GSTV

મુકેશ અંબાણીના જામનગરના બંગલાની શોભા વધારશે 200 વર્ષ જૂના જૈતૂનના વૃક્ષ, જાણો શું છે તેને લઈ માન્યતા

મુકેશ અંબાણી

Last Updated on November 28, 2021 by GSTV Web Desk

પોતાના અનેક ગુણો માટે જાણીતું ઓલિવ એટલે કે જૈતૂનનું વૃક્ષ હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીના ઘરની શોભા વધારવાનું છે. શુભ ગણાતા 200 વર્ષ જૂના ઓલિવના વૃક્ષને મુકેશ અંબાણી પોતાના ઘરના ગાર્ડનમાં લગાવવાની તૈયારી કરી રહ્યા છે.

મુકેશ અંબાણીના જામનગરના બંગલામાં ટૂંક સમયમાં જ બે દુર્લભ જૈતુનના વૃક્ષો હશે, જેને આંધ્ર પ્રદેશની એક નર્સરીમાં વિકસાવવામાં આવ્યા છે. વર્ષો જૂના જૈતૂનના વૃક્ષ (Olea europaea) લગભગ ત્રણ વર્ષ પહેલાં સ્પેનથી આંધ્ર પ્રદેશની ગૌતમી નર્સરીમાં લાવવામાં આવ્યા હતા. બુધવારે આ બે મોટા વૃક્ષોને ટ્રકમાં ભરીને ગુજરાત મોકલવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ આ વૃક્ષો જામનગર સ્થિત અંબાણીના ઘરના બગીચામાં લગાવવામાં આવશે. આ દરમિયાન આ ટ્રકોએ પાંચ દિવસ સફર કરવો પડ્યો. નર્સરીએ વૃક્ષો લાવવાના ખર્ચ અંગે કંઈ જણાવ્યું નથી, જોકે માહિતી મળી છે કે અંબાણીએ બે જૈતૂનના વૃક્ષ પાછળ લગભગ 85 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

અહેવાલ મુજબ આ બે વૃક્ષોની ઉંમર 170થી 200 વર્ષની વચ્ચે છે. ગૌતમી નર્સરીના માલિકે જણાવ્યું કે વૃક્ષો જૂના છે અને તેને મોટી પોલિથીન બેગમાં રાખવામાં આવ્યા છે. તેને વહન કરતી વખતે ટ્રકની મહત્તમ ઝડપ 30 કિમી પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઈએ. 29 નવેમ્બર સુધીમાં વૃક્ષો જામનગર પહોંચી જશે તેવો અંદાજ છે.

નર્સરીના અન્ય માલિક મારગાનીએ જણાવ્યું કે તેણે આ વૃક્ષો એક વર્ષ પહેલા સ્પેનથી આયાત કર્યા હતા. જે બાદ તેને સ્થાનિક વાતાવરણને અનુરૂપ બનાવવા માટે નર્સરીમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે આ વર્ષો જૂના વૃક્ષોને ભારતીય પર્યાવરણને અનુરૂપ બનાવવામાં આવ્યા હતા, ત્યારે તેઓને વેચાણ માટે મૂકવામાં આવ્યા હતા. તેના પછી વૃક્ષ વિશે જાણ થતાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કેટલાક અધિકારીઓએ તેમની નર્સરીનો સંપર્ક કર્યો અને તેને ખરીદ્યા.

ઉલ્લેખનીય છે કે કેટલીક સંસ્કૃતિઓમાં જૈતૂનના વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે. ભારતમાં જૈતૂનના વૃક્ષો વ્યવસાયિક રીતે ઉગાડવામાં નથી આવતા, તેમ છતાં ઘણા માને છે કે તેઓ સારા નસીબ અને સારા સ્વાસ્થ્ય લાવે છે. જૈતૂન વૃક્ષો એ વૃક્ષોની પ્રજાતિઓમાંની એક છે જે લાંબા સમય સુધી જીવિત રહે છે. કેટલાક જૈતૂનના વૃક્ષો 1000 વર્ષથી વધુ જૂના હોવાનું કહેવાય છે.

Read Also

Related posts

ભારે કરી / અરેરે ! ખેડૂતો, મજૂરો અને માઇન્સ સંચાલકોની છીનવાઈ રોજીરોટી, કલેકટરને આવેદનપત્ર લખી માંગી મદદ

GSTV Web Desk

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!