GSTV
Gujarat Government Advertisement

અનિલ અંબાણી 6 સપ્તાહમાં 7 અબજ રૂપિયા ચુકવે : બ્રિટીશ અદાલત

Last Updated on February 9, 2020 by Mayur

બ્રિટનની એક અદાલતે શુક્રવારે રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણીને છ અઠવાડિયામાં 7 અબજ 15 કરોડ 16 લાખ રૂપિયા (10 કરોડ ડોલર) જમા કરવાનો આદેશ આપ્યો છે. અદાલતે અનિલ અંબાણી પાસેથી 48 અબજ 63 કરોડ અને 88 લાખ રૂપિયા (68 કરોડ ડોલર) ની વસૂલાત માંગતી ચીનની ટોચની બેંકોની અરજી પર સુનાવણી કરી રહી હતી. Industrial and Commercial Bank of China Limited ની મુંબઈ શાખા દ્વારા તથા ચાઇના ડેવલપમેન્ટ બેન્ક અને ચાઇના એક્ઝિમ બેંકે અંબાણી વિરુદ્ધ આ નાણાંને જમા કરાવવા માટેનો આદેશ જારી કરવામાં આવે તેવી માંગ કરતી અપીલ કરી હતી.

આ બેંકોનું કહેનું છે કે અનિલ અંબાણીએ ફેબ્રુઆરી 2012 માં જૂની દેવાની ચુકવણી કરવા માટે લગભગ 65 અબજ 83 કરોડ 4 લાખ 78 હજાર રૂપિયા (92.5 કરોડ) ની લોન માટેની વ્યક્તિગત ગેરંટીનું પાલન કર્યુ નથી.અંબાણી (60) એ આવી કોઈ ગેરંટી આપવાનો અધિકાર આપવાના વાતનું ખંડન કર્યું. લોન કરાર હેઠળ આ મામલો બ્રિટનની કોર્ટ સમક્ષ મુક્યો છે. ન્યાયાધીશ ડેવિડ વેક્સમેને અંબાણીને 7 અબજ ૧5કરોડ 16 લાખ (10 કરોડ ડોલર) જમા કરવાની છ સપ્તાહની સમય મર્યાદા આપતા કહ્યું કે તેઓ અંબાણીનાં બચાવમાં રહેવામા આવેલી તે વાત માની શકતા નથી તેમની આવક લગભગ શુન્ય છે અથવા તેમનો પરિવાર કટોકટીની સ્થિતિમાં તેમને મદદ કરશે નહીં.

રિલાયન્સ ગ્રૂપે કોર્ટના નિર્ણય સામે અપીલ કરવાનો સંકેત આપ્યો હતો. અનિલ અંબાણીના પ્રવક્તાએ કહ્યું, “શ્રી અંબાણી બ્રિટિશ અદાલતના આદેશની સમીક્ષા કરી રહ્યા છે અને તે અપીલના સંદર્ભમાં કાયદાકીય સલાહ લેશે”. ઇંગ્લેંડ અને વેલ્સની હાઈકોર્ટના વાણિજ્યિક વિભાગમાં ત્રણ ચીની બેંકોને રિલાયન્સ કમ્યુનિકેશન્સના વડાનાં વિરુદ્ધ ગયા વર્ષે આપેલા શરતી આદેશની શરતો નક્કી કરવા સંબંધિત સુનાવણી દરમિયાન અંબાણીના વકીલોએ તે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે જો તેમની જવાબદારીઓને સાંકળવામાં આવેતો અંબાણીની નેટવર્થ શૂન્ય હશે.

સુનાવણી દરમિયાન તેમના વકીલોએ કહ્યું, ‘શ્રી અંબાણીની સંપત્તિ 2012 થી સતત નીચે આવી રહી છે. ભારત સરકારની સ્પેક્ટ્રમ વેચવાની નીતિમાં પરિવર્તન સાથે ભારતીય ટેલિકોમ સેક્ટરમાં નાટકીય ફેરફારો થયા છે”. તેમના વકીલ રોબર્ટ હોવેએ જણાવ્યું કે,“ અંબાણીનું 2012 માં રોકાણ સાત અબજ ડોલરથી વધુનું હતું. આજે તે 6 અબજ 36 કરોડ 49 લાખ 24 હજાર રૂપિયા (8.9 કરોડ ડોલર) રહી ગયું છે. જો તેની જવાબદારીઓ ઉમેરવામાં આવે તો તે શૂન્ય પર આવી જશે. ”

જોકે બેન્કોના વકીલોએ અંબાણીનાં દાવા પર સવાલ ઉઠાવતા તેમની લક્ઝરી જીવનશૈલીનો ઉલ્લેખ કર્યો હતો. બેંકોના વકીલોએ કહ્યું કે અંબાણી પાસે 11 કે તેથી વધુ લક્ઝરી કાર, ખાનગી જેટ, એક યાટ અને દક્ષીણ મુંબઇમાં એક વિશિષ્ટ સી વિન્ડ પેન્ટહાઉસ છે. ન્યાયાધીશ ડેવિડ વાક્સમેને સવાલ ઉઠાવતા કહ્યું કે, “શ્રી અંબાણી એ વાત પર ભાર આપી રહ્યા છે કે તે વ્યક્તિગત રૂપે નાદાર થઇ ચુક્યા છે. શું તેમણે ભારતમાં નાદારી અરજી કરી છે?”.

અંબાણીના વકીલોની ટીમમાં સામેલ દેશના અગ્રણી એડવોકેટ હરીશ સાલ્વેએ તેનો જવાબ “ના”માં આપ્યો. ત્યાર બાદ ભારતનાં “ઇન્સોલ્વન્સી અને બેંકરપ્સી ડિસેબિલિટી કોડ” (આઈબીસી) પર કોર્ટમાં ટૂંકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. હોવેએ કહ્યું, “એકંદરે પરિસ્થિતિ એ છે કે શ્રી અંબાણી 5 અબજ 6 કરોડ 12 લાખ રૂપિયા (70 કરોડ ડોલર) ચૂકવવાની સ્થિતિમાં નથી.” બેન્કોના વકીલોએ એવા ઘણા દાખલા આપ્યા કે જ્યારે તેમના પરિવારના સભ્યોએ તેમને કટોકટીમાંથી બહાર કાઢવામાં મદદ કરી. તે જ સમયે બચાવ પક્ષનાં વકીલોએ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો કે અંબાણીને તેમની માતા કોકિલા, પત્ની ટીના અંબાણી અને પુત્રો અનમોલ અને અંશુલની સંપત્તિ અને શેરો સુંધી કોઈ પહોંચ નથી.

તે અંગે વકીલોએ કહ્યું કે શું આપણે ગંભીરતાથી એ માની શકીએ છીએ કે તેમની માતા, પત્ની અને પુત્ર સંકટ સમયે તેમની મદદ કરશે નહીં. બેન્કોના વકીલોએ પણ કોર્ટને કહ્યું કે અનિલ અંબાણીનાં ભાઈ મુકેશ અંબાણી એશિયાનો સૌથી ધનિક વ્યક્તિ છે અને ફોર્બ્સની યાદીમાં તે વિશ્વનાં 13 માં સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની અંદાજિત નેટવર્થ 55 થી 57 અબજ ડોલર છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર/ ખાદ્ય તેલના ભાવ થશે હજુ સસ્તા, સરકારે લીધો મોટો નિર્ણય

Damini Patel

બીજી લહેર પૂર્ણ થવાને આરે: દેશમાં ઘાતક કોરોનાના નવા 67 હજાર કેસો નોંધાયા અને 2300થી વધુનાં મોત

pratik shah

તબાહી/ ગોપાલગંજમાં મંદિર-મસ્જીક સાથે સ્કૂલ-મદરેસા પણ ડૂબ્યા, 700થી વધુ પરિવારોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!