GSTV
Home » News » જિયોની ધમાકેદાર ઑફર, 509 રૂપિયામાં મળશે 224GB 4G ડેટા

જિયોની ધમાકેદાર ઑફર, 509 રૂપિયામાં મળશે 224GB 4G ડેટા

રિલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકોને લોન્ચિંગના સમયેથી ખૂબ જ ઓછી કિંમતમાં ડેટા અને અનલિમિટેડ કૉલિંગની સર્વિસ આપી રહી છે. જ્યાં એક તરફ જિયો સમર સરપ્રાઇઝ ઑફર અને ધન ધના ધન ઑફર ખત્મ થવાની તૈયારીમાં છે. ત્યારે યૂઝર્સેને આ સર્વિસનો લાભ લેવા માટે દર મહિને રિચાર્જ કરાવવું પડશે. આ વચ્ચે કંપનીએ એક નવી ઑફર લોન્ચ કરી છે, જેમાં યૂઝર્સેને 4G ડેટાનો લાભ આપવામાં આવશે. પરંતુ આ પ્લાન માત્ર JioFi  યૂઝર્સ માટે જ છે.

આ ઑફર હેઠળ યૂઝર્સ જો નવું JioFi અને નવું સિમ લેવા પર 224GB ડેટા આપવામાં આવશે. યૂઝર્સેને 99 રૂપિયાના પ્રાઇમ સબ્સક્રિપ્શન પર સાઇન અપ કરવાનું રહેશે. ત્યાર બાદ આ ઑફરને સિલેક્ટ કરવી પડશે જેમાં ઑફર આપવામાં આવશે. JioFi ના બેઝિક પેકમાં 149 રૂપિયાના રિચાર્જ પર યૂઝર્સને 12 રિચાર્જ સાઇકલ પર દર મહિને 2GB ડેટા આપવામાં આવશે એટલે કે 149 રૂપિયાના આ પેકમાં યૂઝર્સે ને 24GB ડેટા દર વર્ષે મળશે. જ્યારે સ્ટાન્ડર્ડ જિયો પ્રાઇમ યૂઝર્સને 149 રૂપિયામાં 28 દિવસ માટે માત્ર 2GB ડેટા મળશે.

એ જ રીતે ,309 રૂપિયાના રિચાર્જ પર 28 દિવસોની 6 સાઇકલ પર 1GB ડેટા આપવામાં આવશે. જે કુલ મળીને 168GB ડેટા હશે. જે જિયો ધન ધના ધન ઑફરના 309 રૂપિયાના રિચાર્જમાં મળી રહેલા ડેટા કરતા ડબલ છે. 509 રૂપિયાના રિચાર્જની વાત કરવામાં આવે તો યૂઝર્સને 28 દિવસો માટે 4 રિચાર્જ સાયકલમાં 2GB પ્રતિદિવસના હિસાબથી 224GB ડેટા મળશે. જે રેગ્યુલર સિમ કાર્ડમાં મળતા 509 રૂપિયામાં મળી રહેલા 168GB ડેટા કરતા વધારે છે.

છેલ્લે વાત કરીયે તો, 999 રૂપિયાના પ્લાનમાં 56 દિવસો માટે 120GB ડેટા મળશે, સ્ટાન્ડર્ડ 999 રૂપિયાના રિચાર્જ પેકમાં પણ ગ્રાહકોને 120 દિવસો માટે આ ડેટા મળે છે. ઉપર જણાવેલા દરેક પ્લાન્સમાં અનલિમિટેડ કૉલ, જિયો એપ સબ્સક્રિપ્શન અને SMS મળે છે. આ ઑફર માત્ર જિયો પ્રી-પેડ સિમ કાર્ડ માટે ઉપલબ્ધ છે. JioFi  ડિવાઇસ અને સિમ બંનેની ખરીદી રિલાયન્સ જિયોના ડિજિટલ આઉટલેટ અને જિયો સ્ટોર્સ અથવા તો ઑનલાઇન ખરીદી શકાય છે. JioFi ડિવાઇસ અને સિમમાં મળી રહેલી આ ઑફર સિવાય રાઉટરની કિંમત 1999 રૂપિયા છે.

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!