Reliance Jio પોતાના નવા ગ્રાહકો માટે એક સારી ઓફર લઈને આવ્યુ છે. જે હેઠળ જો ગ્રાહક Postpaid SIM લઈ રહ્યુ છે, તો હવે તેને સિક્યોરિટી મની આપવી પડશે નહી. Reliance Jio એ બીજી કંપીઓના ગ્રાહકોને પોતાની સાથે જોડવા માટે Postpaid કનેક્શનમાં મોટી છૂટ આપવાની જાહેરાત કરી છે. કંપનીના Jio પોસ્ટપેડ સેવા માટે સિક્યોરિટી મની ઝીરો કરી દીધી છે. હવે સિક્યોરિટી એમાઉન્ટ જમા કર્યા વગર જ રિલયન્સ જિયોના પોસ્ટ પેડ ગ્રાહક બની શકો છો.
સુરક્ષા રકમ પણ આપવી પડશે નહી
અધિકારીના જણાવ્યા પ્રમાણે અન્ય કંપનીઓના પોસ્ટપેડ ગ્રાહકોને Jio પોસ્ટપેડ પ્લસ પ્લાન લેવા પર રિલાયન્સ જિયોએ તેમની પ્રથમ વત સમાન અધિકાર સીમાને આગળ વધારવાની યોજના શરૂ કરી છે. તે માટે કંપનીએ કોઈ શુલ્ક લેશે નહી અને તેમના માટે કોઈ સુરક્ષા રકમ પણ આપવી પડશે નહી.
ડિઝ્ની પ્લસ હોટસ્ટારનું ફ્રી સબ્સસ્ક્રિપ્શન
Jio નો પોસ્ટપેડ પ્લાન 399 રૂપિયાથી શરૂ થાય છે. જેમાં સબ્સક્રાઈબરને 75 GB ડેટા મળે છે. સાથે જ નેટફ્લિક્સ, એમેજોન પ્રાઈમ અને ડિઝ્ની પ્લસ હોટસ્ટારનું ફ્રી સબ્સસ્ક્રિપ્શન મળે છે. વર્તમાન સમયમાં જિયોની પાસે 39 કરોડ ગ્રાહક છે. જે દેશની ટેલિકોમ કંપનીઓમાં સૌથી વધારે છે.
આટલુ છે પોસ્ટપેડ ઓફરમાં
Reliance Jio ના 399 રૂપિયાના Postpaid પ્લાનમાં લગભગ 75GB ઈન્ટરનેટ ડેટા મળે છે. સાથે તેમાં અનલિમિટેડ SMS અને બધા નેટવર્ક પર અનલિમિટેડ Voice Call પણ ફ્રી છે. એટલુ જ નહી તમને OTT subscriptionની સભ્યતા પણ મળી રહી છે. જેમાં Amazon Prime ની મેમ્બરશીપ, Hotstar ડિઝ્ની પ્લસ અને Netflix ની સર્વિસ મફત મળે છે. 200GB ડેટા અનલિમિટેડ વેલિડિટી સુધી પણ ઉપલબ્ધ છે.
READ ALSO
- અમદાવાદ / ઝોન 5 DCP દ્વારા 122 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે રાખી NDPSની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ, 6ની ધરપકડ
- જાણો આજનું તા.03.06.2023 શનિવારનું રાશિફળ, આજનું નક્ષત્રઃ વિશાખા
- પાકિસ્તાને માનવતા બતાવી / 200 ભારતીય માછીમારો અને ત્રણ નાગરિક કેદીઓને મુક્ત કરતા ફર્યા વતન પરત
- ઓડિશા ટ્રેન અકસ્માત મામલે CM ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું, કેન્દ્રના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે આયોજિત કાર્યક્રમ સહિત તમામ જાહેર કાર્યક્રમ મોકૂફ
- ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિજભૂષની ઊંઘ હરામ / મહિલા પહેલવાનોએ લગાવેલા આરોપો આવ્યા સામે