GSTV
Home » News » Jio યુઝર્સ થઇ જાઓ તૈયાર, નવા વર્ષે મળશે આ શાનદાર ગિફ્ટ્સ

Jio યુઝર્સ થઇ જાઓ તૈયાર, નવા વર્ષે મળશે આ શાનદાર ગિફ્ટ્સ

jio-gigafiber

2019નું વર્ષ જિયો યુઝર્સ માટે ખૂબ જ ધમાકેદાર સાબિત થશે કારણ કે રિલાયન્સ જિયો 2019થી ફક્ત ગીગા ફાઇબર સર્વિસ જ શરૂ કરવા નથી જઇ રહ્યું પરંતુ VoWi-Fi સર્વિસ પણ લૉન્ચ કરશે જેના દ્વારા લોકો નેટવર્ક વિના પણ કૉલ કરી શકશે.
જિયો નવા વર્ષે ગ્રાહકો માટે કયા ખાસ ગિફ્ટ્સ અને સુવિધાઓ લઇને આવશે ચાલો જાણીએ….

VoWiFi સર્વિસ

જિયોએ તાજેતરમાં જ ઘોષણા કરી હતી કે તે ટૂંક સમયમાં પોતાની પબ્લિક Wi-Fi સર્વિસ શરૂ કરશે. રિપોર્ટ્સ અનુસાર, હાલ જિયો મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરલ જેવા અલગ રીઝનમાં પોતાની વૉઇસ ઓવર Wi-Fi સર્વિસને ટેસ્ટ કરી રહ્યું છે. VoWi-Fiની મદદથી યુઝર્સ સેલ્યુલર કનેક્ટીવીટી પર આધાર રાખ્યા વિના વૉઇસ કૉલ કરી શકશે. હાલના સમયમાં વૉટ્સએપ જેવી થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરતા તે શક્ય બન્યુ છે પરંતુ આ સર્વિસ લૉન્ચ થયા બાદ યુઝર્સને ડૉયલર એપમાં જ એક વિકલ્પ મળશે.

મોટી સ્ક્રીન વાળો સ્માર્ટફોન

રિલાયન્સ જિયો (Reliance Jio) મોટી સ્ક્રીનવાળો સસ્તો સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે. મોટી સ્ક્રીનવાળો કિફાયતી સ્માર્ટફોન લાવવા માટે રિલાયન્સ જિયો ભાગીદારો સાથે મળીને કામ કરી રહી છે. આ સ્માર્ટફોન દ્વારા રિલાયન્સ જિયો એવા ગ્રાહકોને ટાર્ગેટ કરવા ઈચ્છે છે, જે ફીચર ફોનથી 4G સ્માર્ટફોનમાં અપગ્રેડ થવા માંગે છે. એટલેકે કંપની એવા ગ્રાહકોને ટાર્ગેટ કરશે, જેની પાસે અત્યારે ફીચર ફોન છે, પરંતુ તેઓ 4G સ્માર્ટફોન ખરીદવા ઈચ્છે છે.

Jio GigaFiber સર્વિસ

જિયોએ પોતાની ગીગાફાઇબર સર્વિસની ઘોષણા જુલાઇ 2018માં કરી હતી અને ઓગસ્ટથી તેના માટે રજીસ્ટ્રેશન પણ શરૂ થઇ ચુક્યા હતાં પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે કંપની પોતાની આ હાઇ સ્પીડ બ્રૉડબેન્ડ સર્વિસને નવા વર્ષમાં લૉન્ચ કરી શકે છે. આ બ્રોડબેન્ડ સર્વિસ દેશના 1100 શહેરમાં લૉન્ચ કરવામાં આવશે. કંપનીએ આ સર્વિસ માટે 50 મિલિયન કનેક્શનનો ટાર્ગેટ રાખ્યો છે. આ સર્વિસની સેવા લેવા માટે યુઝરે જિયો ડૉટ કોમ પર લૉગ ઇન કરવુ પડશે. આ ઉપરાંત માય જિયો એપ પરથી પણ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.

5જી સર્વિસ


તેવી પણ ખબરો મળી રહી છે કે રિલાયન્સ જિયો સ્પેક્ટ્રમ એલોકેશનના 6 મહિનાની અંદર 5જી સર્વિસ લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જો કે આ સર્વિસ 2019-20માં આવશે પરંતુ મોટાભાગના લોકો માટે સસ્તી સર્વિસ ભારતમાં 2021થી મળશે.

Read Also

Related posts

ક્રૂર પિતા : પત્ની અને દિકરીને ચાર દિવસ સુધી બંધક બનાવી ભૂખી રાખી

Mayur

કે.સી.પટેલનું રિપોર્ટ કાર્ડ : મોદી લહેરમાં વિજયી બનેલા સાંસદે પોતાના વિસ્તારમાં શું કર્યું ?

Mayur

આ બેઠક પર કડવા પાટીદાર વચ્ચે જંગ વચ્ચે લોકસભામાં લોકો કોનું મોઢુ મીઠું કરાવશે

Alpesh karena