GSTV
Home » News » સૈફની ફિલ્મ ‘લાલ કેપ્ટન’નું પહેલું પોસ્ટર થયુ રિલીઝ, નાગા સાધુનાં પાત્રમાં મળશે જોવા

સૈફની ફિલ્મ ‘લાલ કેપ્ટન’નું પહેલું પોસ્ટર થયુ રિલીઝ, નાગા સાધુનાં પાત્રમાં મળશે જોવા

laal kaptaan

બૉલીવુડ એક્ટર સૈફ અલી ખાનની આગામી ફિલ્મ ‘લાલ કેપ્ટન’નો પહેલો લુક સામે આવ્યો છે. આ ફિલ્મથી સૈફનો આ પહેલો લુક છે. એક્શન ડ્રામા ફિલ્મ લાલ કેપ્ટનથી સૈફ અલી ખાનનો જે લુક સામે આવ્યો છે, તેમાં સૈફ એક નાગા સાધુનાં અવતારમાં જોવા મળશે. ફિલ્મ ‘લાલ કેપ્ટન’ 6 ડિસેમ્બરે દુનિયાભરમાં રિલીઝ થશે.

ફિલ્મના નિર્માતા ઈરોઝ ઈન્ટરનેશનલ અને આનંદ એલ રાયના ‘કલર યેલો પ્રોડક્શન’ની છે.  આ ફિલ્મમાં સૈફ નાગા સાધુની ભૂમિકામાં છે, જે ફિલ્મમાં યાત્રા પર હશે, જેમાં ડ્રામા, બદલો અને છલ હશે.ઈરોઝ નાઉએ ટ્વીટર પર ‘લાલ કેપ્ટન’માં સૈફનો નાગા સાધુનો લુક શેર કર્યો છે. જેમા લખવામાં આવ્યુ છે, “રાખ સે જન્મા, રાખ હો જાને કો” પોસ્ટરમાં સૈફની આંખોમાં કાજલ લગાવેલું દેખાય છે. અને તેના વાળ સાધુઓની જેમ બાંધેલા છે.

ઈરોઝ ઈન્ટરનેશનલનાં એમડી સુનિલ લુલ્લાએ કહ્યુ, સૈફ અલી ખાન એક પ્રતિભાશાળી એક્ટર છે. અને ફિલ્મની આ સ્ક્રિપ્ટથી તેની અંદર છુપાયેલું ટેલેન્ટ લોકો સામે આવશે. આ ફિલ્મમાં ડ્રામાટિક કેરેક્ટર્સ છે. અને તેમની કહાની બહુજ મનોરંજક છે.

READ ALSO

Related posts

2018ની બેચના તાલીમી IPS અધિકારીઓ ગુજરાત પ્રવાસે, મુખ્યમંત્રીએ કરી મુલાકાત

Path Shah

આવતીકાલે સાંજે ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક, આ મુદ્દે અપાશે માર્ગદર્શન

Riyaz Parmar

મહુવા : થોડા દિવસ પહેલા થઈ પુત્રની હત્યા, હવે પિતાએ ભર્યું આ ગંભીર પગલું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!