GSTV

વતનનું ઋણ ચૂકવ્યું : જામનગરમાં ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી કોમ્પલેક્સ બનશે, જિયોએ સ્માર્ટફોન લોન્ચ કર્યો

Last Updated on June 24, 2021 by Karan

રિલાયન્સ એજીએમની 44 મી બેઠક ચાલી રહી છે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણી આને સંબોધન કરી રહ્યા છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, કંપની સમય પહેલા ચોખ્ખા દેવાથી મુક્ત થઈ ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું બેલેન્સ ક્લિન છે. સાઉદી અરામકોના અધ્યક્ષ યાસીર અલ રૂમયાનને આજે રિલાયન્સ બોર્ડમાં શામેલ કરવામાં આવ્યા છે. મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સે એક વર્ષમાં 44.4 અબજ ડોલરની મૂડી એકઠી કરી હતી. એક વર્ષમાં વિશ્વની કોઈપણ કંપની દ્વારા આ સૌથી મોટી મૂડી એકત્ર કરાઈ છે. ડિજિટલ બાદ હવે રિલાયન્સ એનર્જી ક્ષેત્રમાં નંબર વન બનવા માટે 60 હજાર કરોડનું રોકાણ કરશે એવી સૌથી મોટી જાહેરાત થઈ છે. રિલાયન્સે આ બેઠકમાં સ્માર્ટફોન જિઓ ફોન નેક્સ્ટ લોન્ચ કર્યો છે. જે 10 સપ્ટેમ્બરથી બજારમાં ઉપલબ્ધ થશે. FY21માં RILનો કોન્સોલિડેટડ રેવન્યૂ 5,40,000 કરોડ રહ્યો છે. RILએ 3.24 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

Jio ફોન નેક્સ્ટના ભાવો જાહેર કરાયા નથી

જિઓ ફોન નેક્સ્ટના ભાવો જાહેર કરાયા નથી, પરંતુ નિષ્ણાતો માને છે કે તેની કિંમત ખૂબ ઓછી રાખવામાં આવશે. જિઓ-ગૂગલનો એન્ડ્રોઇડ બેસ્ડ સ્માર્ટફોન જિઓફોન-નેક્સ્ટ ગેમ ચેન્જર સાબિત થશે. તે 30 કરોડ લોકોનું જીવન બદલી શકે છે, જેમના હાથમાં હજી 2 જી મોબાઇલ સેટ છે. જિઓ-ગૂગલનો નવો સ્માર્ટફોન ઝડપી ગતિ, સારી ઓપરેટિંગ સિસ્ટમ અને પોસાય તેવા ભાવના આધારે કરોડો નવા ગ્રાહકો સાથે રિલાયન્સ જિઓની બેગ ભરી શકે છે.

ભારતને 2 જી મુક્ત બનાવવા માટે કાર્યરત જિઓ

ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું, “અમે વૈશ્વિક ભાગીદારો સાથે 5 જી ઇકોસિસ્ટમ વિકસાવવા અને 5 જી ઉપકરણોની શ્રેણી વિકસાવવા માટે કામ કરી રહ્યા છીએ. જિઓ ભારતને 2 જી ફ્રી બનાવવા માટે જ નહીં, પણ 5 જી સક્ષમ કરવા માટે પણ કામ કરી રહી છે.

ડેટા વપરાશના મામલે વિશ્વમાં જિયો નંબર 2

રિલાયન્સના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ જિયો ડેટા વપરાશની બાબતમાં વિશ્વનું બીજું નેટવર્ક બની ગયું છે. રિલાયન્સ જિઓના નેટવર્ક પર દર મહિને 630 મિલિયન જીબી ડેટા વપરાય છે. જે ગયા વર્ષ કરતા 45 ટકા વધારે છે.

રિલાયન્સના ચેરમેને કહ્યું કે, RIL આગામી ત્રણ વર્ષમાં ન્યૂ એનર્જી બિઝનેસ પર 75,000 રૂપિયાનું રોકાણ કરશે.

રિલાયન્સે લોન્ચ કર્યો સ્માર્ટફોન

રિલાયન્સ જિયો અને ગુગલે સંયુક્ત રીતે જિઓ ફોન નેક્સ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તેની ઓપરેટિંગ સિસ્ટમ જિઓ અને ગૂગલે સંયુક્ત રીતે વિકસિત કરી છે. જિઓ ફોન નેક્સ્ટનું વેચાણ ગણેશ ચતુર્થી એટલે કે 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડીરેક્ટરે મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે, ગૂગલ અને Jioએ JioPHONE NEXT ફોન વિકસાવ્યો છે, જેનું નામ JioPhone Next રાખવમાં આવ્યું છે. JioPhone Next સ્માર્ટફોન Android એપને સપોર્ટ કરશે.

2030 સુધીમાં ગ્રીન એનર્જીનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે

ગ્રીન એનર્જીનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રાપ્ત થશે. આ સિવાય કંપની ન્યુ મટિરિયલ અને ગ્રીન કેમિકલ્સ પર પણ વિચાર કરી રહી છે. રિલાયન્સ હાઇડ્રોજન અને સોલર ઇકોસિસ્ટમ્સને ટેકો આપવા માટે વર્લ્ડ સ્કેલ કાર્બન ફાઇબર પ્લાન્ટ્સનો વિકાસ કરશે.

100 ગિગાવોટ સોલાર એનર્જી ઉત્પન્ન કરવાનું લક્ષ્યાંક

ગ્રીન એનર્જી તરફ એક પગલું ભરતાં, રિલાયન્સ ન્યૂ એનર્જી કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી છે. જામનગરમાં 5000 હજાર એકરમાં ધીરૂભાઇ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ બનાવવાની તૈયારી ચાલી રહી છે. રિલાયન્સનું લક્ષ્ય છે 100 ગિગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન.કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે 2016માં અમે ડિજિટલ ડિવાઈડને ભરવા માટે જિઓની શરૂઆત કરી હતી. રિલાયન્સ 2021 માં પોતાનો નવો એનર્જી બિઝનેસ શરૂ કરવા જઈ રહી છે. અમારો હેતુ આ દ્વારા ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનો છે. રિલાયન્સ આગામી 15 વર્ષમાં નેટ શૂન્ય-કાર્બન કંપની બનશે.જામનગરમાં ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી કોમ્પલેક્સ બનશે. જે દુનિયાનું સૌથી મોટું ગ્રીન એનર્જી હબ હશે.ધીરૂભાઈ અંબાણી ગીગા કોમ્પલેક્સમાં કામ શરૂ થશે. જામનગર ખાતેના Giga Complexમાં કામ શરૂ થશે. ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સમાં 4 ફેક્ટરી હશે. રિન્યૂએબલ એનર્જમાં 60,000 કરોડનું રોકાણ કરીશું. આ આજે આ મીટિંગમાં સૌથી મોટી જાહેરાત છે.

સાઉદી અરામકોના ચેરમેન રિલાયન્સ બોર્ડમાં સામેલ

વાય.પી. ત્રિવેદી રિલાયન્સ બોર્ડમાંથી નિવૃત્ત થયા છે. તે લગભગ 30 વર્ષ સુધી રિલાયન્સના બોર્ડમાં હતા. જેઓ 92 વર્ષના છે. તેમની જગ્યાએ સાઉદી અરામકોના ચેરમેન અને ગવર્નર યાસિર અલ-રુમાયાનને બદલવામાં આવ્યા છે. શેરધારકોને સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું કે, કંપનીનો ચોખ્ખો નફો 34.8% વધી `53,739 Cr (YoY) રહ્યો છે. રિલાયન્સે છેલ્લા એક વર્ષમાં 75,000 નવી નોકરીઓ આપી છે.

 • ગ્લોબલ ન્યૂ એનર્જી એજન્ડા પર ફોકસ થઈ રહ્યુ છે
 • 2021માં NEW ENERGY BIZ લોન્ચ કરીશું
 • NEW ENERGY BIZ માં RIL ની લિડરશીપ હશે
 • NEW ENERGY BUSINESSમાં RIL આગેવાની કરશે
 • 15 વર્ષોમાં NET ZERO કાર્બન કંપની બનીશું

જિઓ દેશની સૌથી મોટી ડિજિટલ કંપની

જિઓ એ દેશની સૌથી મોટી ડિજિટલ કંપની છે. મહેસૂલ અને ઇબીઆઇટીડીએમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે.. જિઓ આવક અને વપરાશકારોમાં સૌથી મોટી લીડર બની છે. વર્ષ દરમિયાન, રિલાયન્સ જિઓમાં કુલ 37.9 મિલિયન ગ્રાહકો ઉમેર્યા છે. હવે અમે અમારા નેટવર્ક પર 425 મિલિયનથી વધુ ગ્રાહકોની સેવા આપીએ છીએ. અમારી પાસે 22માંથી 19 વર્તુળોમાં રેવેન્યૂ માર્કેટ લીડરશીપ છે.

નીતા અંબાણીએ જણાવ્યું કે, ભારતમાં દર 10માંથી 1 કોરોના દર્દીને ઓક્સિજન પૂરો પાડ્યો છે. આ વર્ષથી જિયો ઇન્સ્ટીટ્યુટના નવી મુંબઈ ખાતેના કેમ્પસમાં એકેડેમિક સેશન શરૂ થશે. Jio ઈન્સ્ટિટ્યુટ પણ આ વર્ષથી જ શરૂ થશે.

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાના સંબોધનમાં કહ્યું કે કોરોના હોવા છત્તાં કંપનીએ બિઝનેસ પ્રદર્શન અપેક્ષા કરતા સારું હતું. આ માટે તેમણે ફ્રન્ટલાઈન કર્મચારીઓનો આભાર માન્યો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 44મી વાર્ષિક agm શરૂ થઈ ગઈ છે. કંપનીની બેઠક જામનગરથી થઈ રહી છે. કોરોનાના કારણે કંપનીના શેર હોલ્ડર અને રોકાણકારો વર્ચુઅલ માધ્યમથી બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

નીતા અંબાણીએ કહ્યું કે રિલાયન્સે દેશ-વિદેશથી 100 ઓક્સિજન ટેન્કર ખરીદ્યા છે. આ ઉપરાંત મુંબઈમાં 250 બેડનું કોવિડ સેન્ટર તૈયાર કરાયું છે. જામનગર રિફાઇનરી દ્વારા વર્લ્ડ ક્લાસ મેડિકલ ઓક્સિજન ઉત્પાદનની કામગીરી શરૂ કરાઈ. રિલાયન્સ દેશના દર દસ કોવિડ દર્દીઓમાં એક દર્દીને ઓક્સિજન આપી રહી છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે, એજીએમ મીટિંગ વર્ચુઅલ ચાલી રહી છે ત્યારે આ સતત બીજા વર્ષ છે. હું ફિજિકલ મીટિંગને બહુ જ મીસ કરી રહ્યો છું.

મીટીંગમા નીતા અંબાણીએ સંબધોનમાં જણાવ્યું કે કોરોનાની કપરી સ્થિતિમાં કંપનીએ ઝડપથી પોતાનું મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન વધાર્યું હતું. હાલમાં રિલાયન્સ દેશમાં એક જ સ્થાન પર સૌથી વધુ ઓક્સિજન બનાવવાવાળી કંપનીઓમાંની એક છે. દેશના દર 10માંથી 1 વ્યક્તિને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી બનેલી ઓક્સિજન મળી રહી છે. અને અમે આ ઓક્સિજન ફ્રીમાં આપી રહ્યા છે.

jio

આજની AGMમાં Saudi Aramco ડીલ, 5G Service Timeline,5G ફોન અને Jio Book જેવી મોટી જાહેરાતો થવાની શક્યતા છે. ગોલ્ડમેન સૈક્સનું કહેવું છે કે રિલાયન્સનો સંગઠિત કરિયાણાની છૂટક વેપાર આગામી દસ વર્ષમાં છ ગણો વધશે. હાલમાં ફ્યુચર ગ્રુપ સ્ટોર્સ સહિત રિલાયન્સ રિટેલનો માર્કેટ હિસ્સો આશરે 41.5૧ ટકા જેટલો છે. આગામી દાયકામાં, આમાં 15 ટકાનો વધારો થશે.

AGMમાં કોરોનામાં જીવ ગુમાવનારોને શ્રદ્ધાંજલી અર્પી હતી, બે મિનટનું મૌન પણ રાખવામાં આવ્યું હતું.

Jio

રિલાયન્સ આજે રોકાણકારો માટે ડિવિડન્ડની જાહેરાત કરી શકે

માનવામાં આવે છે કે રિલાયન્સ આજે રોકાણકારો માટે ડિવિડન્ડની જાહેરાત કરી શકે છે. રિલાયન્સ એજીએમ બેઠકની આગળ, રેટિંગ એજન્સીએ રિલાયન્સ માટે રેટિંગમાં સુધારો કર્યો છે.

કોઈ પણ દર્શક AGM સાથે જોડાઈને અપડેટ્સ માટે ટ્વીટર પર @FlameOfTruth અને @RelianceJioને ફોલો કરી શકે છે. રિલાયન્સ AGM માટે હેશટેગ #RILAGM અને #MadeForIndiaMadeInIndia છે. આ ઉપરાંત વોટ્સએપ નંબર +91-79771-11111ના માધ્યમથી રિલાયન્સના ચેટબોટનો પણ ઉપયોગ કરી શકો છો.

ફેસબુક અને ટ્વીટરના માધ્યમથી જોડાઓ

 • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઓફિશિયલ ફેસબુક પેજ પર એજીએમનું સીધું પ્રસારણ થશે. તેના માટે ફેસબુક યૂઝર્સ https://www.facebook.com/RelianceIndustriesLimited પર ક્લિક કરે.
 • પ્લેબેક યૂઆરએલ https://www.facebook.com/events/474466360318897/ પર ક્લિક કરીને પણ ફેસબુક યૂઝર્સ એજીએમ સાથે જોડાઈ શકે છે.
 • આ ઉપરાંત જિયોના ઓફિશિયલ પેજ https://www.facebook.com/Jio અને પ્લેબેક યૂઆએલ https://www.facebook.com/Jio/videos/531040901641489/ ના માધ્યમથી પણ એજીએમ જોઈ શકો છો.
 • ટ્વીટર યૂઝર્સ @FlameOfTruth (https://twitter.com/flameoftruth) પર ક્લિક કરો.
 • આ ઉપરાંત ટ્વીટર યૂઝર્સ પ્લેબેક યૂઆરએલ https://twitter.com/flameoftruth/status/1407714064726249475?s=20 ઉપર પણ એજીએમ સાથે જોડાઈ શકે છે.
 • બીજી તરફ, @RelianceJio (https://twitter.com/reliancejio) ઉપર પણ એજીએમનું લાઇવ ટેલિકાસ્ટ થશે. તેનું Playback URL: https://twitter.com/i/broadcasts/1mrxmwEBdeWGy છે.

ગયા વર્ષની AGM બાદ આજે યોજાનારી AGM સુધી કંપનીમાં ઘણા ફેરફાર આવ્યા છે. આ અવધિમાં કંપનીની બેલેન્સ શીટ ખૂબ મજબૂત થઈ છે. કંપની નેટ દેવામુક્ત થઈ છે. કંપનીનો કેશ ફ્લો વધ્યો છે. જેને જોતાં આશા છે કે કંપની આજે મોટા રોકાણ અને નવા સેક્ટર્સમાં ઉતરવાની જાહેરાત કરી શકે છે.

વિશેષમાં AGMના એક દિવસ પહેલા એટલે કે 23 જૂને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્ટોકમાં લગભગ 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીના રોકાણકારો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે અનેક મોટી જાહેરાતો અને સ્પષ્ટીકરણનો ઇંતજાર કરી રહ્યા છે.

JioBook laptop લોન્ચ થાય તેવી શક્યતાઓ

AGM દરમ્યાન કંપની પોતાના લો કોસ્ટ લેપટોપ સાથે જોડાયેલી જાણકારી પણ શેર કરી શકે છે. જેનું નામ JioBook હોઈ શકે છે. તેને લઈને દાવો કરવામાં આવ્યો છે કે આ 4G LTE કનેક્ટિવીટી સાથે આવશે, અને Android આધારીત JioOS પર કામ કરી શકે છે. આ જોતા રિલાયન્સ જીયો સાથે Qualcomm અને Google રોકાણ અને રણનીતિક ભાગીદારી રૂપમાં કામ કરે છે. આશા છે કે JioBook લેપટોપ Qualcommના કોઈ એન્ટ્રી લેવલ ચિપસેટ પર કામ કરે.

READ ALSO

Related posts

પૂર્વ ક્રિકેટર અને ભાજપના નેતા ગૌતમ ગંભીરને ફરી જાનથી મારી નાખવાની મળી ધમકી, કાશ્મીરથી આવી ગંભીર ચેતવણી

Vishvesh Dave

મુકેશ અંબાણીના જામનગરના બંગલાની શોભા વધારશે 200 વર્ષ જૂના જૈતૂનના વૃક્ષ, જાણો શું છે તેને લઈ માન્યતા

Zainul Ansari

ઓમિક્રોનના સ્પાઇક પ્રોટીનમાં વધુ ફેરફાર, રસીથી બચવા થઇ શકે છે સક્ષમ: રણદીપ ગુલેરીયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!