GSTV

અનિલ અંબાણીની રિલાયન્સ કંપનીનો કોંગ્રેસ પ્રવક્તા પર 5000 કરોડનો માનહાનીનો દાવો

Last Updated on December 15, 2017 by

દેશની મોટી કંપનીઓમાંથી એક અનિલ અંબાણીની આગેવાની વાળી રિલાયન્સ કંપનીએ કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સંઘવી વિરુદ્ધ 5,000 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. માનહાનિનો આ કેસ 30 નવેમ્બરે ભારત સરકારના રાફેલ ડીલ અને રિલાયન્સ કોમ્યૂનિકેશનને લઇને આપવામાં આવેલા નિવેદન વિરુદ્ધ કરવામાં આવ્યો છે.

આ પહેલા રિલાયન્સના પ્રવક્તાએ કહ્યું હતું કે અભિષેક સંઘવીએ કંપની વિરુદ્ધ ખોટા, અપમાનજનક અને નિંદનીય નિવેદન આવ્યું છે. અમે આવા ખોટા અને અપમાનજનક નિવેદન મામલે સંઘવી વિરુદ્ધ 5000 કરોડ રૂપિયાનો કેસ નોંધીશું.

અભિષેક મનુ સંઘવી ઉપરાંત રાહુલ ગાંધીએ પણ રાફેલ ડીલને લઇને પીએમ મોદી પર હુમલો કર્યો હતો. અને કહ્યું હતું કે વડાપ્રધાન મોદી પોતાના ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો પહોંચાડવા માટે આ ડીલ પર ભાર આપી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 8.7 બિલિયન ડોલરની આ ડીલમાં વડાપ્રધાનનું પોતાનું હિત જોવાયુ છે. રાહુલ ગાંધીએ રિલાયન્સ-ડિસોલ્ટ વચ્ચે વડાપ્રધાન પર ઉદ્યોગપતિઓને ફાયદો પંહોચાડવાનો આરોપ લગાવ્યો.

Related posts

ખુશખબર/ બાળકો માટે કોરોના વેક્સિન પર સૌથી મોટા સમાચાર, આ મહિનામાં આવી જશે વેક્સિન

Damini Patel

પૂર પ્રકોપ/ બિહારના 11 જિલ્લાઓમાં પૂરથી 15 લાખ લોકો થયા પ્રભાવિત, મહારાષ્ટ્ર- ગોવામાં એરફોર્સ નેવીએ સંભાળ્યો મોરચો

Harshad Patel

ઝાટકણી/ રાજકીય નેતાઓ ઇન્જેકશન વહેંચે તો તેની સામે પગલાં કેમ નથી લેવાતા? રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે હાઇકોર્ટનો રૂપાણી સરકારને તીખો સવાલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!