GSTV
Business Trending

Reliance Jioની વધુ એક ઉપલબ્ધિ, 40 કરોડ ગ્રાહકોનો આંકડો પાર કરનારી પહેલી ટેલિકોમ કંપની

રિલાયન્સ જિઓ (Reliance Jio) ભારતમાં 40 કરોડ ગ્રાહકોનો આંકડો પાર કરનારી પહેલી મોબાઇલ સર્વિસ પ્રોવાઈડર બની છે. જુલાઈ મહિનામાં કંપનીએ 35 લાખથી વધુ ગ્રાહકોને જોડ્યા હતા. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇ (TRAI) દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાંથી આ માહિતી બહાર આવી છે. દેશમાં કુલ ટેલિકોમ સબસ્ક્રાઇબર બેઝ જુલાઈમાં વધીને 116.4 કરોડ થયો છે, જે જૂનમાં 116 કરોડ હતો.

ટ્રાઇના ડેટા અનુસાર, રિલાયન્સ જિઓ પાસે હાલમાં ભારતના મોબાઇલ માર્કેટમાં 35.03 ટકા હિસ્સો છે અને તેની પાસે 40,08,03,819 ગ્રાહકો છે. ભારતી એરટેલ અને BSNLએ જુલાઈમાં અનુક્રમે 32.6 લાખ અને 3.88 લાખ મોબાઇલ ગ્રાહકો ઉમેર્યા છે. જ્યારે, વોડાફોન આઈડિયાએ 37 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે. જુલાઈમાં 5,457 મોબાઇલ ગ્રાહકો MTNLમાંથી છૂટા થયા.

જૂલાઈમાં મોબાઈલ ફોન કનેક્શન વધીને 114.4 કરોડ

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ના માસિક સબ્સ્ક્રાઇબર્સ રિપોર્ટ અનુસાર, જુલાઈમાં ભારતમાં મોબાઇલ ફોન કનેક્શન વધીને 114.4 કરોડ થઈ ગયા છે. જે જૂન મહિનામાં 114 કરોડ હતા. આ સમયગાળા દરમિયાન, શહેરી જોડાણોની સંખ્યા 61.9 કરોડ હતી અને ગ્રામીણ જોડાણોની સંખ્યા 52.1 કરોડ હતી.

ઘણા વર્ષો પછી, ખાનગી ટેલિકોમ ઓપરેટરોએ ફિક્સ લાઇન જોડાણોમાં થોડો વધારો જોયો અને જુલાઈમાં 1,98,20,419 પર પહોંચી ગયા. તેમાં જીયો અગ્રેસર હતું. રાજ્ય સરકાર દ્વારા ચાલતી કંપનીઓ BSNLઅને MTNL તેમજ નુકસાનમાં ચાલી રહેલી ખાનગી કંપનીઓ રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને ટાટા ટેલિસર્વિસિસના ફિક્સ્ડ લાઈન ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો ચાલુ રહ્યો છે.

બ્રોડબેન્ડ કનેક્શન્સમાં 1% નો વધારો

બ્રોડબેન્ડ કનેક્શન્સની વાત કરીએ તો તે જુલાઈમાં 1.03 ટકા વધીને 70.54 કરોડ પર પહોંચી ગઈ છે. જૂનમાં બ્રોડબેન્ડ જોડાણોની સંખ્યા 69.82 કરોડ હતી. જુલાઇમાં જિઓના બ્રોડબેન્ડ યુઝર 40.19 કરોડ, ભારતી એરટેલના 15.57 કરોડ, વોડાફોન આઈડિયાના 11.52 કરોડ, BSNLના 2.3 કરોડ અને એટ્રિયા કન્વર્જન્સ(Atria Convergence)ના 16.9 લાખ હતા.

READ ALSO

Related posts

Mumbai : ટ્રોલી બેગમાંથી મળ્યું 50 કરોડનું હેરોઈન, ઈથોપિયાથી આવી રહેલા મહિલા અને પુરુષ એરપોર્ટ પર ઝડપાયા

GSTV Web Desk

બોલિવૂડ / અજય દેવગણની દ્રશ્યમ ટુનો બોક્સ ઓફિસ પર ધમાલ યથાવત, નવમાં દિવસે કલેક્શનમાં મોટો ઉછાળો

Hardik Hingu

વેડિંગ લોન / લગ્ન માટે પણ મળી શકે છે લોન, હોવા જોઈએ આ જરૂરી દસ્તાવેજ

Akib Chhipa
GSTV