GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

મુકેશ અંબાણી થયા વધુ ધનવાન, આ વ્યક્તિને પછાડીને બન્યા દુનિયાનાં છઠ્ઠા નંબરના સૌથી ધનિક વ્યક્તિ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ નવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અંબાણી દુનિયાના છઠ્ઠા ધનિક વ્યક્તિ બન્યા છે. તેણે ગૂગલ કો-ફાઉન્ડર લેરી પેજને પછાડીને આ પદ મેળવ્યુ છે.

આટલી થઈ સંપત્તિ

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ સૂચકાંક અનુસાર, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે 72.4 અબજ ડોલરની થઈ ગઈ છે. જૂનની શરૂઆતમાં, મુકેશ અંબાણીએ વિશ્વના ટોચના 10 ધનિક લોકોની સૂચિમાં સ્થાન મેળવ્યું હતું. ત્યારે અંબાણીએ હેથવે બર્કશાયરના વોરન બફેટનું સ્થાન લીધુ હતુ, જેઓ 8મા સ્થાને હતા. દુનિયાના ટોપ 10 ધનિક લોકોની યાદીમાં મુકેશ અંબાણી સમગ્ર એશિયા ખંડના એકમાત્ર વ્યક્તિ છે.

પ્રથમ સ્થાને જેફ બેઝોસ

આ યાદીમાં પ્રથમ સ્થાને એમેઝોનનાં સીઈઓ જેફ બેઝોસ છે. તેમની કુલ સંપત્તિ 184 અબજ ડોલર છે. ત્યારબાદનાં છ ધનવાન વ્યક્તિઓમાં બિલ ગેટ્સ (સંપત્તિ – 115 અબજ ડોલર), બર્નાર્ડ આર્નોલ્ટ (નેટવર્થ – 94.5 અબજ ડોલર), માર્ક ઝુકરબર્ગ (નેટવર્થ- 90.8 અબજ ડોલર), સ્ટેલ બાલમર (નેટવર્થ – 74.6 અબજ ડોલર) અને મુકેશ અંબાણી (નેટવર્થ -72.4 અબજ ડોલર) છે.

રિલાયન્સે તોડ્યો રેકોર્ડ

એક જ દિવસમાં મુકેશ અંબાણીની સંપત્તિ 2.17 અબજ ડોલર વધી છે. છેલ્લા 22 દિવસમાં તેમની સંપત્તિમાં 7.9 અબજ ડોલરનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન, રિલાયન્સ શેરના રેકોર્ડ તેજી જોવા મળી હતી. સોમવારે, તે 12 લાખ કરોડની માર્કેટ કેપિટલાઈઝેશન સાથે દેશની પ્રથમ કંપની બની ગઈ હતી. કંપનીના શેરમાં વધારો થવાને કારણે તેણે આ જગ્યા પ્રાપ્ત કરી છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) પર કંપનીનો શેર ઝડપથી વધ્યા હતા.

ગૂગલ ચાર અબજ ડોલરનું કરી શકે છે રોકાણ

ગૂગલ જિઓ પ્લેટફોર્મમાં હિસ્સો ખરીદવા માટે વાતચીત કરી રહી છે. આ મામલા સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું હતું કે યુએસ ટેકનોલોજી કંપની લગભગ ચાર અબજ ડોલરના રોકાણ માટે વાતચીત કરી રહી છે. તેની જાહેરાત આગામી કેટલાક અઠવાડિયામાં થઈ શકે છે. જો કે સંભવિત સોદાની વિગતો બદલાઈ શકે છે, અને વાટાઘાટોમાં પણ વિલંબ થઈ શકે છે. ગૂગલ અને રિલાયન્સના પ્રતિનિધિઓએ આ મામલે કોઈ ટિપ્પણી આપી નથી. ગૂગલે સોમવારે કહ્યું હતું કે તે ભારતમાં ડિજિટલ ટેકનોલોજીને વેગ આપવા માટે આગામી પાંચથી સાત વર્ષમાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે.

કંપનીએ અત્યાર સુધીમાં 118,318.45 કરોડ રૂપિયા કર્યા એકત્ર

વાસ્તવમાં, રિલાયન્સના જિઓ પ્લેટફોર્મ્સે અત્યાર સુધીમાં 118,318.45 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. ફેસબુકે જ જિઓ પ્લેટફોર્મમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતુ. ફેસબુકે આશરે 44 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરીને 9.99 ટકા હિસ્સો ખરીદ્યો છે. ફેસબુક બાદ સિલ્વર લેક પાર્ટનર્સ (બે રોકાણો), વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક, કેકેઆર, મુબાડલા, એડીઆઈએ, ટીપીજી, એલ કેટરટન, પીઆઈએફ અને ઇન્ટેલ કેપિટલમાં રોકાણ કર્યું છે. તાજેતરમાં જ વાયરલેસ ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની ક્વાલકોમ ઇન્કોર્પોરેટેડની ઇન્વેસ્ટમેન્ટ કંપની ક્વાલકોમ વેંચર્સે જિઓમાં 730 કરોડ રૂપિયાના રોકાણની ઘોષણા કરી છે. 12 અઠવાડિયાની અંદર જિઓ પ્લેટફોર્મ પર આ 13મું રોકાણ છે.

અત્યાર સુધીનાં રોકાણકારો

રોકાણકારો રોકાણની રકમ (કરોડ રૂપિયામાં) હિસ્સેદારી (%માં)
ફેસબુક 43,573.62 9.99
સિલ્વર લેક પાર્ટનર્સ 5,655.75 1.15
વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ 11,367.00 2.32
જનરલ એટલાન્ટિક 6,598.38 1.34
કેકેઆર 11,367.00 2.32
મુબાડલા 9,093.60 1.85
સિલ્વર લેક પાર્ટનર્સ (વધારાનું રોકાણ) 4,546.80 0.93
ADIA 5,683.50 1.16
TPG 4,546.80 0.93
એલ કેટરટન 1,894.50 0.39
PIF 11,367.00 2.32
ઈંટેલ કેપિટલ 1,894.50 0.39
ક્વોલકૉમ 730.00 0.15

READ ALSO

Related posts

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની સાઉદી અરેબિયાને ધમકી, ટેકો આપો નહીંતર મુસલમાન દેશોનું અલગ સંગઠન બનાવીશું

Dilip Patel

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ : સંચાલક ભરત મહંતનું સામે આવ્યું ભાજપ કનેકશન, મોદીની હાજરીમાં કર્યા હતા કેસરિયા

Nilesh Jethva

ચીનની લશ્કરી હિલચાલ પર 4 જાસૂસી ઉપગ્રહો રાખશે નજર, લદાખ સરહદે 4 હજાર કિલોમીટરની છે એલએસી

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!