GSTV
Home » News » 9.50 લાખ કરોડ રૂપિયાને પાર થઈ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ, દેશની પ્રથમ કંપની બની

9.50 લાખ કરોડ રૂપિયાને પાર થઈ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ, દેશની પ્રથમ કંપની બની

દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપની એક પછી એક સિદ્ધિઓના સોપાન સર કરી રહી છે.  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ આજે 9.50 લાખ કરોડ રૂપિયાથી ઉપર પહોંચી છે.

આ સાથે જ રિલાયન્સ આટલી માર્કેટ કેપ પ્રાપ્ત કરનારી દેશની પ્રથમ કંપની બની ગઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 3 ટકા તેજી આવવાથી તેની માર્કેટ કેપ ઝડપથી વધી. આ પહેલા રિલાયન્સ 18 ઓક્ટોબરના રોજ 9 લાખ કરોડ રૂપિયા પર પહોંચી હતી.

આટલી વેલ્યુએશનનો રેકોર્ડ પણ હાલ રિલાયન્સના નામે જ છે. ગત વર્ષે ઓગસ્ટમાં રિલાયન્સે 8 લાખ કરોડ રૂપિયાના આંકને વટાવ્યો હતો. આ પહેલા જાન્યુઆરી મહિનામાં પણ રિલાયન્સ 10 હજાર કરોડ રૂપિયાનો ત્રિમાસિક નફો કરનારી દેશની પ્રથમ ખાનગી કંપની બની હતી.

માર્કેટ કેપમાં બીજી મોટી કંપની ટીસીએસ છે. ટીસીએસની વેલ્યુ 7.81 લાખ કરોડ રૂપિયા છે. બ્રોકરેજ ફર્મ બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચે ગત મહિને રિપોર્ટ બહાર પાડ્યો હતો. તે મુજબ ન્યુ કોમર્સ અને બ્રોડ બેન્ડ બિઝનેસની મદદથી અગામી 24 મહિનામાં રિલાયન્સ કંપનીની માર્કેટ કેપ 200 અબજ ડોલર સુધી પહોંચી શકે છે.

READ ALSO

Related posts

કોરોના વાયરસની અસર ભારતીય શેરબજાર પર, સેન્સેક્સમાં 458 પોઈન્ટનો કડાકો તો નિફ્ટી 12,119 પર બંધ

Mansi Patel

ગુજરાતમાં હવે હેલમેટ ફરજિયાત : પાછળ બેસનારે પણ પહેરવું પડશે, સરકાર ફરી ગઈ

Karan

અફઘાનિસ્તાનમાં પેસેન્જર વિમાન તૂટી પડ્યું : હેરાતથી આવી રહ્યું હતું દિલ્હી, 83 મુસાફરો હતા પ્લેનમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!