GSTV

રિલાયન્સ Jioની ગ્રાહકોને ભેટ, 1100 શહેરોમાં લૉન્ચ થશે બ્રૉડબેન્ડ સર્વિસ

Last Updated on July 5, 2018 by Bansari

એજીએમમાં રિલાયન્સે જિયો બ્રોડબેન્ડ અને ડીટીએચ સર્વિસની જાહેરાત કરી છે. દેશના 1100 શહેરોમાં જિયો બ્રોડબેન્ડ ફાઈબરની સુવિધા આપવામાં આવશે. સાથે ગીગા ફાઈબરની સુવિધા પણ શરૂ થશે.

એજીએમમાં જિયો ગીગા ટેલિવિઝન પણ લોન્ચ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. બ્રોડબેન્ડ સર્વિસ પણ રિલાયન્સ દ્વારા લોન્ચ કરવામાં આવશે. મુકેશ અંબાણીએ કહ્યું છે કે 1100 શહેરોમાં જિયો બ્રોડબેન્ડ ફાઈબરની સુવિધા આપવામાં આવશે. આકાશ અને ઈશા અંબાણીએ દાવો કર્યો છે કે ફક્ત એક કલાકમાં બ્રોડબેન્ડ સર્વિસ ઈન્સટોલ થઈ જશે. તેમાં ટેલિવિઝન પર એચડી ચેનલ જોવાની સુવિધા પણ મળશે. તેની સાથે વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા પણ ઉપલબ્ધ થશે. બ્રોડબેન્ડ સર્વિસ હેઠળ રાઉટર. સેટ ટોપ બોક્સ અને સ્માર્ટ હોમ સોલ્યુશન્સની ફેસિલીટી પણ મળશે.

જિયો ગિગા ફાઈબરની બીટા ટ્રાયલ પણ શરૂ થઈ ચુકી છે અને પંદરમી ઓગસ્ટથી જિયો ગિગા ફાઈબરનું રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે. જ્યાંથી વધુ રજિસ્ટ્રેશન પ્રાપ્ત થશે ત્યાં સૌથી પહેલા જિયો ગિગા ફાઈબરની સુવિધા શરૂ કરવામાં આવશે. જિયો ગીગા ફાઈબરમાં ઘણાં શાનદાર ફીચર્સ પણ ઉપલબ્ધ કરાવાશે. મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતના નાના કારોબારીઓની સફળતામાં રિલાયન્સ જિયો મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. ફિક્સ લાઈન બ્રોડબેન્ડ મોટા કારોબારને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે.

Related posts

ત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન

Dhruv Brahmbhatt

ગુજરાતના આ શહેરમાં થશે ઉમિયા માતાના ભવ્ય મંદિરનું નિર્માણ, કરાશે અધધ 1500 કરોડનો ખર્ચ

Bansari

કોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!