કોરોના મહામારી વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સરકારની મદદે આવી છે અને રીલાયસ પેટ્રોલિયમ આઉટલેટમાંથી કોરોના વાયરસને નાથવા માટે વપરાતા સરકારી વાહનોમા ફ્રી પેટ્રોલ ડીઝલ ભરી આપવાનો નિર્ણય કર્યો છે. સાંસદ પરિમલ નથવાણીએ નાયબ મુખ્યપ્રધાનને મેઈલ કરીને આ લાભ લેવા માટે કહ્યુ હતું. જેના જવાબમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ જિલ્લા કલેકટરોને તેનો લાભ લેવા સુચના આપી હતી. કોરોનાને લઈને કામગીરીમાં રહેલા અને કલેકટરે ઓથોરાઈઝ કરેલા સરકારી વાહનોમાં પ્રત્યેક દિવસે 50 લીટરની લીમીટમાં રીલાયંસ પેટ્રોલિયમ આઉટલેટમાથી ફ્રી પેટ્રોલ પુરાવી શકશે.

ગુજરાતમાં 55 કેસ નવા સામે આવતા આંકડો 241 પર પહોંચ્યો
સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંકટ વધી રહ્યુ છે.(CORONA) ગુજરાતમાં કોરોના પોઝિટીવ કુલ કેસોની સંખ્યા 200ને પાર થઇ ગઇ છે. આજે વધુ નવા 55 કેસ સામે આવતા કોરોનાના કુલ કેસ 241 થયા છે.ગતરાતે સુરતમાં વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો હતો.આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધની બે વર્ષની પૌત્રીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.(CORONA) ટોટલ પોઝીટીવ 243 સામે આવ્યા છે. જ્યારે વિદેશ પ્રવાસ 33 કેસ આંતરરાજ્ય 32 લોકલ 176 કેસો સામે આવ્યા છે. સૌથી વધુ પોઝીટીવ કેસ અમદાવાદમાં નોંધાયા છે, જ્યાં 133 કેસો સામે આવ્યા છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં એક દર્દીનું મોત નિપજ્યું છે.

નવા 55 માંથી 50 કેસ અમદાવાદ હોટપોસ્ટ વિસ્તારમાં નોંધાયા
જ્યારે દાહોદમાં પણ એક પોઝીટિવ કેસ થયો છે..રાજ્યમાં ગઈકાલે બપોર બાદ વડોદરાના હોટસ્પોટ નાગરવાડામાં પાંચ અને ભાવનગરના હોટસ્પોટ સાંઢીયાવાડમાં બે અને અમદાવાદમાં બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કુલ 133 કેસો છે.
ગુજરાતમાં 55 કેસ નવા સામે આવતા આંકડો 241 પર પહોંચ્યો, અમદાવાદમાં 133 પોઝિટીવ કેસ નોંધાયા

સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંકટ વધી રહ્યુ છે.(CORONA) ગુજરાતમાં કોરોના પોઝિટીવ કુલ કેસોની સંખ્યા 200ને પાર થઇ ગઇ છે. આજે વધુ નવા 55 કેસ સામે આવતા કોરોનાના કુલ કેસ 241 થયા છે.ગતરાતે સુરતમાં વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો હતો.આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધની બે વર્ષની પૌત્રીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.(CORONA) ટોટલ પોઝીટીવ 243 સામે આવ્યા છે. જ્યારે વિદેશ પ્રવાસ 33 કેસ આંતરરાજ્ય 32 લોકલ 176 કેસો સામે આવ્યા છે. સૌથી વધુ પોઝીટીવ કેસ અમદાવાદમાં નોંધાયા છે, જ્યાં 133 કેસો સામે આવ્યા છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં એક દર્દીનું મોત નિપજ્યું છે.
નવા 55 માંથી 50 કેસ અમદાવાદ હોટપોસ્ટ વિસ્તારમાં નોંધાયા
જ્યારે દાહોદમાં પણ એક પોઝીટિવ કેસ થયો છે..રાજ્યમાં ગઈકાલે બપોર બાદ વડોદરાના હોટસ્પોટ નાગરવાડામાં પાંચ અને ભાવનગરના હોટસ્પોટ સાંઢીયાવાડમાં બે અને અમદાવાદમાં બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કુલ 133 કેસો છે.
રાજ્યમાં વધતા કોરોનાના કેસ વચ્ચે રાહતના સમાચાર એ છે કે વધુ એક કોરોના પોઝીટીવ દર્દી સંપૂર્ણ સાજો થઈને ઘરે પહોંચ્યો છે..અમદાવાદ ગ્રામ્ય વિસ્તારનો સૌ પ્રથમ પોઝીટીવ કેસ બન્યો હતો..તે દર્દીની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર થઈ હતી.અને ત્યાં સંપૂર્ણ સારવાર બાદ તેઓ ઘરે સહીસલામાત પહોંચતા સોસાયટીના રહીશોએ તાળીઓ વગાડી તેમની સ્વાગત કર્યુ હતુ.
રાજ્યમાં નવા 55 કેસોની વિગત
- અમદાવાદ 50 કેસ
- સુરત 02 કેસ
- દાહોદ 01 કેસ
- આણંદ 01 કેસ
રાજ્યમાં અત્યાર સુધી કુલ 17 લોકોના મોત નિપજ્યા
ગુજરાતમાં કોરોના પોઝિટીવ કુલ કેસોની સંખ્યા 200ને પાર થઇ ગઇ છે. આજે વધુ નવા 55 કેસ સામે આવતા કોરોનાના કુલ કેસ 241 થયા છે. જે નવા 55 કેસ આવ્યા છે તે પૈકી 50 કેસ એકલા અમદાવાદમાં હોટસ્પોટ વિસ્તારમાંથી સામે આવ્યા છે.આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા હોટસ્પોટ વિસ્તારોમાં ટેસ્ટિંગની પ્રક્રિયા વેગવાન બનાવતા એકસાથે વધુ પ્રમાણમાં પોઝિટીવ કેસ સામે આવ્યા છે..પરંતુ આના કારણે લોકોએ ગભરાવાની બિલકુલ જરૂર નથી. કોરોનાને કારણે અમદાવાદમાં વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. પરિણામે રાજ્યમાં અત્યાર સુધી કુલ 17 લોકોના મોત નિપજ્યા છે..
Read Also
- આજથી શરૂ થશે રસીકરણ મહાઅભિયાન, 287 કેન્દ્રો પર અપાશે રસી, 161 કેન્દ્રો પર આરોગ્ય કર્મીઓને મળશે લાભ
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન