GSTV
Home » News » Jio ઈફેક્ટ ભારતમાં ડબલ સ્પીડથી વધી રહ્યા છે ઈન્ટરનેટ યુઝર્સ

Jio ઈફેક્ટ ભારતમાં ડબલ સ્પીડથી વધી રહ્યા છે ઈન્ટરનેટ યુઝર્સ

રિલાયન્સ જીયોએ મોબાઈલની દુનિયામાં રિવોલ્યૂશનરી કામ કર્યુ છે. આજે લગભગ ભારતમાં લગભગ બધા જ લોકો ઈન્ટરનેટ વાપરતા થઈ ગયા છે. રિલાયન્સ જીયોનાં સસ્તા મોબાઈલ ડેટાને કારણે દેશમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા તેજ ગતિએ વધી રહી છે. એક રિપોર્ટ મુજબ, ઈન્ટરનેટનાં કુલ વૈશ્વિક વપરાશકારોમાં ભારતની હિસ્સેદારી 12 ટકા છે.

તેનાથી ભારત ઈન્ટનેટનો ઉપયોગ કરનારા લોકોનો બીજા નંબરનો સૌથી વધુ આબાદી વાળો દેશ બની ગયો છે.  રિલાયન્સ જીયોએ 2016માં સસ્તા ઈન્ટરનેટ પ્લાનની સાથે ભારતીય માર્કેટમાં પગ રાખ્યો હતો. અને પ્રતિસ્પર્ધીઓને પાછળ પાડીને દેશમાં પોતનો દબદબો બનાવી રાખ્યો હતો.

જણાવી દઈએ કે પહેલાં આ સૂચીમાં ચીન પહેલાં સ્થાન પર હતુ. દુનિયાભરમાં લગભગ 3.8 અરબ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. જે વિશ્વની કુલ આબાદીના અડધાથી વધારે છે. તેમાં 21 ટકા ઈન્ટરનેટ ઉપયોક્તાઓની સાથે ચીન પહેલાં સ્થાને છે.

દુનિયામાં બનાવી અલગ ઓળખ

આજે ભારતે પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. 3જી બાદ 4જી અને હવે 5જી ઉપર કામ ચાલી રહ્યુ છે. જ્યાં એક સમયે લોકોની પાસે મોબાઈલ ન હતા. ત્યાં આજે દેશનાં ખૂણે ખૂણામાં મોબાઈલની સાથે સાથે ઈન્ટરનેટની પણ સુવિધા છે. આજે દેશભરમાં જીયોના 30.7 કરોડ યુઝર્સ છે. અને તેમની કનેક્ટીવિટી છેવાડાનાં ગામો સુધી પણ છે. દેશની ઈકોનોમી ગ્રોથમાં પણ જીયોનું યોગદાન છે.

રિલાયન્સ રિટેલ સાથે જીયોની વધશે પહોંચ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના હવાલાથી રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છેકે, અમે એક બાઈબ્રિડ ઓનલાઈન થી ઓફલાઈન વાણિજ્ય મંચ રિલાયન્સના છૂટક કેન્દ્રોને જીયો ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સેવાઓ સાથે જોડીને તૈયાર કરી રહ્યા છીએ. તેનાથી રિલાયન્સ રિટેલ કેન્દ્રો ઉપર 35 કરોડ ગ્રાહકોની પહોંચ રહેશે.

READ ALSO

Related posts

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah

મહેસાણા: વ્યાજખોરો બેફામ, એક વર્ષથી વ્યાજખોરોનાં ત્રાસથી યુવકે જીવન ટુંકાવ્યું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!