GSTV

અનિલ અંબાણીની આ ટેલિકોમ કંપની નાદારી નોંધાવે તેવી શક્યતા

Last Updated on February 2, 2019 by

રિલાયન્સ કોમ્યુનિકેશન દેવું ચૂકવવા માટે સંપત્તિ વેચવામાં નિષ્ફળ જશે તો અનિલ અંબાણીની આ ટેલિકોમ કંપની નાદારી નોંધાવશે તેમ કંપનીએ જણાવ્યું હતું. રિલાયન્સ કોમ્યુનિકેશન મૂકેશ અંબાણીના રિલાયન્સ જિઓને સ્પેક્ટ્રમ પણ વેચી શકી નથી. સ્પેક્ટ્રમ વેચવાથી તેને થોડી રાહત મળે તેમ હતી.

આરકોમના બોર્ડ ઓફ ડિરેક્ટરે દેવૂ ભરપાઈ કરવા એનસીએલટી ફ્રેમ વર્કનો સહારો લેવાનું નક્કી કર્યું હતું. સ્વીડનની ટેલિકોમના સાધનો બનાવતી એરિક્સને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સમક્ષ નાદારીના પગલાં લેવા પ્રથમ પિટીશન કરી હતી.

એનસીએલટીએ આરકોમને દેવું ભરપાઈ કરવાનો સમય આપ્યો છે. આરકોમ પર ૪૬૦૦૦ કરોડનું દેવું હોવાનો અંદાજ છે. બોર્ડ ઓફ ડિરેક્ટરે દેવું ચૂકવવાના પ્લાનની સમીક્ષા કરી હતી.

૧૮ મહિનાના પ્રયત્નો બાદ પણ સંપત્તિ વેચવાના આયોજનમાં કોઈ પ્રગતિ થઈ નથી તેની બોર્ડે નોંધ લીધી હતી. તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

બોર્ડના નિર્ણય મુજબ હવે કંપની એનસીએલટી મુંબઈ દ્વારા ઝડપી ઉકેલ લાવશે. આ પગલું તમામ શેરહોલ્ડર્સના હિતમા હશે. આરકોમના ૪૦ લેણદારોને નાણા ચૂકવવા રૃપિયા ૨૫૦૦૦ કરોડની સંપત્તિ વેચવાનું આયોજન નિષ્ફળ ગયું હતું.

આરકોમને જિઓને સ્પેક્ટ્રમ વેચીને રૃપિયા ૯૭૫ કરોડ ઉભા કરવાની આશા હતી. એરિકસનના રૃપિયા ૫૫૦ કરોડ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલના રૃપિયા ૨૩૦ કરોડ ચૂકવવાનું વચન આપ્યું હતું રિલાયન્સ જિઓએ દેવાની જવાબદારી લેવાનો ઇનકાર કરતાં સ્પેક્ટ્રમનો સોદો રદ્દ થયો હતો.

Related posts

સુવિધા/ કોઈ પણ બિમારીની સલાહ માટે ડોક્ટરને ત્યાં લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી, હવે વોટ્સએપ પર મળશે ડોક્ટર

Pravin Makwana

હદ છે યાર/ લખનઉમાં ચોર ટોળકીએ ખતરનાક પ્લાન બનાવી વિમાનના ટાયર ચોરી લીધા, પોલીસને જાણ થતાં હોબાળો મચી ગયો

Pravin Makwana

મહામારી/ આ છે Omicron Variantના 3 સૌથી મોટા લક્ષણો, કોરોનાના અન્ય સ્ટ્રેનથી બિલકુલ અલગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!