રિલાયન્સ જીયોએ (Reliance Jio) પોતાના યુઝર્સને એક શાનદાર પ્રીપેડ પ્લાન ઓફર કર્યો છે. જીયોના 4G ડેટા વાઉચર પણ તેમાંથી એક છે. 11 રૂપિયાની શરૂઆતી કિંમતની સાથે આવનાર આ ડેટા વાઉચર્સમાં 12GB સુધી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ પ્લાનની વધુ એક ખાસિયત છે કે તેમાં જીયોથી બીજા નેટવર્ક માટે ફ્રી કોલિંગ મિનિટ્સ પણ મળે છે. આ પ્લાન્સથી રિચાર્જ કરાવીને ડેલી ડેટાના ખતમ થવાની ચિંતા પણ દૂર થઈ જાય છે. તો આવો જાણીએ આ ખાસ 4G ડેટા વાઉચર્સ વિશે.
11 રૂપિયા વાળા ડેટા વાઉચર
રિલાયન્સ જીયોના સૌથી સસ્તા 4G ડેટા વાઉચરની કિંમત 11 રૂપિયા છે. તેમાં 800MB ડેટા આપવામાં આવી રહ્યો છે. કોલિંગ માટે તેમાં 75 ફ્રી મિનિટ્સ મળે છે. તેમને જીયો-ટૂ-નોન જીયો કોલિંગ માટે ઉપયોગ કરવામાં આવી શકે છે.

21 રૂપિયા વાળો પ્લાન
જીયોના આ 4G ડેટા લાઉચરને તમે તમારા એક્ટિવ પ્લાનની સાથે રિચાર્જ કરાવી શકો છો. તેમાં નોન-જીયો નેટવર્ક્સ પર કોલ કરવા માટે 200 મિનિટ્સ મળે છે. પ્લાનમાં ઈન્ટરનેટ બ્રાઉઝીંગ દ્વારા કંપની 2 જીબી ડેટા ઓફર કરી રહી છે.
51 રૂપિયા વાળો પ્લાન
પોતાના એક્ટિવ પ્લાન પર જીયોના આ 4G ડેટા વાઉચરથી રિચાર્જ કરવા પર તમને અલગથી 6 જીબી ડેટા મળશે. જીયોથી બીજા નેટવર્ક્સ પર કોલ કરવા માટે આ પેકમાં 500 ફ્રી મિનિટ્સ આપવામાં આવે છે.
101 રૂપિયા વાળો પ્લાન
જીયોનો આ 4G ડેટા વાઉચર 12જીબી ડેટાની સાથે આવે છે. તમે તેને પોતાના જીયો નંબર પર એક્ટિવ પ્લાનની સાથે અલગથી ટોપ-અપ કરી શકો છો. આ પેકમાં જીયોથી નોન-જીયો નંબર પર કોલ કરવા માટે 1000 ફ્રી મિનિટ્સ આપવામાં આવી રહી છે.

251 રૂપિયા વાળા પ્લાન
જીયોના 4G ડેટા વાઉચર 51 દિવસની વેલિડિટીની સાથે આવે છે. તેમાં કંપની રોજ 2 જીબીના હિસાબથી કુલ 102 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યા છે. પ્લાનમાં કોઈ પ્રકારની કોલિંગ બેનિફિટ નથી મળતો. બાકી ડેટા વાઉચર્સને વેલિડિટીની વાત કરે તો તેમાં તમને એક્ટિવ પ્લાન જેટલી વેલિડિટી ઓફર કરવામાં આવી રહી છે.
Read Also
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી