GSTV
Home » News » રિલાયન્સ જિયોએ લોન્ચ કરી નવી જોરદાર એપ, એક સાથે 10 લોકોને થશે ફોન

રિલાયન્સ જિયોએ લોન્ચ કરી નવી જોરદાર એપ, એક સાથે 10 લોકોને થશે ફોન

રિલાયન્સ જીયોએ હવે જીયો ગ્રુપ ટોક નામની એપ લોંચ કરી છે. આ એપની મદદથી એડ્રોઇડ યુઝર ગ્રુપ કોન્ફરન્સ કોલ કરી શકે છે. જીયો ગ્રુપ ટોક એપમાં યુઝર એકસાથે 10 લોકો સાથે કોન્ફરન્સ કોલ કરી શકે છે. આ એપમાં લેક્ચર મોડ થી લઇને મ્યુટ મોડ જેવા ફીચર આપવામાં આવ્યા છે. જોકે હાલ આ એપનું ટ્રાયલ વર્ઝન જ લોન્ચ કરવામાં આવ્યું છે. જીયોએ જણાવ્યું હતું કે ટ્રાયલ થયા બાદ આનું કોમર્શિયલ વર્ઝન ટુંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. આ એપ HD વોઇસ કોલને સપોર્ટ કરે છે.

એપનું ટ્રાયલ વર્ઝન કોન્ચ કરવામાં આવ્યું

ઉલ્લેખનિય છેકે આ એપનો ઉપયોગ માત્ર જીયો યુઝર જ કરી શકશે. જીયો ગ્રુપ ટોક એપ હાલ માત્ર એન્ડ્રોઇડ યુઝર માટે જ લોન્ચ કરવામાં આવી છે, એટલે કે iOS યુઝરે હજી રાહ જોવી પડશે. એપનું ટ્રાયલ વર્ઝન કોન્ચ કરવામાં આવ્યું હોવાના કારણે આમાં HD કોલીંગનો લાબ નહી મળે, પરંતું ઉપયોગ કરી શકાશે. આ એપને ડાઉનલોડ કર્યા બાદ યુઝરે પોતાનો જીયો નમ્બરનાખવાનો રહેશે, જેના પર OTP આવશે તે એપમાં એન્ટર કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેંશે. આ રજીસ્ટ્રેશન કર્યાબાદ જીયો યુઝર આ એપનો ઉપયોગ કરી શકશે.

યુઝર એકસાથે 10 લોકો સાથે કોન્ફરન્સ કોલ કરી શકે છે

આ એપનો ઉપયોગ પહેલાં ચકાસણી કરી લેવી જોઇએ કે તમારૂ જીયો સીમ ચાલું છે કે નહી તથા તેમાં મેસેજ અને કોલીંગ સુવીધા ચાલું છે કે નહી. રિલાયન્સે જીયો ગ્રુપ ટોક એપને જીયો યુઝર્સ માટે વન ટચ મલ્ટી પાર્ટી કોલીંગ એપ્લીકેશનની આધાર પર બનાવી છે. યુઝર એકસાથે 10 લોકો સાથે કોન્ફરન્સ કોલ કરી શકે છે,ઉપરાંત આમાં શિડ્યુલનું ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. સમયની બચત માટે એકસાથે 10 લોકોને સિલેક્ટ કરીને કોલ કરી શકો છો. આ ઉપરાંત કોલ કરનાર વ્યક્તિ કોઇ વ્યક્તિને એડ કે રીમોવ કરી શકે છે તથા તે બીજા લોકોને મ્યુટ કરી શકે છે, તેમને ફરી કનેક્ટ કરી શકે છે અને લેક્ચર મોડને પણ ચાલું કરી શકે છે. લેક્ચર મોડમાં એક વ્યક્તિ બોલી શકે છે તથા બાકીના લોકો માત્ર સાંભળી જ શકે છે. હાલના સમયમાં જીયો ગ્રુપ ટોક એપમાં માત્ર વોઇસ કોલની સુવિધા ઉપલબ્ધ છે, ભવિષ્યમાં ગ્રુપ વીડિયો કોલીંગ તથા ચેટીંગ જેવી સુવીધા પણ આપવામાં આવી શકે છે.

Related posts

જિયો લોન્ચ કરશે નવો પ્રોજેક્ટ, વપરાશકર્તાને થશે અનેક ફાયદા

Dharika Jansari

મુંબઈમાં ભારે વરસાદના કારણે લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનને અસર

Mayur

વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીને લઈ રાજ્ય સરકારે અપનાવ્યો આ રસ્તો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!