GSTV
Home » News » JIO યુઝર્સને મુકેશ અંબાણીએ કરાવી દીધા બખ્ખા, ફ્રી HD TV, લેન્ડ લાઇન ફોન…અને ઘણુ બધું…

JIO યુઝર્સને મુકેશ અંબાણીએ કરાવી દીધા બખ્ખા, ફ્રી HD TV, લેન્ડ લાઇન ફોન…અને ઘણુ બધું…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એજીએમ 2019માં કંપનીના ચેરમેન મુકેશ અંબાણી અનેક મોટી ઘોષણાઓ કરશે. કંપનીની આ વાર્ષિક બેઠકમાં અંબાણી રિલાયન્સ જિયો ગીગા ફાઇબર, જિયોફોન 3 અને જિયો હોમ ટીવી લૉન્ચ કરી શકે છે. જિયો ગીગા ફાઇબરની ઘોષણા ગત વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એજીએમમાં થઇ હતી. ત્યારીથી જ તેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે.

5 સપ્ટેમ્બરથી ગીગાફાઇબરનું કમર્શિયલ લૉન્ચિંગ

મુકેશ અંબાણીએ જણાવ્યું કે 5 સપ્ટેમ્બરથી જિયો ગીગા ફાઇબરની કર્મર્શિયલ લૉન્ચિંગ થશે.

700 રૂપિયાથી શરૂ થશે જિયો ગીગાફાઇબરનો પ્લાન.

જિયો ગીગાફાઇબર પર રિલિઝ થશે નવી ફિલ્મો

મુકેશ અંબાણીએ જણાવ્યું કે જિયો ગીગા ફાઇબર પર રિલિઝ થશે નવી ફિલ્મો. એટલે કે યુઝર્સ ફર્સ્ટ ડે, ફર્સ્ટ શૉ જોઇ શકશે.

જિયો ફાઇબર વાર્ષિક વેલકમ ઑફર અંતર્ગત 4D/4K ટેલીવીઝન સેટ અને 4K સેટઅપ બૉક્સ ફ્રી મળશે.

બ્રોડબેન્ડ સાથે ફ્રી મળશે લેન્ડલાઇન ફોન.

એક જીબીપીએસ સુધી મળશે સ્પીડ, ફ્રી સેટ ટૉપ બૉક્સ મળશે.

મળશે 4કે વીડિયો સપોર્ટ.

જિયો ગીગાફાઇબર

મુકેશ અંબાણીએ જણાવ્યું કે જિયો હોમ બ્રૉડબેંડ માટે અમને 15 મિલિયન રજીસ્ટ્રેશન મળ્યાં.


મુકેશ અંબાણીએ જણાવ્યું કે, અમે 20 મિલિયન રેસિડેન્ટ્સ અને 15 મિલિયન બિઝનેસ એસ્ટેબલિશ્મેન્ટ સુધી પહોંચવા માંગીએ છીએ.

મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો ગીગાફાઇબર એક વર્ષમાં સમગ્ર દેશમાં પહોંચી જશે.

 તેમણે જણાવ્યું કે જિયો ગીગાફાઇબર 50 લાખ ઘરોમાં પહોંચી ચુક્યુ છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે 1 અબજ ઘરોને જિયો ઇન્ટરનેટ ઑફ થિંગ્સથી કનેક્ટ કરવાનો ટાર્ગેટ છે.

જિયોનું શાનદાર પરફોર્મન્સ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે રિલાયન્સ જિયોએ શાનદાર પ્રદર્શન કર્યુ છે.

રિલાયન્સ જિયોએ 340 મિલિયન એટલે કે 34 કરોડ યુઝર્સના સ્તરને પાર કર્યુ છે.

મુકેશ અંબાણી, ગ્રોથમાં રિલાયન્સ જિયોની મહત્વપૂર્ણ ભુમિકા છે.

મુકેશ અંબાણીએ એજીએમમા જણાવ્યું કે, જિયો દેશનું સૌથી મોટુ મોબાઇલ નેટવર્ક બન્યુ.

જિયોની ફાસ્ટ સ્પીડ..

મુકેશ અંબાણીએ જણાવ્યુ કે , રિલાયન્સ જિયો દુનિયામાં બીજુ મોટુ ટેલીકોમ ઓપરેટર બની ગયુ છે.

અંબાણીએ જણાવ્યુ કે, અમે દર મહિને 1 કરોડ નવા કસ્ટમર્સ જોડી રહ્યાં છીએ.

મુકેશ અંબાણીએ જણાવ્યું કે, અમે કનેક્ટિવીટીના 4 એન્જિન શરૂ કરી રહ્યા છીએ.



Related posts

વધુ પડતો મોબાઈલ ફોનનો ઉપયોગ નોતરી શકે છે આ ખતરનાક બીમારીઓને, રિસર્ચમાં થયો છે ખુલાસો

Ankita Trada

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાને લઈને 10 બિલિયન ડોલરની ડીલની ચર્ચાએ પકડ્યુ જોર

Nilesh Jethva

આવતીકાલે ઓફિસે જતા પહેલા આ જાહેરનામું વાચી લેજો, શહેરના કુલ 18 રસ્તા કરાયા છે બંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!