GSTV
Gujarat Government Advertisement

Jioનો વધુ એક ધડાકો : શરૂ કરી આ જબરદસ્ત સર્વિસ, Jioનું સિમ નહી હોય તો પણ કરી શકશો યુઝ

રિલાયન્સ જિયોએ એન્ડ્રોઇડ યુઝર્સ માટે નવી બ્રાઉઝર એપ લૉન્ચ કરી છે. જેનું નામ Jio Browser App રાખવામાં આવ્યું છે. જો તમે વિચારી રહ્યાં હોય કે આ એપ અન્ય એપથી કેવી રીતે અલગ છે અને કેવી રીતે કામ કરે છે તો ચાલો અમે તમને જણાવીએ.

Gujarat Government Advertisement

આ એપ ફક્ત એન્ડ્રોઇડ યુઝર્સ માટે લૉન્ચ કરવામાં આવી છે જેની ખાસ વાત એ છે કે તેનો ઉપયોગ કરવા માટે જિયોનું કનેક્શન હોવું ફરજિયાત નથી. તેનો અર્થ એ છે કે આ એપને કોઇપણ એન્ડ્રોઇડ યુઝર્સ યુઝ કરી શકે છે.

રિલાયન્સ જિયોએ જણાવ્યા અનુસાર Jio Browser એક એવું ઇન્ડિયન બ્રાઉઝર છે જેને ઇન્ડિયન યુઝર્સને ધ્યાનમાં લેતા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં હિન્દી સહિત, ગુજરાતી, મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી ભાષાનો સપોર્ટ આપવામાં આવ્યો છે. યુઝર્સ સેટિંગ્સમાં જઇને સરળતાથી ભાષા બદલી શકે છે.

Jio Browser Appની સાઇઝ ફક્ત 4.8MB છે. એપ ખોલતાં જ તેના હોમ પેજ પર યુઝર્સને પોલીટિક્સ, એન્ટરટેઇન્મેન્ટ,સ્પોર્ટસ અને ટેક્નોલોજીની ખબરો મળશે. આ ઉપરાંત તેના બ્રાઉઝરમાં ન્યૂઝ અપડેટ્સ માટે એક ડેડિકેટેડ વીડિયો સેક્શન પણ આપવામાં આવ્યુ છે.

બ્રાઉઝરમાં પ્રાઇવેટ બ્રાઉઝીંગની સુવિધા પણ આપવામાં આવી છે એટલે કે યુઝર્સ ઇનકૉગ્નિટો મોડમાં પણ તેનો ઉપયોગ કરી શકે છે. અન્ય બ્રાઉઝરની જેમ યુઝર્સને Jio Browserમાં પેજને બુકમાર્ક કરવા અને લિંક્સને સોશિયલ મીડિયા દ્વારા શેર કરવાનો ઓપ્શન મળશે.

આ બ્રાઉઝરમાં તમને વૉઇસ ઇનપુટ સપોર્ટ પણ મળશે. તેનો અર્થ છે કે તમે વૉઇસ કમાન્ડ આપીને કંઇ પણ સર્ચ કરી શકો છો. આ ઉપરાંત તમે ટેક્સ્ટ સાઇઝ પણ પસંદ કરી શકો છે.

જણાવી દઇ કે હાલ આ બ્રાઉઝર ફક્ત એન્ડ્રોઇડ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે અને iOS અંગે હજુ કોઇ જાણકારી મળી નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

Bansari

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!