GSTV
Gujarat Government Advertisement

એરિક્સને અંબાણી દેશ છોડીને ભાગી ના જાય તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

Last Updated on June 30, 2019 by Alap Ramani

અનિલ અંબાણી દેશ છોડીને ભાગી ના જાય તે માટે એરિક્સ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પાસે સ્વીડનની કંપની એરિકસન રૂપિયા 1100 કરોડ માગે છે. કેસની વધુ સુનાવણી આગામી દિવોસમાં  થઈ શકે છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે 30 સપ્ટેમ્બર સુધી રિલાયન્સ કોમ્યુનિકેશન્સને રૂપિયા 550 કરોડ એરિક્સનને આપવા આદેશ કર્યો હતો. તેમ છતાં રિલાયન્સે એ રકમ એરિક્સનને આપી નથી. અંતે એરિક્સને એ બાબતે દાદ માગી હતી કે રિલાયન્સ વિરૂધ્ધ અદાલતના અપમાનનો કેસ કરવો જોઇએ.

એરિક્સનની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આરકોમ દેશના નિયમોનું પાલન કરતી નથી. તેમણે માંગ કરી હતી કે અંબાણી અને તેમના બે અધિકારીઓ કોર્ટની મંજૂરી વગર દેશમાંથી ભાગી ના જાય તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે એરિક્સન અને આરકોમ વચ્ચે ભારતમાં નેટવર્ક સંચાલન અંગે 2014માં સાત વર્ષ માટે એક કરાર કરાયો હતો. રિલાયન્સે એમ પણ કહ્યું હતું કે જો તેઓ નાદાર થઇ જાય તો રકમ નહીં ભરી શકે, ત્યારે એરિક્સને એવી પણ માંગણી કરી હતી કે તેમને નાદાર પણ જાહેર ન કરવી જોઈએ.

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

ગલવાન અથડામણનું એક વર્ષ, ભારતીય સેનાએ શહીદ જવાનોને આપી વિશિષ્ટ શ્રદ્ધાંજલિ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!