GSTV
Ahmedabad Trending ગુજરાત

શરમજનક/ સાબરમતી નદીમાં જળકુંભી પથરાઈ! કોંગ્રેસના નેતાએ કહ્યું- તંત્રની બેદરકારીનું પરિણામ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીના કારણે સાબરમતી નદીમાં જળકુંભી પથરાઈ હોવાનો વિપક્ષનેતાએ આક્ષેપ કર્યો છે. મ્યુનિ.દ્વારા જળકુંભીને પાણીમાંથી દુર કરવા પાંચ કરોડના ખર્ચે સ્વીમર મશીન વસાવવામાં આવ્યા હોવાછતાં સમયાંતરે વેલ દુર ન કરાતા વાસણા બેરેજના દરવાજા ખોલી સાબરમતી નદીને ખાલી કરવાની નોબત આવી પડી છે. બેરેજમાંથી પાણી છોડવાથી સામાન્ય માનવીને નુકસાન થશે.

સાબરમતી નદીમાં જળકુંભીનો ફેલાવો વધતા તંત્ર તરફથી વાસણા બેરેજના દરવાજા ખોલી પાણીનો નિકાલ કરી નદીમાં નર્મદાનું નવુ પાણી ભરવા કવાયત હાથ ધરવા નિર્ણય લેવામાં આવ્યો છે.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે પ્રતિક્રીયા આપતા કહ્યું, નદીમાં વખતોવખત પથરાઈ જતી જળકુંભીને દુર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પાંચ કરોડના ખર્ચે સ્વીમર મશીન વસાવવા ઉપરાંત વર્ષે તેના મેઈન્ટેનન્સ પેટે ૧.૫૦ કરોડનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. નદીમાં જળકુંભી રાતોરાત પથરાઈ નથી. જે કોન્ટ્રાકટરને કામગીરી સોંપવામાં આવી છે એણે વખતોવખત જળકુંભી દુર કયા કારણથી ના કરી? તંત્રના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો રોજ નદી ઉપરથી પસાર થાય છે તો તેઓનું ધ્યાન કેમ ના ગયુ? આ બેદરકારીના કારણે સાબરમતી નદીને ખાલી કરવાની નોબત આવી છે જે તંત્ર અને સત્તાધીશો માટે શરમજનક બાબત છે.

સાબરમતી

સાબરમતી શુધ્ધિકરણ અંતગત સો કરોડનો ખર્ચ ફોગટ ગયો

કેન્દ્રમાં યુ.પી.એ.સરકારના સમયમાં નેશનલ રિવર કોન્ઝર્વેશન પ્લાન હેઠળ સાબરમતી નદીના શુધ્ધિકરણ માટે સો કરોડની રકમ ફાળવવામાં આવી હતી. આમ છતાં કોતરપુર ઉપરાંત નાના ચિલોડા સહિતના આસપાસના વિસ્તારમાંથી હાલમાં પણ ગટરનાં પાણી ગેરકાયદેસર રીતે છોડવામાં આવી રહ્યા છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ જવાબદારો સામે તાકીદે કાર્યવાહી કરવા પણ વિપક્ષે માંગ કરી છે.

Read Also

Related posts

Income Tax: શું તમે પણ કરી છે આ ભૂલો? તો ઘરે આવશે ઈનકમ ટેક્સની નોટિસ, જાણો લો

Hemal Vegda

Relationship Tips: તમારા માટે તમારો પાર્ટનર યોગ્ય છે કે નહીં, આ 5 પોઇન્ટ્સથી કરો સાચી ઓળખ

Bansari Gohel

Education Loan/ એજ્યુકેશન લોન લેવાવાળા માટે મોટી ખબર, આ કારણે બેંક લોન અપ્રૂવલમાં રાખી રહી છે સાવધાની

Hemal Vegda
GSTV