GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

Reliance AGM: Google Jio માં 7.7 ટકા, હિસ્સેદારી ખરીદશે, દેશને 2Gમાંથી મળશે છુટકારો

ભારતમાં સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની Reliance ઇન્ડસ્ટ્રીઝની પ્રથમ ઓનલાઇન વાર્ષિક સાધારણ સભા મળી. Reliance ના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરતા કરતા ગુગલ જિયો પ્લેટફોર્મ્સમાં રૂપિયા 33,737 કરોડનું રોકાણ કરવામાં આવશે અને ભારતમાં સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પ્રથમ ઓનલાઇન વાર્ષિક સાધારણ સભા મળી. Relianceના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરતા કરતા ગુગલ જિયો પ્લેટફોર્મ્સમાં રૂપિયા 33,737 કરોડનું રોકાણ કરવામાં આવશે અને જિયોમાં 7.7% હિસ્સેદારી મેળવશે. સાથે જ મુકેશ અંબાણીએ બુધવારે ઘણી મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યુ કે, આગામી વર્ષ સુધી 5G ટેકનીક લોન્ચ કરી શકાય છે. જેમાં Jio અને Google સાથે મળીને એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવશે, જે એન્ટ્રી લેવલની 4G/5G સ્માર્ટફોન માટે હશે. જિયો અને ગૂગલ મળીને ભારતને 2G મુક્ત બનાવશે. આ વખતે કોરોનાની મહામારીને પગલે પહેલી વખત કંપનીની AGM ઓનલાઈન યોજાઈ હતી.

આફત આપણા માટે અનેક અવસર લઇને આવે છે

કંપનીના સંપૂર્ણપણે નવા વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ચેટબોટ પર આ સાધારણ સભા મળી જેમાં એકસાથે 500થી વધારે સ્થળો પરથી 1.5 લાખથી વધારે શેરધારકો જોડાયા. આ ઉપરાંત રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે ઘણી પરિસ્થિતિઓ બદલાઈ છે. પરંતુ દરેક આફત આપણા માટે અનેક અવસર લઇને આવે છે. તેનું ઉદાહરણ છે આ AGM.

નીતા અંબાણી ક્યારેય પણ બોલ્યા નથી

તો ઈશા અંબાણીએ જિયો મીટ પ્લેટફોર્મ એજ્યુકેશન અને હેલ્થકેર જેવા ફિલ્ડમાં અનેક રૂપે મદદરૂપ થશે. આ પ્લેટફોર્મ ખાસ કરીને રીમોટ વિસ્તારોમાં ઓનલાઈન શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવશે. ભારતમાં શિક્ષકોની જે અછત છે તેમાં તે પુરક સાબિત થશે.Relianceની AGMમાં અત્યાર સુધીમાં નીતા અંબાણી ક્યારેય પણ બોલ્યા નથી, પરંતુ આજે તેઓએ રિલાયન્સ ફાઉન્ડેશન અંગે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હું તમામ હેલ્થકેર વર્કર્સનો આભાર માનું છુ. તમારા સહયોગથી આપણે કોરોના સામેની લડાઈ જીતીશું.

READ ALSO

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel

VIDEO: અયોધ્યામાં શ્રીરામના આગમન ઉપર અક્ષરા સિંહનું આ ગીત, વિડીયો મચાવી રહ્યો છે યુ-ટ્યુબ ઉપર ધૂમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!