રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે, ભારત આ સમયે ડિઝિટલ રિવોલ્યૂશનમાંથી પસાર થઈ રહ્યું છે અને આ મામલે દુનિયામાં આગળ વધતા દેશમાં સામેલ છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, તેમની કંપની જીયો પ્લેટફોર્મ્સ દેશમાં 5G નેટવર્ક સર્વિસને લોન્ચ કરવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે. તેમનું કહેવું હતું કે, દેશમાં 5G સર્વિસ પૂરી રીતે દેશમાં ઉપલબ્ધ ટેક્નોલોજીના આધારે વિકસીત કરવામાં આવશે. તેનાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘આત્મનિર્ભર ભારત યોજના’ને બળ મળશે.

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું ત્રીજા ક્લાર્ટરનું પરિણામ રજૂ કરી દીધું છે. ડિસેમ્બર 2020માં સમાપ્ત થતા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ટેલિકોમ્યુનિકેશન એકમ રિલાયન્સ જીયોનું પ્રદર્શન વધુ શાનદાર રહ્યું છે.

આ સમયમાં ક્વાર્ટર આધાર પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નફામાં 15.5 %નો ગ્રોથ જોવા મળ્યો છે. આ જ ક્વાર્ટરમાં રિલાયન્સ જીયોનો નફો 3489 કરોડ રૂપિયા રહ્યો છે. તેની આવક ક્વાર્ટર આધાર પર 5.3 %ના વધારા સાથે 19,475 કરોડ રૂપિયા રહ્યો છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ જીયો પોતાના ડિઝીટલ પ્લેટફોર્મ દ્વારા સ્વદેશી ટેકનીકના આધારે દેશમાં વિકસીત કરી રહેલ 5G નેટવર્ક સર્વિસને ઉપલબ્ધ કરાવવા માટે ઝડપથી કામ કરી રહી છે. કંપનીનું પુરું ધ્યાન તેના પર છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે, જિયો 5G સર્વિસને ફાયદાકારક બનાવવા અને સામાન્ય લોકોને ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, રિલાયન્સ જીયોની 5G સેવા પ્રધાનમંત્રી મોદીના ‘આત્મનિર્ભર ભારત’ ને કારણે પૂરી કરાશે.

જણાવી દઈએ કે, ડિસેમ્બર 2020ના અંત સુધીમાં રિલાયન્સ જીયો નેટવર્કથી કુલ 41 કરોડ 8 લાખ ગ્રાહકો જોડાઈ ચૂક્યા છે. જીયોનો કુલ ડેટા ટ્રાફિક ક્રમિક રૂપથી 4 % વધી 1,586 કરોડ GB થઈ ગયો છે. જો કે, વોઈસ ટ્રાફિક ક્વાર્ટરમાં ક્રમિક 4.6 % વધી 97,496 કરોડ મિનિટમાં પહોંચ્યો.

જીયો નેટવર્ક પર દર મહિને પ્રતિ ગ્રાહક ડેટાની માંગમાં વધારો થઈ રહ્યો છે. ગત ક્વાર્ટરમાં 12.0 GB ડેટા દર મહિને પ્રતિ ગ્રાહકના મુકાબલે આ ક્વાર્ટરમાં ડેટાની માંગ 12.9 GB રહી છે.

ડિસેમ્બર 2020માં સમાપ્ત ક્વાર્ટરમાં જીયોનો એવરેજ રેવેન્યૂ પ્રતિ યુઝર 151 રૂપિયા પ્રતિ મહિને રહ્યો છે. તે 149થી 150 રૂપિયાના અનુમાનથી વધુ રહ્યો છે. ગત ક્વાર્ટરમાં તે 145 રૂપિયા હતો. ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જીયોના EBITDAમાં ક્વાર્ટરના આધારે 6.4 % વધારો જોવા મળ્યો હતો. અને તે 8483 કરોડ રૂપિયા રહ્યો હતો.
READ ALSO
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી