Jioએ Valentines Day પર એરટેલ, વોડાફોન-આઇડિયા સાથે કર્યુ એવું ‘ફ્લર્ટ’, જોઇને તમે પણ કહેશો ‘વાહ’

jio offers

દેશના સૌથી ધની ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ મોટા ધડાકા સાથે બજારમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી જ તેણે તહેલકો મચાવવાનું જારી રાખ્યું છે. જિયોએ ખૂબ જ સસ્તા ડેટા અને ફ્રી કૉલ સર્વિસથી ચોંકાવનારી ઑફર્સના દાવથી એરટેલ, વોડાફોન, આઇડિયા જેવી પ્રતિસ્પર્ધી કંપનીઓને માર્કેટિંગના મોર્ચા પર પછાડી છે. સાથે જ તે ટ્વીટર પર આ કંપનીઓને ચિડાવવામાં પણ આગળ રહે છે.

તેવામાં જો વેલેન્ટાઇન્સ ડે જેવો પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ હોય તો જિયો તેમાં પણ પાછળ કેવી રીતે રહે. જિયોએ હરિફ કંપનીઓ માટે મજેદાર ટ્વીટ કરી છે.

જિયોના આ ટ્વીટ કરવા પાછળનું કારણ એ છે કે જિયોની ઇન્ટરનેટ સર્વિસ 4G Volte પર આધારિત છે. તેથી તે સિમ સ્લૉટ વનમાં જ કામ કરે છે. જિયોએ સૌથી સસ્તો ડેટા ઑફર કર્યો તેથી લોકો તેને સિમ સ્લોટ વનમાં રાખે પરંતુ સિમ સ્લોટ ટુમાં એરટેલ, વોડા, આઇડિયા જેવી કંપનીઓમાં કોઇ એક સિમ રાખવામાં આવતું હતું કારણ કે જિયોની સેવા એટલી સારી ન હતી.

જ્યારે જિયોની સેવા સુધરી અને નવા સસ્તા પ્લાન્સ આવ્યાં તો ગ્રાહકો માટે બીજુ સિમ રાખવાની મજબૂરી ન રહી. તેવામાં જિયોએ તેના પર કટાક્ષ કરતાં પૂછ્યું કે સિમ સ્લોટ ટુમાં રહેતાં (એરટેલ, વોડા,આઇડિયા) હવે ક્યાં છે?

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter