GSTV
Home » News » ઓગષ્ટમાં Reliance Jio એ જોડ્યાં 84 લાખ નવા યૂઝર, વોડાફોન-એરટેલે ખોયા લાખો યૂઝર્સ

ઓગષ્ટમાં Reliance Jio એ જોડ્યાં 84 લાખ નવા યૂઝર, વોડાફોન-એરટેલે ખોયા લાખો યૂઝર્સ

આ નાણાંકિય વર્ષના ઓગષ્ટ મહીનામાં Reliance Jio એક એકલી એવી ટેલીકોમ કંપની છે જેનો યૂઝર ઝડપથી વધી રહ્યાં છે. ત્યાં બીજી તરફ અન્ય કંપનીઓએ સબ્સક્રાઈબર્સ ખોયા છે.  TRAIના ડેટા પ્રમાણે આ મહીનામાં જિયોએ 84 લાખ નવા યૂઝર જોડ્યા છે. બીજી તરફ Vodafone-Ideaના 49 લાખ અને Airtelના 5 લાખ યૂઝરોએ કંપનીનો સાથ છોડ્યો છે.

જો કે વાયરલેસ સેગમેન્ટમાં કંપની અત્યારે પણ Vodafone-Ideaથી પાછળ છે. TRAIના ડેટા અનુસાર વાયરલેસ સેગમેન્ટના માર્કેટ શેરમાં Jioનું 29.74 ટકા હિસ્સો છે ત્યાં Vodafone-Ideaનું માર્કેટના 32.03 ટકા હિસ્સા પર કબજો છે.

अगस्त में Reliance Jio ने जोड़े 84 लाख नए यूज़र, वोडाफोन-एयरटेल ने खोए लाखों यूज़र्स-TRAI

TRAIએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે કુલ મળી જુલાઈની સરખામણીએ ઓગષ્ટમાં 0.21 ટકાનો વધારો થયો અને તેમાં વાયરલેસ અને વાયરલાઈન સબ્સક્રાઈબર્સ પણ શામેલ છે.

આ સિવાય 4.86 મિલિયન સબ્સક્રાઈબર્સે Mobile Number Portability (MNP) માટે રિક્વેસ્ટ નાખી છે. તેની સાથે જ જુલાઈની સરખામણીએ ક્યુમુલેટિવ Mobile Number Portability (MNP) રિક્વેસ્ટની સંખ્યા 447.41 મિલિયનથી વધીને ઓગષ્ટના છેલ્લા સુધી 452.26 મિલિયન થઈ ગઈ છે.

એપ્રિલ-જુન ત્રિમાસીમાં આગળ રહ્યું રિલાયંસ જિયો

આ પહેલા TRAIના આંકડાઓમાં આપવામાં આવેલી જાણકારી પ્રમાણે જિયોએ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાને પછાડતા એપ્રિલ-જુન ત્રિમાસીમાં ટેલીસર્વિસથી સૌથી વધુ કમાણી કરી.

READ ALSO

Related posts

સુપ્રીમની ફટકાર બાદ આ કંપનીએ ચૂકવ્યુ 10 હજાર કરોડનું દેવુ, છતાં 25 હજાર કરોડ બાકી

Mayur

SBIમાં એકાઉન્ટ હોય તો 10 દિવસમાં પતાવી લો આ કામ , નહીંતર અટવાઇ જશે તમારા રૂપિયા

Bansari

હજી પણ તમે બચાવી શકો છો Income Tax, બસ ભરવું પડશે આ નાનું પગલું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!