GSTV
Home » News » Jioના આ પ્લાનમાં મળશે દૈનિક 5GB  ડેટા

Jioના આ પ્લાનમાં મળશે દૈનિક 5GB  ડેટા

રિલાયન્સ જિયોએ જ્યારથી પરોતાની જિયો સેવા શરૂ કરી છે ત્યારથી તમામ ટેલિકોમ કંપનીઓ વચ્ચે ડેટા વોર શરૂ થઇ ગઇ છે. દરેક કંપની પોતાના ગ્રાહકોને સૌથી સસ્તો ડેટા પ્લાન આપવાની હોડમાં લાગી ગઇ છે. તાજેતરમાં જ રિલાયન્સ જિયોએ યુઝર્સને હેપ્પી ન્યુ યર 2018 પ્લાનની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. હવે જિયોએ પોતાના દૈનિક 1GB ડેટાના પ્લાનમાં રૂ.50 સુધીનો ઘટાડો કર્યો છે.

કંપનીએ હવે પોતાના બે પ્રિપેઇડ પ્લાન્સની કિંમતમાં ઘટાડો કરતાં 509રૂ અને 799રૂના પ્લાન્સને અપડેટ કર્યા છે. અગાઉ 509રૂના પ્લાનમાં કંપની દૈનિક 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ આપતી હતી અને આ પ્લાનની વેલિડિટી 49 દિવસની હતી. હવે આ પ્લાનમાં ડેટા વધારતાં કંપની દૈનિક 3GB ડેટા આપી રહી છે પરંતુ તેની વેલિડિટી 28 દિવસની કરી દેવામાં આવી છે.

સાથે જ રૂ.799ના પ્લાનમાં ગ્રાહકોને દૈનિક 5GB ડેટા આપવામાં આવશે. આ પ્લાનમાં 3.5GB ડેટા આપવામાં આવશે. આ ઉપરાંત જિયો 149,349,399 અને 499 રૂપિયાના પ્લાન્સમાં અનુક્રમે 28GB, 70GB, 84GB, અને 91 GB ડેટા અનુક્રમે 28 દિવસ, 70 દિવસ, 84 દિવસ અને 91 દિવસની વેલિડિટી સાથે આપી રહી છે.

Related posts

યુએસ પ્રમુખ ટ્રમ્પે H1B વિઝા નિયમો વધુ સખ્ત કર્યા, વધુ એક નિયમનો થયો ઉમેરો

pratik shah

ટ્રમ્પ ભારતની ધરતી પર ઉતરાણ કરે એ પહેલાં જ ભારતીયો માટે આવી ગયા માઠા સમાચાર

Mayur

મહાસત્તાની મિત્ર મોદી સાથે મોટેરામાં મહામુલાકાત : નમસ્તે ટ્રમ્પ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!