GSTV
Home » News » અધધધ…3 મહિનામાં રિલાયન્સની આવકમાં તોતિંગ વધારો, ત્રિમાસિકગાળાના પરિણામ જાહેર

અધધધ…3 મહિનામાં રિલાયન્સની આવકમાં તોતિંગ વધારો, ત્રિમાસિકગાળાના પરિણામ જાહેર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા 30 જૂનના રોજ પૂર્ણ થતા ત્રિમાસિકગાળાના પરિણામ જાહેર કર્યા. જે અંતર્ગત રિલાયન્સની ત્રિમાસીક આવક 22.1 ટકા વધીને રૂપિયા 1 લાખ 72 હજાર 956 કરોડના વિક્રમજનક સ્તરે પહોંચી ગઇ.  ઉપરાંત આરઆઇએલએ વિક્રમજનક નફો નોંધાવ્યો. કંપનીનો નફો આ ત્રિમાસીક ગાળામાં 2.4 ટકા વધીને 9 હજાર 36 કરોડે પહોંચી ગયો. કંપનીનો રોકડ નફો 1.8 ટકા વધીને 16 હજાર 184 કરોડ થયો. જ્યારે કે ચોખ્ખો નફો 6.8 ટકા વધીને 10 હજાર 104 કરોડ નોંધાયો. આરઆઇએલ અને બીપી દ્વારા ભારતના પૂર્વ કિનારે ઓફશોર કે.જી. ડી.-6 બ્લોકમાં એમ.જે. પ્રોજેક્ટ મંજૂર કર્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ મામલે કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, નબળા વૈશ્વિક મેક્રો-ઇકોનોમિક વાતાવરણ અને હાઇડ્રોકાર્બન માર્કેટની પડકારજનક પરિસ્થિતિ છતાં પણ કંપનીની પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક મજબૂત રહી. ધીમી માંગ વૃધ્ધિ અને વધતા જતા પૂરવઠાના વાતાવરણમાં કંપનીના ડાઉનસ્ટ્રીમ વ્યવસાયોએ ખૂબ જ મજબૂત પ્રદર્શન કર્યુ. તેમણે કહ્યું કે કંપનીના ડિજીટલ સર્વિસીસ વ્યવસાયે નવાં સીમાચિહ્નો પ્રાપ્ત કરવાની સાથે ભારતમાં મોબિલિટી બજારમાં પરિવર્તન લાવવાનું ચાલુ રાખ્યું છે.

READ ALSO

Related posts

ITR ફાઈલિંગની ડેડલાઈનથી ચૂક્યા તો પડશે બહુ જ મોંઘુ, આટલી આપવી પડશે પેનલ્ટી

Mansi Patel

વાયુ સેનાનું દિલધડક રેસક્યૂ, તાવી નદીમાં ફસાયેલા બે લોકોને ‘દેવદૂત’ બની બચાવ્યાં

Mayur

શૂટિંગ ચેમ્પિયનશીપ: પૂર્વ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડના દિકરા માનવાદિત્યએ જીત્યાં 4 મેડલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!