GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

રિલાયન્સ જીઓમાં ફેસબુકે હોલ્ડીંગ ખરીદતા શેરમાં આવ્યો ઉછાળો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ટેલીકોમ એકમ રિલાયન્સ જીઓમાં વૈશ્વિક જાયન્ટ ફેસબુકે રૂ.૪૩,૫૭૪ કરોડમાં ૯.૯ ટકા હોલ્ડિંગ ખરીદ્યું છે. ભારતમાં આ સૌથી મોટા ટેકનોલોજી એફડીઆઈ-રોકાણ ડિલથી ભારતીય ઓઈલ થી ટેલીકોમ જાયન્ટ રિલાયન્સને તેનું દેવું નોંધનીય ઘટાડવામાં મદદ મળશે, તો સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક દેશના ઝડપથી વિકસતા બજારમાં પોતાનો વ્યાપ વધારવામાં મદદ મળશે. આ ડિલ સાથે રિલાયન્સ જીઓનું મૂલ્ય રૂ.૪.૬૨ લાખ કરોડ એટલે કે ૬૫.૯૫ અબજ ડોલરનું થયું છે. આ મેગા ડિલના સમાચારે આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ફંડોની આક્રમક લેવાલીએ આરંભમાં શેરનો ભાવ આગલા બંધ રૂ.૧૨૩૬.૦૫ સામે રૂ.૧૩૨૦ ખુલીને ૧૦ ટકાની ઉપલી સર્કિટ લાગી ફરી વધીને રૂ.૧૩૮૪.૭૦ સુધી પહોંચી અંતે રૂ.૧૨૭.૩૦ એટલે કે ૧૦.૩૦ ટકા વધીને રૂ.૧૩૬૩.૩૫ બંધ રહ્યો હતો. આ સાથે આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઈઝેશન એક દિવસમાં રૂ.૯૯,૯૧૪ કરોડ વધીને રૂ.૮,૬૫,૩૧૪ કરોડ પહોંચ્યું હતું. અલબત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેના ઐતિહાસિક રૂ.૧૦.૦૨ લાખ કરોડના માર્કેટ કેપિટલાઈઝેશન જે ૨૦,ડિસેમ્બર ૨૦૧૯ના નોંધાયું હતું એનાથી હજુ દૂર છે.

ભારતમાં ટોચની કંપનીમાં રોકાણ કર્યાનો દાવો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ ડિલ પર ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, વિશ્વમાં કોઈપણ ટેકનોલોજી કંપની દ્વારા આ લઘુમતી હોલ્ડિંગ માટે સૌથી મોટું રોકાણ થયું છે અને ભારતમાં ટેકનોલોજી ક્ષેત્રે આ સૌથી મોટું રોકાણ છે. આ રોકાણ સાથે જીઓ પ્લેટફોર્મ્સનું મૂલ્ય કંપની દ્વારા કમર્શિયલ ધોરણે સર્વિસિઝ શરૂ કરાયાના માત્ર સાડા ત્રણ વર્ષમાં જ માર્કેટ કેપિટલાઈઝેશનની રીતે ભારતમાં ટોચની પાંચ લિસ્ટેડ કંપનીઓમાં નોંધાયું છે.

ફેસબુકે ભારતમાં સારુ ભવિષ્ય જોયુ

ફેસબુકે જણાવ્યું હતું કે, કંપનીનું આ રોકાણ પોતાની ભારતમાં રોકાણ કરવાના વચનની કટિબદ્વતા હોવાનું અને દેશમાં જીઓએ લાવેલા નાટયાત્મક પરિવર્તન માટેનું આકર્ષણ દર્શાવે છે. જીઓએ ચાર વર્ષથી ઓછા સમયમાં દેશમાં ૩૮.૮૦ કરોડ લોકોને ઓનલાઈનલાવ્યા છે અને ઈન્નોવેટીવ નવા એન્ટરપ્રાઈસીઝના નિર્માણ અને નવા માર્ગોએ દેશના લોકોને જોડવાને વેગ આપ્યો છે. કંપની જીઓ સાથે મળીને ભારતમાં વધુ લોકોને જોડવા વચનબદ્વ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે આ રોકાણની સાથોસાથ જીઓપ્લેટફોર્મ્સ, રિલાયન્સ રીટેલ અને ફેસબુકના વોટ્સએપ સર્વિસે રિલાયન્સ રીટેલના જીઓમાર્ટ પ્લેટફોર્મ પર નવા કોમર્સ બિઝનેસને વોટ્સએપના ઉપયોગ થકી વેગ આપવા અને નાના બિઝનેસોને સપોર્ટ પૂરો પાડવા કમર્શિયલ પાર્ટનરશીપ કરાર કર્યા છે.

રિલાયન્સને તેનુ દેવુ હળવુ કરવામાં મદદ મળશે

આ મેગા ડિલથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને તેનો દેવા-ઋણ બોજ હળવો કરવામાં મદદ મળશે. અંબાણી દ્વારા વર્ષ ૨૦૧૬માં જીઓ શરૂ કરી ૪૦ અબજ ડોલરનું રોકાણ કરાયું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને તેનું દેવું વર્ષ માર્ચ ૨૦૨૧ સુધીમાં શૂન્ય કરવાના લક્ષ્યાંકમાં કંપની આ ફેસબુક ડિલથી મદદ મળશે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરના મહિનાઓમાં તેના બિઝનેસો પૈકી કેટલાકમાં અબજો ડોલરના મૂલ્યનું હોલ્ડિંગ વેચવા પ્રયાસો કરાયા છે. જેમાં કંપનીએ તેના ઓઈલ થી કેમિકલ બિઝનેસમાં ૨૦ ટકા હોલ્ડિંગ સાઉદીની અરામકોને વેચવા અને ટેલીકોમ ટાવર બિઝનેસમાં હોલ્ડિંગ કેનેડીયન પ્રાઈવેટ ઈક્વિટી કંપની બુ્રકફિલ્ડને વેચવા નિર્ણયો લીધા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ફેસબુક સાથે આ પાર્ટનરશીપ ભારતની આર્થિક રિકવરીમાં મહત્વનો ફાળો આપશે અને કોરોના મહામારી બાદના ટૂંકાગાળામાં જ પુન:રિકવરી જોઈ શકાશે.

આ દરમિયાન આ મેગા ડિલ સાથે રિલાયન્સ જીઓ આગામી અમુક વર્ષોમાં મધ્યમગાળામાં આઈપીઓ લઈને આવી શકે છે. માર્કેટ સાથે સંકળાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે જીઓના લિસ્ટિંગ માટેની યોજના હવે પ્રબળ બની છે.

READ ALSO

Related posts

BRTS-AMTS દોડતાં ધબકતુ થયું અમદાવાદ શહેર, આ નિયમોનું કરવું પડશે પાલન

Nilesh Jethva

ચીન સાથે તણાવની વચ્ચે ભારતે એવા હથિયારનો આપ્યો ઓર્ડર કે દુશ્મનોના ભુક્કા બોલાવી દેશે

Mansi Patel

આજથી શરૂ થઈ અમદાવાદની લાઈફ લાઈન ગણાતી AMTS, આ ગાઈડલાઈનનુ કરવું પડશે પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!