરલી પ્લાન માટે આપને 500 રૂપિયા વધારે ચુકવવા પડશે.

Read Also

Related posts

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

EDના દરોડા પર CM ચન્નીનો મોટો આરોપ/ મને પણ ફસાવાની હતી કોશિશ, જતાં જતાં EDના અધિકારીઓએ કહ્યું હતું- પીએમ સુરક્ષા ચૂક યાદ રાખજો

Pravin Makwana

વેપાર ઘટ્યો, મુશ્કેલીઓ વધી / સોના-ચાંદીના ધંધામાં લાગ્યો કોરોનારૂપી કાટ, લગ્નસરાની સિઝન હોવા છતા મંદીનો માહોલ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!