GSTV

મુકેશ અંબાણીને ઝટકો/મહાત્વાંકાંક્ષી રિલાયન્સ-ફ્યુચરનો સોદો ઘોંચમાં, એમેઝોન પહોંચી છે સુપ્રીમમાં

રિલાયન્સ-ફ્યુચરનો સોદો ઘોંચમાં પડી ગયો છે. સુપ્રીમ કોર્ટે ફ્યુચર રીટેલને રિલાયન્સ સાથે થયેલા સોદા બાબતે ખુલાસો આપવાનો આદેશ કર્યો છે. એમેઝોને ફ્યુચર રીટેલ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે એમેઝોન સાથે કરારનો ભંગ કરીને કંપનીએ રિલાયન્સ સાથે સોદો કર્યો હતો.

મુકેશ અંબાણીનો મહાત્વાકાંક્ષી રિલાયન્સ-ફ્યુચરનો સોદો ઘોંચમાં પડી ગયો

રિલાયન્સે ફ્ચુયર રિટેલના અધિકારો ૩.૪ અબજ ડોલર એટલે કે અંદાજે ૨૪,૭૧૩ કરોડ રૃપિયામાં ખરીદ્યા હતા. ગયા વર્ષે બંને કંપનીઓ વચ્ચે સોદો થયો હતો. મુકેશ અંબાણીનો આ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાય છે અને ભારતના રીટેલ માર્કેટમાં આ સોદાથી રિલાયન્સનો એકાધિકાર સ્થપાશે એવું મનાય છે. પરંતુ એ સોદા સામે એમેઝોને વિરોધ ઉઠાવ્યો હતો. એમેઝોને ફ્યુચર રીટેલ સામે અરજી કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે ફ્યુચર રીટેલે એમેઝોન સાથે થયેલા કરારોનો ભંગ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે રિલાયન્સ-ફ્યુચર બાબતે ખુલાસો આપવાનો કર્યો આદેશ

એ મુદ્દે અગાઉ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો અને ફ્ચુયર રીટેલને રાહત આપી હતી. એ ચુકાદા સામે એમેઝોને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. સુપ્રીમ કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી ફ્ચુયર રીટેલને પાંચ સપ્તાહમાં આ બાબતે લેખિતમાં ખુલાસો આપવાનો આદેશ કર્યો છે. જ્યાં સુધી સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી રિલાયન્સ-ફ્યુચર સોદા પર સ્ટે મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)ને પણ સોદાના હમણાં મંજૂરી ન આપવાની તાકીદ કરી હતી.

આ બાબતે NCLTમાં થશે સુનાવણી

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એનસીએલટીમાં આ મામલે સુનાવણી ચાલશે, પરંતુ કોઈ નિર્ણય હાલ પૂરતો આવશે નહીં.
ભારતના રીટેલ બિઝનેસમાં આધિપત્ય સ્થાપવા માટે જગતના બે ધનવાન ઉદ્યોગપતિઓ વચ્ચે પરોક્ષ જંગ ચાલી રહ્યો છે.
મુકેશ અંબાણી અને જેફ બેઝોસ બંનેની યોજના ભારતના રીટેલ માર્કેટ પર સર્વોપરિતા સિદ્ધ કરવાની છે. આ કોર્ટની લડાઈ પર દુનિયાભરના રોકાણકારોની પણ નજર છે. રિલાયન્સ-ફ્યુચરનો સોદો ઘોંચમાં પડે તે માટે એમેઝોને અત્યારે બધા જ પ્રયાસો આદર્યા છે. અગાઉ એમેઝોને દિલ્હી હાઈકોર્ટમાં બે વખત અરજી કરી હતી. આ મુદ્દે હાઈકોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. અગાઉ હાઈકોર્ટના સિંગલ જજની બેચે ફ્યુચર રીટેલને રાહત આપતો ચુકાદો આપ્યો હતો.

READ ALSO

Related posts

કામના સમાચાર/ સોમવારથી આ લોકોને આપવામાં આવશે કોરોના રસી : કઈ રીતે ચેક કરવું કે તમારું નામ છે કે નહીં, અહીંથી જાણી લેજો

Pravin Makwana

જેલમાં ચાલતા ખંડણી નેટવર્કનો પર્દાફાશ, જમીન દલાલના અપરહરણ કેસમાં ગોવા રબારીના ઘરેથી મળી આવી સોનાની 14 લાખની ચેઈન

Pravin Makwana

મમતા બેનર્જીએ મજૂરો માટે કરી મોટી જાહેરાત: દૈનિક વેતનમાં કર્યો વધારો, હજારો કામદારોને થશે લાભ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!