GSTV
Home » News » મુકેશ અંબાણી ભલે દેશના ટોપના ધનિક હોય પણ સ્થિર નફો, વધતું ઋણ રિલાયન્સ માટે ચિંતાજનક

મુકેશ અંબાણી ભલે દેશના ટોપના ધનિક હોય પણ સ્થિર નફો, વધતું ઋણ રિલાયન્સ માટે ચિંતાજનક

છેલ્લા એક વર્ષ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 22 ટકા વધ્યો છે અને તેની સામે નિફ્ટી 500 ઇન્ડેક્સ છ ટકા ઘટ્યો છે. રિલાયન્સ રિફાઇનિંગ માર્જિન નબળા હોવા છતાં અને પેટ્રોકેમિકલ્સ કારોબારનો સ્પ્રેડ અટક્યો હોવા છતાં આટલો માર્જિન જાળવવામાં સફળ રહ્યું છે. તેના કન્ઝ્યુમર બિઝનેસ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ અને રિલાયન્સ રિટેલ ઝડપથી વૃદ્ધિ પામી રહ્યા છે. આજે નફાનો પાંચમાં ભાગનો હિસ્સો તેનો છે. જો કે તેની શાનદાર વૃદ્ધિ છતાં પણ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ હજી પણ તેનો મુખ્ય કારોબાર છે. રિલાયન્સના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ દર્શાવે છે કે ખરેખર આ સેગમેન્ટમાં નરમાઈ છે. તેનો કાર્યકારી નફો ત્રિમાસિક ધોરણે એક ટકા વધ્યો હતો અને તે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 1.9 ટકા ઓછો હતો અને જુન ક્વાર્ટરમાં 11.2 ટકા ઓછો હતો. તેણે નબળી વૃદ્ધિનો ઉપયોગ કોન્સોલિડેશન માટે કર્યો છે. તેનો કાર્યકારી નફો આ સમયગાળા દરમિયાન એક ટકા વધ્યો હતો. આ અપેક્ષિત હોવા છતાં પણ સ્થિર નફો રિલાયન્સ માટે ચિંતાનું કારણ એટલા માટે છે કેમકે તેનું દેવું ઝડપથી વધી રહ્યુ છે.

એકબાજુએ રોકડપ્રવાહ છે અને બીજી બાજુએ કેટલીક એસેટ્સ બેલેન્સ શીટ્સમાં દેખાતી નથી

પરિણામની જાહેરાત પહેલા જેફરીઝ ઇન્ડિયાએ તેની નોંધમાં જણાવ્યું હતું કે ટેલિકોમ અને રિટેલના વધતા જતા દેવાના લીધે તેની ચોખ્ખી જવાબદારી 2.5 અબજ ડોલર થઈ જશે. તે વાતને લઈને કોઈ આશ્ચર્ય નથી કે રિલાયન્સે ડિલિવરેજિંગ માટે વાતચીત શરૂ કરી છે. તે ફાફઇબ બિઝનેસ અ ટાવર બિઝનેસને રિલાયન્સ જિયો ઇન્ફોકોમમાંથી અલગ કંપનીના બદલવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ રીતે આ સાહસોનો હિસ્સો વેચીને રકમ ઊભી કરવા માંગે છે. જોઇન્ટ ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર વી શ્રીકાંતે જણાવ્યું હતું કે જો તેમે એસેટ મોનેટાઇઝેશન પર નજર નાખતા હોવ તો તમારે ફિબર કે ટાવર પર નજર નાખવી જોઈ, જેનો અર્થ તમારી આગામી વર્ષની બેલેન્સ શીટ વધારે મજબૂત બનશે. તેનું કારણ એ છે કે એકબાજુએ રોકડપ્રવાહ છે અને બીજી બાજુએ કેટલીક એસેટ્સ બેલેન્સ શીટ્સમાં દેખાતી નથી તે છે. તે બાબત નોંધનીય છે કે રિલાયન્સ જિયોનો નફો વધ્યો છે તો તેની પાછળ રોકડ ફાળવણી પણ વધી છે. ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો નફો 2,515 કરોડ હતો, પરંતુ તેનો મૂડીખર્ચ 14,000 કરોડ હતો. આના પરથી મોટાપાયા પર થતો રોકડ ખર્ચ ધ્યાન પર આવે છે.

રિલાયન્સના ફૂટફોલ્સમાં વાર્ષિક ધોરણે 21 ટકાની વૃદ્ધિ જોવા મળી

કંપની એસેટ મોનેટાઇઝેશન પર મીટ માંડી રહી છે અને તે ટેલિકોમ ટેરિફ વધારી રોકડપ્રવાહ વધારવા માંગતી નથી તે બાબત ફક્ત તેના હરીફો નહી પણ તેના રોકાણકારો માટે પણ ચિંતાજનક છે. તેના ડિજિટલ કારોબારનો અમુક હિસ્સો હજી સુધી રોકડસર્જન કરી શક્યો નથી. જો કે બ્રોડબેડ તેના સેગમેન્ટમાં કેટલો ફાળો આપે છે તે જોવાનું રહેશે. રિલાયન્સના ત્રીજા ક્વાર્ટરના પરિણામને સમર્થન આપે છે તેના ટેલિકોમ કારોબારની વૃદ્ધિ, જે ઘણી શાનદાર રહી છે, તેણે 12 ટકાના ક્રમિક વિકાસના દરે વૃદ્ધિ નોંધાવી છે. રિટેલ સેગમેન્ટમાં અન્ય તબક્કો કન્ઝ્યુમર બિઝનેસનો છે. તેણે ક્રમશઃ ધોરણે 21.5 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. અપેક્ષા મુજબ સેગમેન્ટના પર્ફોર્મન્સને નવા સ્ટોર ઓપનિંગના લીધે મદદ મળી છે. કંપનીના જણાવ્યા મુજબ રિલાયન્સના ફૂટફોલ્સમાં વાર્ષિક ધોરણે 21 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

Related posts

આ ગંદી બાત-3ના ટ્રેલરના સૌથી બોલ્ડ સીન છે, અહીં જુઓ ફોટાઓ

Kaushik Bavishi

બિહારનાં લોકો પૂરગ્રસ્ત છે ત્યારે સુપર-30 ફિલ્મ જોવા અંગે બિહારનાં Dy.CM સુશીલ મોદીએ આપ્યો આ જવાબ

Riyaz Parmar

હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પુછ્યું કે શું વિવાહિત લોકોમાં બુદ્ધિ ઓછી હોય છે?

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!