GSTV

Reliance Jioની નવી ધમાકેદાર ઓફર, ગ્રાહકોને થશે આ મોટો ફાયદો

Reliance Jioએ ફરી એક વખત તેના ગ્રાહકોને ફાયદો અપાવવાની જાહેરાત કરી છે. ગયા અઠવાડિયે, તેના રૂ. 222ના ડિઝની + હોટસ્ટાર વીઆઇપી એડ-ઓન રિચાર્જ પેકની કિંમત રિવાઈઝ કરી દીધી હતી. ફરી એકવાર આ પેકમાં  બદલાવ કરવામાં આવ્યો છે અને 30 દિવસમાં કરવામાં આવેલો આ બીજો ફેરફાર છે. જિઓનું આ પેક હવે નોન-એન્યુઅલ પેક ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.

જણાવી દઈએ કે જિઓએ જૂનમાં 222 રૂપિયાના ડિઝની + હોટસ્ટાર વીઆઈપી એડ ઓન પેકને લોન્ચ કર્યું હતું. તે સમયે આ એડ ઓન પેક ફક્ત હાલના ગ્રાહકો માટે જ ઉપલબ્ધ હતું, જેમની પાસે રૂ.2,399 રૂપિયા, 2121 રૂપિયા અને રૂ.1,699 રૂપિયાનું રિચાર્જ પેક છે. પરંતુ આ સિવાય રિલાયન્સ જિયોની બીજી પ્રિપેઇડ યોજનાનો ઉપયોગ કરતા ગ્રાહકોને 22 રૂપિયાની ડિઝની + હોટસ્ટાર વીઆઇપી એડ-ઓન ઓફર કરવામાં આવી ન હતી.

હવે રિલાયન્સ જિઓએ આ એડ-ઓનની કિંમત 255 રૂપિયા કરી છે. આ સિવાય હવે આ યોજના વધુ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. OnlyTechના રિપોર્ટ અનુસાર, રિલાયન્સ જિઓના રેગ્યુલેટરી ફાઇલિંગ મુજબ, આ પ્રીપેડ યોજના વધુ ચાર રિચાર્જ યોજનાઓનો ઉપયોગ કરનારા યુઝર્સ માટે ઉપલબ્ધ છે. હવે 399 રૂપિયા, 249 રૂપિયા, 199 અને રૂ 149ના રિચાર્જ પેકનો ઉપયોગ કરનારા યુઝર્સ પણ આ એડ-ઓન પેકનો ઉપયોગ કરી શકે છે.

JIO

રિલાયન્સ જિઓએ ગયા મહિને જ તેની પ્રીપેડ યોજનાને ફરી રિવાઈઝ કરી હતી. આ પછી, પ્રાઇમ રિચાર્જે હાલના ગ્રાહકોને રૂ.2,399, રૂ.2,121, રૂ.1,699, રૂ.999, રૂ.599 અને રૂ.555 નો ઉપયોગ કરીને એડ-ઓન પેક્સની ઓફર કરી. આ જિઓ ગ્રાહકો સિવાય, 599 રૂપિયા અને 999 રૂપિયા STVમાં સબ્સ્ક્રાઇબ કરનારા સબ્સ્ક્રાઇબર્સ પણ આ એડ-ઓન પેક લઈ શકે છે.

READ ALSO

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!