GSTV
Home » News » Jio યુઝર્સને મોટો ઝટકો : હવે આટલી સસ્તી નહી મળે ઇન્ટરનેટ સેવા, ટેરિફ પ્લાનની કિંમતોમાં થશે વધારો

Jio યુઝર્સને મોટો ઝટકો : હવે આટલી સસ્તી નહી મળે ઇન્ટરનેટ સેવા, ટેરિફ પ્લાનની કિંમતોમાં થશે વધારો

પોતાના તમામ ખર્ચાઓ માટે રિલાયન્સ જિયોને આ નાણાકીય વર્ષે ભારે રોકાણની જરૂરિયાત છે અને આ જ કારણે તે પોતાની સેવાઓના ટેરિફ પ્લાનમાં વધારો કરી શકે છે. હાલ રિલાયન્સ જિયાનો ગ્રાહકે ઘણા ઓછા ભાવે તમામ ટેલિકોમ સેવાઓનો લાભ મળી રહ્યો છે.

રિલાયન્સ જિયોના મંથલી પ્લાન 49 રૂપિયાથી શરૂ થાય છે. તેના અંતર્ગત ફ્રી વોઇસ કોલીંગ અને 50 મેસેજ મળે છે. જિયો એપ્સની અનલિમિટેડ એક્સસ મળે છે અને તેની વેલીડીટી 28 દિવસની હોય છે. આ પેકમાં ફક્ત 1 જીબી ડેટા મળે છે.

એક અહેવાલ અનુસાર આ નાણાકીય વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં રિલાયન્સ જિયોને આશરે 21,500 કરોડ રૂપિયાના રોકાણની જરૂરિયાત છે. સમગ્ર વર્ષ દરમિયાન રિલાયન્સ જિયોને આશરે 70 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જરૂર છે. જિયોએ પોતાના લોન્ગ ટર્મ કેપેસિટી સોદાઓ માટે એક વર્ષની અંદર આશરે 9 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની જરૂર છે.

jio high speed data

પ્રતિસ્પર્ધી વોડાફોન-આઇડીયા અને ભારતી એરટેલના મૂડી રોકાણની યોજનાની સરખામણીમાં જિયોએ ભારે રોકારણ કરવાની જરૂરિયાત છે. જેપી મોર્ગને પોતાના ક્લાયન્ટ્સને મોકલેલી એક નોટમાં જણાવ્યું છે કે જિયો દ્વારા કિંમતો વધારવાના અણસાર છ અથવા નવ મહિના પહેલાની તુલનામાં હવે વધુ છે. ગત બે-ત્રણ વર્ષથી જિયોએ સતત રોકાણમાં વધારો કરવો પડી રહ્યો છે તેવામાં હવે તેના માટે જિયોએ સેવાઓના ભાવ વધારવાની જરૂરિયાત છે.

Read Also

Related posts

બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પોતાનું જ પ્લેન તોડી પાડનારા વાયુસેનાના પાંચ અધિકારીઓ દોષિત

Mayur

ચિદમ્બરમની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમમાંથી કોઈ પણ પ્રકારની રાહત નહીં

Mayur

બેંકિંગ સેક્ટરની હાલત ખરાબ, દુનિયાની આ સૌથી મોટી બેંકે ભારતમાંથી 150 લોકોની કરી છટણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!