GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

Jioનો ધાંસૂ પ્લાન, ફક્ત આટલા રૂપિયામાં મળશે 136GB  હાઇસ્પીડ ડેટા

જિયોને ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ કર્યાને આશરે 2 વર્ષ થઇ ચુક્યા છે. લૉન્ચ થયા બાદથી ત ડેટાને લઇને ટેલિકોમ સેક્ટરમાં જાણે કે યુધ્ધ છેડાઇ ગયુ. આ જ કડીમાં અન્ય કંપનીઓએ પણ નવા પ્લાન્સ લૉન્ચ કર્યા સાથે જ જૂના પ્લાન્સ અપડેટ કર્યા.

જિયોએ આ બે વર્ષમાં અનેક શાનદાર પ્રિપેઇડ પ્લાન્સ ઉતાર્યા. તેવામાં હવે કંપની એક પ્લાન એવો લાવી છે જેમાં કંપની દરરોજ 1.5 જીબી ડેટા આપી રહી છે. આ રીતે તમને કુલ 136 જીબી ડેટા મળશે. આ પ્લાનની કિંમત 449 રૂપિયા છે.

આ પ્લાન માટે કંપની 91 દિવસની વેલિડીટી આપી રહી છે. તેવામાં અનલિમિટેડ કૉલિંગનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત યુઝર્સને દરરોજ 100 એસએમએસ પણ આપવામાં આવી રહ્યાં છે.

જો તમે જિયોની એપ્સનો પણ યુઝ કરવા ઇચ્છતા હોય તો આ પ્લાનમાં તમને તે સુવિધા પણ મળશે. ગ્રાહક જિયો એપ્સ દ્વારા મ્યુઝિક, ફિલ્મ, સમાચાર વગેરે સાથે જોડાઇ શકે છે.

ઉલ્લેનઉલ્લેખનીય છે કે જિયોએ એક એવો પ્લાન લૉન્ચ કર્યો છે જેમાં જિયો યુઝર્સને 400 રૂપિયાનો ફાયદો થયો છે. જિયોએ પોતાની કેશબેક ઑફર ફરી લઇને આવ્યું છે. જિયોના આ કેશબેક ઑફરનું નામ છે Get More Than 100 % cashback. આ કેશબેક ઑફરમાં યુઝર્સને 400 રૂપિયાનો ફાયદો થઇ રહ્યો છે. જો કે આ લાભ યુઝર્સને કેશબેક તરીકે મળશે.

આ ઑફરમાં યુઝર્સને 50-50 રૂપિયાના 8 વાઉચર આપવામાં આવી રહ્યાં છે. આ વાઉચરમાં તમને કુલ 400 રૂપિયાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે. એક વખતના રિચાર્જ પર તમે 50 રૂપિયાનું એક વાઉચર યુઝ કરી શકો છો.

આ ઉપરાંત જિયો યુઝર્સ પેટીએમ દ્વારા રિચાર્જ કરે તો તેમને 50 રૂપિયા, ફોન પે અને મૉબિક્વિક દ્વારા રિચાર્જ કરવા પર 75 રૂપિયાનું કેશબેક મળશે. આ ઉપરાંત ફ્રી રિચાર્જની મદદથી રિચાર્જ કરવા પર 100 રૂપિયાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે.

 

 

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!