GSTV
Home » News » JioFiber: પ્લાન, સ્પીડ, ઑફર, સેટ ટૉપ બૉક્સ વિશે બધુ જ જાણો એક ક્લિકે

JioFiber: પ્લાન, સ્પીડ, ઑફર, સેટ ટૉપ બૉક્સ વિશે બધુ જ જાણો એક ક્લિકે

Jio tariff plan

આશરે એક વર્ષ સુધી રાહ જોવડાવ્યાં બાદ આખરે જિયોફાયબરની લૉન્ચિંગની ઘોષણા કરી દેવામાં આવી છે. અગાઉ તેને જિયો ગીગા ફાયબર કહેવામાં આવતું હતુ. તેની ઘોષણા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 42મી એન્યુઅલ જનરલ મીટીંગ દરમિયાન કરવામાં આવી. અહીં તમને જિયો ફાઇબરના પ્લાન્સ, સ્પીડ, ઑફર અને જિયો સેટ ટૉપ બૉક્સને લઇને તમામ માહિતી આપી રહ્યાં છીએ.

જિયો ફાઇબરની કિંમત

જિયો ગીગા ફાઇબરના મંથલી પ્લાન્સ 700 રૂપિયાથી શરૂ થઇને 10 હજાર રૂપિયા સુધીના હશે. હાલ એન્યુઅલ પેકેજની કિંમતની જાણકારી આપવામાં નથી આવી.

જિયો ફાઇબરની સ્પીડ

જિયો ગીગા ફાઇબરના ગ્રાહકોને ઓછામાં ઓછી 100Mbpsની સ્પીડ મળશે અને ટૉપ સ્પીડ 1Gbps સુધી રહેશે.

જિયો ગીગા ફાઇબર સેટટૉપ બૉક્સ

Wi-Fi રાઉટર સાથે જ જિયોના ગ્રાહકોને સેટ ટૉપ બૉક્સ આપવામાં આવશે. જિયોના સેટ ટૉપ બૉક્સમાં અનેક એવા ફિચર્સ મળશે જે પહેલાં ક્યારેય જોવા નથી મળ્યાં.

જિયો સેટ ટૉપ બૉક્સથી એક સાથે ચાર લોકો વીડિયો કૉલ કરી શકશે. સાથે જ સબસ્ક્રાઇબર્સ ફોન્સ અને ટેબલેટ દ્વારા પણ ફ્રી વીડિયો કૉલ્સ કરી શકશે.

જિયોના સેટ-ટૉપ બૉક્સમાં કંસોલ ક્વોલીટી ગેમિંગનો સપોર્ટ મળશે. આ બૉક્સમાં તમામ ગેમિંગ કંટ્રોલર્સનો સપોર્ટ મળશે. સાથે જ અહીં FIFA 2019 જેવી ગેમ્સને રમવા માટે ઇન-બિલ્ટ ગ્રાફિક્સ કાર્ડ પણ મળશે. પછીથી અહીં Tencent અને Microsoft જેવી કંપનીઓની પણ ગેમ્સ મળશે.

હાઇસ્પીડ જિયો ફાઇબર નેટવર્ક દ્વારા જિયો લેટેંસી મલ્ટી પ્લેયર ગેમપ્લેનું વચન આપવામાં આવ્યું છે. સાથે જ તમને જણાવી દઇએ કે સબ્સ્કારઇબર્સ ફ્રેંડ્સ સાથે સોશિયલ ગેમિંગમાં પણ ભાગ લઇ શકશે.

જિયોના સેટ ટૉપ બૉક્સની ખાસ વાત એ પણ છે કે તેમાં ભારતના પ્રમુખ OTT પ્લેટફોર્મના તમામ પ્રીમિયમ કંટેટ પણ જોવા મળશે.

જિયોફાઇબર યુઝર્સને ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ સબ્સ્ક્રીપ્શન સાથે કોઇપણ ફિલ્મને રિલિઝના દિવસે ઘરે બેઠા જોવા મળશે. જો કે આ ફીચર 2020ના મધ્યમાં ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જિયોના સેટ ટૉપ બૉક્સમાં મિક્સ્ડ રિએલીટી સર્વિસનો પણ લાભ ગ્રાહકોને મળશે. તેમાં MR શૉપિંગ, MR એજ્યુકેશન અને MR મૂવી વૉચિંગનો એક્સ્પીરિયન્સ જિયોના ગ્રાહકો લઇ શકશે.

MR શૉપિંગ દ્વારા સબ્સ્ક્રાઇબર્સ કપડા ખરીદી શકશે. અહીં MR હેંડસેટની મદદથી ગ્રાહતો જોઇ શકશે કે તેમના પર કપડા કેવા લાગશે. અહીં ગ્રાહક વર્ચ્યુઅલ વર્ઝન નજરે આવશે. આ જ રીતે એજ્યુકેશન માટે ગ્રાહક MR સેટની મદદથી મૉડલ્સનું 3D વર્ઝન જોઇ શકશો અને MR હેડસેટથી મૂવીઝ માટે ફુલ થિયેટર એક્સપીરિયન્સ પણ લઇ શકાશે.

જિયોના સેટ ટૉપ બૉક્સ દ્વારા લોકલ કેબલ ઓપરેટર્સની તમામ ચેનલ્સ સ્ટ્રીમ કરી શકાશે. જિયોએ પહેલાથી જ Den નેટવર્ક અને Hathwayનુ અધિગ્રહણ કરી લીધું છે.

AGM દરમિયાન ઇન્ટરનેશનલ કૉલિંગ પેકને પણ લૉન્ચ કરવામાં આવ્યુ. તેના દ્વારા અનલિમિટેડ ઇન્ટરનેશનલ કૉલિંગ પણ કરી શકાશે. તેના માટે 500 રૂપિયા પ્રતિ મહિના નક્કી કરવામા આવી છે. જ્યાં યુઝર્સ US અને કેનેડામાં પણ ફ્રી કૉલિંગ કરી શકાશે.

ઑફર

રિલાન્સ AGM દરમિયાન એક જિયો ફાઇબર વેલકમ ઑફરની પણ ઘોષણા કરવામાં આવી છે જ્યાં જણાવવામાં આવ્યું કે એન્યુઅલ ફોરેવર પ્લાન ખરીદનાર ગ્રાહકોને 4K સેટઅપ બૉક્સ સાતે FHD ટીવી અથવા હોમ પીસી આપવામા આવશે.

Read Also

Related posts

અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

Riyaz Parmar

જન્માષ્ટમી : દિકરા આઝાદે પિતા આમિર ખાનની પીઠ ઉપર ચઢીને ફોડી દહી હાંડી, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva

VIDEO : આ મહિલાને મોબાઈલ ઉપર એટલો પ્રેમ કે ઓટોમાં ભુલી ગઈ બાળક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!